September 1st 2017

માતાજીનો ગરબો

Related image

.                          .માતાજીનો ગરબો

તાઃ૧/૯/૨૦૧૭                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારી ભક્તિ કરવા અનંત ભક્તો,પ્રેમ ભાવથી ગરબે ઘુમતા થાય
તાલીઓના તાલના સંગે શ્રધ્ધા રાખી,ડાંડીયા વગાડી વંદન કરતા જાય
......એવી આવી આ પવિત્ર નવરાત્રીએ અવનીપર,માતાના પ્રેમની વર્ષા થઈ જાય.
આરાસુરથી માતા અંબાજી આવ્યા,જોઇ ભક્તોની નિર્મળ ભક્તિની રાહ
પ્રેમ ભાવથી દાંડિયા રમતા ભક્તજનોની,તાલીઓને એ પારખી હરખાય
આવે પ્રેમની ગંગા લઈને માડી આંગણે,નિર્મળ ભક્તિએજ અનુભવ થાય
મળે માતાની કૃપા ભક્તોને આજે,જ્યાં નિખાલસ ભાવથી ગરબા ગવાય
......એવી આવી આ પવિત્ર નવરાત્રીએ અવનીપર,માતાના પ્રેમની વર્ષા થઈ જાય.
પવિત્ર ધર્મની આજ પવિત્રકેડી છે,જે સમયે જીવનમાં સાથ આપી જાય
આવે અનેક તહેવાર હિંદુ જીવનમાં,જે મળેલ જીવનનેએ મહેંકાવી જાય
ગરબાની પવિત્રરાહ મળે માનવીને,જ્યાં સમયપારખી દાંડીયારાસ રમાય
નિર્મળ ભક્તિએજ છે શ્રધ્ધાની કેડી,જે પવિત્ર જીવન ઉજવળ કરી જાય
......એવી આવી આ પવિત્ર નવરાત્રીએ અવનીપર,માતાના પ્રેમની વર્ષા થઈ જાય.
==============================================================
« Previous Page