ચીં.દીપલનો જન્મદીવસ
++++++++++
. .ચી.દીપલનો જન્મદીવસ તાઃ૪/૧૧/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રરાહને પકડી ચાલતી દીકરી,દીપલનો જન્મદીવસ ઉજવાય પાવનપ્રેમની જ્યોત પ્રગટતા,ચીંં.નિશીતકુમારનોસાથ મળી જાય .......એવી અમારી વ્હાલી દીકરી દીપલને અંતરથી આશિર્વાદ અપાઈ જાય. આજકાલને સમજી ચાલતા જીવનમાં,વડીલોનો પ્રેમ મળી જાય સંત જલાસાંઇને શ્રધ્ધાએ વંદન કરતા,પવિત્રકર્મ જીવનમાં થાય પપ્પા મમ્મીએ આપેલ આશીર્વાદે,જીવનમાં પાવનરાહ મેળવાય ઉજ્વળ જીવનનીરાહ જોતા,નિશીતકુમારના માતાપિતા હરખાય .......એવી અમારી વ્હાલી દીકરી દીપલને અંતરથી આશિર્વાદ અપાઈ જાય. વાણીવર્તન સાચવીજીવતા,જીવનમાં સંબંધીઓનોસાથ મળી જાય નિર્મળ ભાવનાએ કરેલ કર્મથી,મળેલ જન્મનેએ સાર્થક કરી જાય મળેલ પવિત્રપ્રેમની ગંગાએ દીપલ,સુખસાગરનો લાભ મેળવીજાય જન્મ દીવસની જ્યોત પ્રગટે જીવનમાં,અનેક વર્ષોએ જીવી જાય .......એવી અમારી વ્હાલી દીકરી દીપલને અંતરથી આશિર્વાદ અપાઈ જાય. ========================================================== . .અમારી લાડલી દીકરી ચી.દીપલનો આજે જન્મદીવસ છે તે નીમિત્તે આ કાવ્ય સંત જલાસાંઈની કૃપા સહિત અંતરથી આશિર્વાદ સહિત સપ્રેમ ભેંટ. લી.પ્રદીપ,રમાના આશિર્વાદ સહિત સપ્રેમ ભેંટ.