November 1st 2011

વાણીવર્તન

.                       વાણીવર્તન

તાઃ૧/૧૧/૨૦૧૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળતાં માનવીનો જીવને,અવની એ આવી જાય
મળે જીવને સાર્થક જન્મ,જો દેહે વાણીવર્તન સચવાય
.                      …………..દેહ મળતાં માનવીનો જીવને.
કામણગારી કાયા મળતાં જીવે,મોહમાયા વળગી જાય
કળીયુગની એક જ લહેર મળે,જે આ દેહને જકડી જાય
સમજી વિચારી શબ્દ બોલતાં,વાણી ત્યાં સચવાઇ જાય
મળતીમોહની કેડીઓને છોડવા,મળેલ માર્ગને સમજાય
.                         ………….દેહ મળતાં માનવીનો જીવને.
દેહને મળેલ ઝંઝટના સોપાનને,સમજી વિચારીને ચઢાય
આફત આવતી દુર રહે  દેહથી,જ્યાં વર્તન પ્રેમ દઈ જાય
મળે સાથ સંગાથીઓને સાચો,પ્રેમના બંધન જ્યાં બંધાય
ભક્તિપ્રેમની છે પ્રીત નિરાળી,જે અંતરને શાંન્તિ દઈજાય
.                        …………..દેહ મળતાં માનવીનો જીવને.

*******************************************

November 1st 2011

૧-૧૧-૧૧

.                    ૧-૧૧-૧૧

તાઃ૧-૧૧-૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના એકડાને ભાગી શકે કોઇ,કે ના અગીયારનેય ભગાય
સાલ પણ એવી મજબુત,કે તેને પણ ના કોઇથી છેદાય
.                          …………..ના એકડાને ભાગી શકે કોઇ.
કુદરતનીકેડી નિરાળી જગતમાં,ના માનવીથી સમજાય
સરળ રાખી સ્વભાવ જીવનમાં,શાંન્તિનો સાથ મેળવાય
એકડોએકલો ગણાયજગતમાં,પણનાતેને કોઇથી અંબાય
છોને જગતમાં સંધાયઅનેક,તોયતેને જગમાં નાતોડાય
.                         ……………ના એકડાને ભાગી શકે કોઇ.
શ્રધ્ધાને વિશ્વાસ રાખીચાલતાં,નિર્મળ જીવનને મેળવાય
ભક્તિભાવને સંગે રાખતાં,એકએક્નો સંગાથ મળતોજાય
એકડો પકડી સગેરાખતાં,આવતીકાલે એ અગીયાર થાય
મોહમાયાનો માર્ગ છોડતાંજ,જીવ પર પ્રભુકૃપા થઈ જાય
.                           ……………ના એકડાને ભાગી શકે કોઇ.

ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ