November 17th 2011

સેવાનો સહવાસ

.                      સેવાનો સહવાસ

તાઃ૧૭/૧૧/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ જીવનના સહવાસથી,મળે જગતમાં જીવને ભગવાન
મુની આશ્રમમાં સેવાને નિરખી,દઈ દેવાય મનથી સન્માન
.                         ……………..સરળ જીવનના સહવાસથી.
દેહને મળતી વ્યાધીઓ જીવને,દેહની ઉંમર થતાં જ દેખાય
લાકડીનો એક ટેકો લેતાં દેહથી.જીવનમાં ડગલાં ચાર ભરાય
માગે નામળતો પ્રેમ દેહને,જે આ મુની આશ્રમમાં મળી જાય
સેવાકરતાં દરેક જીવોને,સંત જલાસાંઇની કૃપાય મળી જાય
.                       ……………..સરળ જીવનના સહવાસથી.
સુખ દુઃખની સાંકળ છે સંસાર,જે ઉંમરે દેહને જકડી જ જાય
સંસ્કારની આકેડી છુટતાં સંતાને,માબાપના હૈયા દુઃખી થાય
મળી જાય જ્યાં સહવાસ આશ્રમે,ત્યાં સુખનીવર્ષા થઈ જાય
આર્શીવાદો મળે કર્મચારીઓને,જે એજીવોનું કલ્યાણ કરીજાય
.                       ……………..સરળ જીવનના સહવાસથી.
રાજુબેનની છે શ્રધ્ધા સાચી,જે આવેલ ઘરડાંને ખુશ કરી જાય
ભોજન ને સેવાની કેડી લેતાં,સૌના આર્શીવાદ પણ મળી જાય
હિંમતભાઇની છે પ્રીત પ્રભુથી,એતો તેમના વર્તનથીજ દેખાય
જલાસાંઇની પ્રાર્થના કરતાં,પ્રદીપને હૈયે અનંત આનંદ થાય
.                         ……………..સરળ જીવનના સહવાસથી.
ના દીઠી મેં માયા આશ્રમમાં,નિર્મળ પ્રેમ જીવોનો મળી જાય
વર્ષો વરસથી સેવા કરતાં,આશ્રમ ઘરડાંનુ મંદીર છે કહેવાય
મળે તક જો સેવાની જીવને,તોમળેલ દેહનુ કલ્યાણ થઈજાય
આધી વ્યાધી ના બારણે આવે,સાચા સંતની કૃપા મળી જાય
.                         ……………..સરળ જીવનના સહવાસથી.
સંસ્કારની કેડી છુટી કુટુંબમાં,ત્યાંમળ્યો મને ભક્તિનો સહવાસ
પિતાએ દીધેલ ભક્તિની કેડીએ,જીવનમાં અખંડ શાંન્તિ થઈ
મોહમાયાને ત્યજી દેતાં,વ્હાલાપિતાના આર્શીવાદ મળ્યાઅહીં
સત્કર્મોની કેડી જોતાં,પ્રદીપ,રમા,રવિ,દીપલ રાજી થયા ભઇ.
.                         ………………સરળ જીવનના સહવાસથી.
==============================================
.         .ગોરજ મુની સેવા આશ્રમની મુલાકાતે મારા પુજ્ય પિતાજીને મળતાં મારા જીવનમાં
સર્વ પ્રથમ ઘણો જ આનંદ થયો.આ સેવા આશ્રમમાં કામ કરતાં કર્મચારીઓની નિખાલસ સેવા
જોતા અનહદ શાંન્તિ થઈ.ઘરડા વડીલોની સેવા કરવી તેમને સમયસર ખાવાપિવાનુ આપવુ
અને તેમના સંતાનની જેમ દરકાર કરવી એ કર્મચારીઓની લાયકાત મેં જોઇ.ઘણી જ સુંદરરીતે
ત્યાં રહેતા વડીલોની સેવા કરી કર્મચારીઓ પોતાનો જન્મ સાર્થક કરી વૃધ્ધોની સેવા કરે છે જે
ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.અને તેથી જ લખાણ યાદગીરી રૂપે અર્પણ કરુ છું.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર.(હ્યુસ્ટન,ટેક્ષાસ)