February 2nd 2011

માયાનો સંગાથ

                માયાનો સંગાથ

તાઃ૨/૨/૨૦૧૧          આણંદ               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી માયા પ્રેમથી જગમાં,કળીયુગ વળગી જાય
અતિનો આનંદ થાયમનને,ને જીંદગી વેડફાઇ જાય
                      ………….મળતી માયા પ્રેમથી જગમાં.
શીતળતાનો સહવાસ દેહને,ત્યાં મનને શાંન્તિજ થાય 
કુદરતની આકૃપા નિરાળી, જેથી જીવને આનંદ થાય 
સ્નેહ પ્રેમની સાચીકેડી મળતાં,જીવનોજન્મ થઈ જાય 
ઉભરે આનંદ ભક્તિએ જ્યાં,ત્યાં પ્રભુકૃપાય મળી જાય
                     ………….. મળતી માયા પ્રેમથી જગમાં.
સરળ ચાલતા જીવનમાં ભઈ,ડગમગતાં જ્યાં દેખાય
સમજ જીવને આવે થોડી,આનેજ કળીયુગતા કહેવાય 
મળે માયાનો સંગાથ દેહને,મનને મુંઝવણ મળી જાય
કળીયુગની કેડી મળતાંતો,જીવ જગે ભવોભવ ભટકાય
                     …………..  મળતી માયા પ્રેમથી જગમાં.

=====================================