November 7th 2017

મોહ અને માયા

.           .મોહ અને માયા   

તાઃ૭/૧૧/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવની એજ કૃપા પરમાત્માની,જ્યાં જીવને દેહ મળતા સમજાય
દેહના બંધન એ જીવને સ્પર્શે,જે આવન જાવનથી દેખાઈ જાય
......પરમપ્રેમની ગંગા વહે અવનીએ,જીવને કરેલ કર્મથી સ્પર્શી જાય.
મળેલદેહને બંધન છે કર્મના,જે અનેક દેહ ના આગમનથી દેખાય
પાવનકર્મની કેડી મળે જીવને,જે પવિત્ર ભક્તિ રાહથીજ મેળવાય
શ્રધ્ધા રાખીને વંદન કરતા પરમાત્માને,ના મોહ કે માયા અથડાય
નિર્મળજીવનનો સંબંધ દેહનેસ્પર્શે,જે મળેલ જન્મ સાર્થક કરી જાય
......પરમપ્રેમની ગંગા વહે અવનીએ,જીવને કરેલ કર્મથી સ્પર્શી જાય.
કુદરતની આઅજબલીલા કહેવાય,જે દેહને આફતલાફટ આપી જાય
જીવને મળેલ દેહને અવનીપરના આગમને,કર્મના બંધન મળી જાય
પવિત્રભાવથી પુંજા કરતા દેહને,સંત શ્રીજલાસાંઈની કૃપા મળી જાય
પાવનરાહે જીવન જીવતા મલેલદેહને,ના મોહ માયા કદીય અડીજાય
......પરમપ્રેમની ગંગા વહે અવનીએ,જીવને કરેલ કર્મથી સ્પર્શી જાય.
=====================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment