August 3rd 2013

મળેલ મોહ

.               . મળેલ મોહ         

તાઃ૩/૮/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોહની માયા મનુષ્યને છે,ના ક્યારે કોઇથીય છટકાય
અવનીપરનુ આગમનદેહનુ,એજ તેનો સંકેત કહેવાય
.                      ……………….મોહની માયા મનુષ્યને છે.
આંટીઘુટી છે અવિનાશીની,એ તો દેહ મળતા જ દેખાય
મળે દેહ માનવીનો જગે,શ્રધ્દ્ધાએ મુક્તિમાર્ગ મળી જાય
અતુટબંધન અવનીના,જલાસાંઇની ભક્તિએ છુટી જાય
મળીજાય જ્યાં સાચી માનવતા,દેહની મહેંકપ્રસરીજાય
.                   ………………….મોહની માયા મનુષ્યને છે.
ઉજ્વળ જીવનની કેડીને લેવા,જીવ અહીં તહીં ભટકાય
માર્ગ મળે જ્યાં માનવતાનો,ઉધ્ધાર જીવનો થઈ જાય
કળીયુગમાં મળેલ મોહ જીવને,અવનીએ ભટકાવી જાય
સરળતાની એક જ રાહે,જીવ  જન્મ બંધનથી  છુટી જાય
.                  …………………..મોહની માયા મનુષ્યને છે.

+++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment