July 19th 2017

વ્હાલા ભઈ

.           .વ્હાલા ભઈ
તાઃ૧૯//૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્માની અસીમકૃપા લઈ આવ્યા છે વ્હાલા અહીં
બમબમભોલે મહાદેવને હિમાલયથી એ હ્યુસ્ટન લઈને આવ્યા ભઈ
......એવા પવિત્રરાહે જીવતા ઇન્દ્રવદનભાઈ,આંગણુ પવિત્ર કરે છે અહીં.
નિર્મળ ભાવનાથી એ ભક્તિ કરે છે,ને વિશ્વપિતાનો રાખે છે સંગ
અપેક્ષા મોહને દુર રાખીને જીવનમાં,કલાની પણ કદર કરેછે અહીં
અનેક જીવોનો નિખાલસ પ્રેમ લે,નેસંગે વડીલોના મળે આશિર્વાદ
એવી પાવનરાહના અધિકારી દેહને,પ્રદીપ પણ વંદન કરે છે અહીં
......એવા પવિત્રરાહે જીવતા ઇન્દ્રવદનભાઈ,આંગણુ પવિત્ર કરે છે અહીં.
કલાની પવિત્ર કેડી પકડીને,અનેક દેહોને કલા આપી રહ્યા છે અહીં
એજ માતા સરસ્વતીની અસીમ  પવિત્રકૃપા,જે કરેલ કર્મથી સહેવાય
લાગણી મોહ કદી ના સ્પર્શે તેમને,એજ પવિત્ર જીવનની રાહ કહેવાય
ભક્તિની પવિત્રકેડી લઈને કલાનીકેડીએ નાટકપણ કરી જાય છે અહીં
......એવા પવિત્રરાહે જીવતા ઇન્દ્રવદનભાઈ,આંગણુ પવિત્ર કરે છે અહીં.
===========================================================
    હ્યુસ્ટનમાં પરમકૃપાળુ ભોલેનાથની ચીંધેલી રાહે ચાલી પવિત્ર ભક્તિનો માર્ગ
બતાવીને માતા સરસ્વતીની કૃપાએ કલાનીકેડી પકડી અનેક જીવોને પવિત્રમાર્ગ
બતાવી રહેલા શ્રી ઇન્દ્રવદનભાઈ ત્રિવેદીને પ્રણામ સહિત આ કાવ્ય પવિત્રનાટક
"ગણેશલીલા" નિમીત્તે હ્યુસ્ટનના કલાપ્રેમી તરીકે સપ્રેમ ભેંટ
                                          લી પ્રદીપ બ્રહ્મભટ્ટ

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment