September 7th 2015

સર્જનહાર

.                  .સર્જનહાર

તાઃ૭/૯/૨૦૧૫                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

કથા સાંભળી માનવીએ આજે,જે અબજ વર્ષોથી સર્જાઈ હતી
ના જગતમાં તાકાત  કે લાયકાત,કોઇથીય એ સમજાઇ જતી
………..એજ સર્જનહારની લીલા જગતપર,જે ના કોઇથી પરખાય.
પરમાત્માએ  રૂપ લીધા છે અવનીએ,જેને અવતાર કહેવાય
માનવ જીવને માર્ગ ચીંધેછે જીવનમાં,જે સદમાર્ગથી દોરાય
અજબલીલા મળેલ દેહથીદેખાય,જે માનવપશુપક્ષી કહેવાય
આજકાલને નાઆંબે કોઇ,જે અવનીના અસ્તિત્વથી સંગે હોય.
………..એજ સર્જનહારની લીલા જગતપર,જે ના કોઇથી પરખાય.
મળે દેહ જીવને અવનીપર,ત્યારે અનેક દેહથી એ ઓળખાય
પ્રાણી હોય,પશુ હોય કે જીવ જંતુ,જ્યાં ભટકતુ જીવન જીવાય
માનવદેહમળે જીવને,પવિત્ર જીવનજીવવાની રાહ મેળવાય
શ્રધ્ધારાખી પવિત્ર જીવન જીવતા,અંતે મુક્તિમાર્ગ મળીજાય
………..એજ સર્જનહારની લીલા જગતપર,જે ના કોઇથી પરખાય.

=========================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment