May 22nd 2017

કરૂણા સાગર

.          .કરૂણા સાગર

તાઃ૨૨/૫/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરૂણાનો સાગર છે અવિનાશી,અવનીએ પરમાત્માજ કહેવાય
જીવને સંબંધછે જન્મમરણના,જે દેહથી થયેલ કર્મથી મેળવાય
.....અનેક નામથી કૃપા કરે છે ભગવાન,જે લીધેલ દેહથી ઓળખાય.
પકડેલરાહ જીવને સ્પર્શે અવનીએ,જયાં કૃપા પરમાત્માની થાય
પ્રેમ ભાવના નિખાલસ રાખી જીવતા,નિર્મળ જીવન મળી જાય
અજબ કૃપાળુ પરમાત્મા જગતમાં,જે પ્રેમાળ ભક્તિએ સમજાય
નિર્મળ જીવનથી મળે શાંંન્તિ,જ્યાં સંત જલાસાંઇની દ્રષ્ટિ થાય
.....અનેક નામથી કૃપા કરે છે ભગવાન,જે લીધેલ દેહથી ઓળખાય.
જગતમાં દેહનેસ્પર્શે કરેલકર્મ,જે થકી આવન જાવન મળી જાય
પરમકૃપાળુ છે પરમાત્મા જગતમાં,શ્રધ્ધા ભક્તિએ કૃપા મેળવાય
મળેલ જન્મ સાર્થક કરવા,દેહને પરમાત્મા આંગળી ચીંધી જાય
એજ કરૂણાનો સાગર કહેવાય,જે જીવને પાવનરાહે અનુભવાય
.....અનેક નામથી કૃપા કરે છે ભગવાન,જે લીધેલ દેહથી ઓળખાય.
====================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment