April 4th 2013

સરળતાની કેડી

.           .સરળતાની કેડી

તાઃ૪/૪/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ પ્રેમની કેડી પકડતાં,જીવનમાં શાંન્તિ મળી ગઈ
મોહમાયાની ચાદર છુટતાં,કળીયુગથી મુક્તિ મળીગઈ
.               …………………સરળ પ્રેમની કેડી પકડતાં.
માનવતાની મહેંક પ્રસરતા,જીવનમાં પ્રીત મળતી થઈ
સંત જલાસાંઇની ભક્તિ કરતાં,જીવને શાંન્તિ મળી ગઈ
કળીયુગની છે કેડી વાંકી,જીવને એ જકડે અવનીએ રહી
સરળકેડી મળે જીવને જીવનમાં,જ્યાં પ્રભુકૃપા થઈ ગઈ
.             …………………….સરળ પ્રેમની કેડી પકડતાં.
ડગલે ડગલુ સમજીને ચાલતાં,સૌ વ્યાધીઓ ભાગતી થઈ
પાવનકર્મની કેડી જીવનમા લેતાં,ના હવા અડકતી અહીં
મનનેશાંન્તિ તનનેશાંન્તિ,એજ સાચીભક્તિ કહેવાય ભઈ
ભુતપ્રેત ભાગે છે ભડકીને,જ્યાં બજરંગબલીની કૃપા થઈ
.                …………………..સરળ પ્રેમની કેડી પકડતાં.

=====================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment