November 9th 2016

સમજણની શોધ

.                .સમજણની શોધ

તાઃ૯/૧૧/૨૦૧૬                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સમજણ સમજણ શોધતા શોધતા,અક્ક્લ  ખોવાઈ ગઈ
લટક મટકતી ચાલ  ચાલતા,અંતે આફતો વધતી  થઈ
…………..ના સમજણ કોઈ શોધાઈ,કે ના અક્કલ વપરાઈ ગઈ.
મળેલ દેહને સમજણ સ્પર્શે,જે જીવનની આંગળી પકડે ભઈ
આગળપાછળના બંધન જીવને,દેહ મળતા જીવને મળે અહીં
કુદરતની આજકરામત છે,જે સમયે કાતર બની જાય છે ભઈ
અગમનીગમના ભેદ જગતમાં,કળીયુગમાં દેહને સ્પર્શે અહીં
…………..ના સમજણ કોઈ શોધાઈ,કે ના અક્કલ વપરાઈ ગઈ.
દેહના બંધન જીવને છે,જે અવનીપરના આગમને સમજાય
પરમાત્માનાપ્રેમને પામવા,મળેલ જીવનમાં નિર્મળ જીવાય
કર્મબંધન એ જીવને સ્પર્શે,જે જીવને દેહ મળતા અનુભવાય
મુક્તિમાર્ગની રાહને પામવા,નિખાલસ સમજણથી મેળવાય
…………..ના સમજણ કોઈ શોધાઈ,કે ના અક્કલ વપરાઈ ગઈ.

========================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment