September 4th 2015

લાગણી કે લોટી

.               . લાગણી કે લોટી

તાઃ૨/૯/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મ કરેલા માનવદેહે જીવનમાં,એજ સંગાથ આપી જાય
આજકાલને ના આંબે કોઈ,જે માનવ જીવનથી સહેવાય
…………આવી અવનીપર જીવને,મળે લાગણી કે લોટી અથડાય.
માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળ જીવન જીવાય
મળે પ્રેમ કલમપ્રેમીઓનો,જ્યાં માસરસ્વતીની કૃપાથાય
અપેક્ષાના વાદળ જ્યાં તુટે,ત્યાં પાવનકર્મજ પ્રેમથી થાય
ના અંતરમાં કોઇ અભિલાષા,જ્યાં લાગણી પ્રેમ મળી જાય
………..એજ સાચી રાહ જીવની,જે કળીયુગથી દુર રહીને જીવાય.
વાણીવર્તન સાચવી જીવતા,જીવને સુખશાંન્તિ મળી જાય
સરળ જીવનનીરાહે ચાલતાય,કદીક કદીક દુઃખ આપીજાય
પડે માથે લોટી તિરસ્કારની,ત્યાં ના કોઇ જીવથીય છટકાય
એજ કુદરતની અજબલીલા,જે સમયસમયને આંબી જાય
………..માગણીમોહને સમજી જીવતા,આવતી આફત અટકી જાય.

++++++++++++++++++++++++++++++++++++++

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment