December 31st 2015

સલામ

salam.jpg

 

.                .સલામ

૩૧/૧૨/૨૦૧૫                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનંત આનંદની વર્ષા થાય,જ્યાં મને સાચોપ્રેમ મળી જાય
સરસ્વતી સંતાનના સહવાસે,સાહિત્ય સરીતા ઉજ્વળ થાય
………..એ છે કલમપ્રેમીઓની કેડી,મિત્રોના સંગાથથી ઉભરાઈ જાય.
પ્રેમથી મળે પ્રેરણા જીવનમાં,જે કલમ થકી જ સચવાઇ જાય
મા સરસ્વતીની કૃપા વરસતા,જીવને અજબ રાહ મળી જાય
સલામકરુ હુ સંગાથીઓને,જેમના પ્રેમથી સાચીરાહ મેળવાય
ના મને અભિમાનઅડે કે કોઇમોહ,એજ આંગળી ચીંધી કહેવાય
………..એ છે કલમપ્રેમીઓની કેડી,મિત્રોના સંગાથથી ઉભરાઈ જાય.
મળ્યો છે સાચો નિર્મળપ્રેમ હ્યુસ્ટનમાં,જે મારૂ નસીબ કહેવાય
કલમ મારી નિર્મળચાલતા,સૌ પ્રેમીઓને અનંત આનંદ થાય
એ નિર્મળકલમપ્રેમીઓ  છે,જે કલમથીઉજ્વળકેડીએ લઇજાય
દેખાવને પકડી ચાલતા સંગે,ના કોઇ લાયકાતને મેળવી જાય
………..એ છે કલમપ્રેમીઓની કેડી,મિત્રોના સંગાથથી ઉભરાઈ જાય.

૦+++++++૦********૦++++++૦*********૦+++++++૦

December 31st 2015

નિર્મળ સહવાસ

.              . નિર્મળ સહવાસ

તાઃ૩૧/૧૨/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવનમાં સહવાસ નિખાલસ,જીવને શાંન્તિ સ્પર્શી જાય
પામર જીવન પાવન થઈ જાય,ત્યાં સ્નેહની ગંગા વહી જાય
……….એજ આપણી માનવતા કહેવાય,જ્યાં સાચો સહવાસ મળીજાય
અવની એ આધાર છે જીવનો,જે  જીવને અનેક દેહથી દેખાય
કયો દેહ ક્યારે મળશે જીવને,એ કર્મના બંધનથી જ મેળવાય
આવનજાવન એ જીવના બંધન,જગતમાં ના કોઇથી છોડાય
શ્રધ્ધા રાખી નિર્મળભક્તિ કરતા,જીવને રાહ સાચી મળી જાય
……….એજ આપણી માનવતા કહેવાય,જ્યાં સાચો સહવાસ મળીજાય.
દેહ મળતા જીવને અવનીપર,સમયની  સીડી પકડાઇ જાય
કળીયુગનીકેડી જ્યાંમળે જીવને,ત્યાં સદકર્મો દુર ભાગી જાય
મોહ માયાની ચાદર અડતા,જીવને દેખાવ ભક્તિ મળી જાય
મનથીકરેલ માળા જલાસાંઇની,સંસારી દેહ પાવન કરી જાય
……….એજ આપણી માનવતા કહેવાય,જ્યાં સાચો સહવાસ મળીજાય

#########################################