May 3rd 2017
. .સમયનો સંગ
તાઃ૩/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનેક સંગનો સાથ મળે છે જીવને,જે દેહને સ્પર્શી જાય
અગમનિગમ લીલા છે અવીનાશીની,અનુભવથી સમજાય
......જીવનમાં સમયને સમજી ચાલતો માનવી,પાવનકર્મ કરી જાય.
મળે દેહ અવનીએ જીવને,ત્યાંજ સમયનો સંગ મળી જાય
ઉંમર એજ પ્રથમ સંગ છે સમયનો,ના કોઇથી દુર જવાય
સમયને પકડી ચાલવા જીવનમાં,નિખાલસતાએ જ જીવાય
મળે માનવતાનોસંગ સાથીઓનો,જે જીવને પ્રેમ દઈ જાય
......જીવનમાં સમયને સમજી ચાલતો માનવી,પાવનકર્મ કરી જાય.
જુવાનીમાં નાજકડે કોઇદેહને,જ્યાં મનમક્કમ રાખી જીવાય
સફળતાનો સંગાથ મળે જીવનમાં,ના કોઇ આફત અથડાય
ભક્તિભાવથી માળાકરતા,જલાસાંઇના આશીર્વાદ મળી જાય
કલમની નિર્મળકેડી પકડતા,માતાનીકૃપાયે લેખો લખાઈ જાય
......જીવનમાં સમયને સમજી ચાલતો માનવી,પાવનકર્મ કરી જાય.
===================================================
May 1st 2017
. .ભારતની શાન
(ગુજરાત દીન)
તાઃ૧/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રભુમી ભારત છે જગતમાં,જે અજબ શક્તિશાળી સંતાન દઈ જાય
ગુજરાત રાજ્ય એ શાન છે દેશની,દુનીયામાં ગુજરાતીઓને માન દેવાય
......જ્યાં જ્યાં વસે ગુજરાતી,ત્યાં ત્યાં ગુજરાત દીને દેશને પ્રેમથી વંદન થાય.
અનેક ગુણનો સાથ લઈ ગુજરાતીઓ,જગતમાં પ્રેમથી મહેનત કરી જાય
શ્રધ્ધા રાખી જીવનનીકેડી પકડી ચાલતા,માન અને સન્માનની વર્ષા થાય
મોહ અને માયાનાવાદળ સ્પર્શે જગતમાં,ના ગુજરાતી કોઇ તેમાં અથડાય
મનથી કરતાકામ જીવનમાં,એજ દુનીયામાં ગુજરાતનુ ગૌરવ પણ કહેવાય
......જ્યાં જ્યાં વસે ગુજરાતી,ત્યાં ત્યાં ગુજરાત દીને દેશને પ્રેમથી વંદન થાય.
જન્મ મળે જીવને અવનીએ કર્મબંધન કહેવાય,એ સમજણથી જ સમજાય
ગુજરાત રાજ્ય એ શાન છે ભારતની,અનેક શક્તિશાળી દેશપ્રેમી દઈજાય
જન્મ લીધો ગુજરાતમાં એ શુરવીરોએ,જે ભારતને ઉજ્વળરાહ આપી જાય
સંતજલાસાંઇની કૃપા થઈ પ્રદીપપર,જે ગુજરાતી પાવનકર્મ અહીં કરી જાય
......જ્યાં જ્યાં વસે ગુજરાતી,ત્યાં ત્યાં ગુજરાત દીને દેશને પ્રેમથી વંદન થાય.
===========================================================