May 20th 2018

બજરંગબલી બળવાન

   Image result for બજરંગબલી બળવાન
.           .બજરંગબલી  બળવાન 

તાઃ૨૦/૫/૨૦૧૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

બજરંગબલી બળવાન જગતમાં,પવનભાઈના પુત્રથી ઓળખાય
પાવન રાહની ગદા પકડી જીવતા,માતા અંજનીના પુત્ર કહેવાય
......એ અજબ શક્તિશાળી પવિત્રદેહ,જગતમાં હનુમાનજીથી ઓળખાય.
પવિત્ર પ્રેમની ગંગા વરસતા,અંજનીબેન પવનદેવના પત્ની થાય
જીવ પર કૃપા મળી માતાની,એછે અજબ શક્તિ શાળી હનુમાન
ભક્તિ માર્ગની પકડી જીવનમા,જે નિર્મળ ભક્તિથી બળવાન થાય
ગદા પકડી ચાલતા ભક્તિરાહે,શ્રી રામસીતાની આંગળી પકડી જાય
......એ અજબ શક્તિશાળી પવિત્રદેહ,જગતમાં હનુમાનજીથી ઓળખાય.
નિર્મળ ભાવથી ભક્તિ કરતા અવની પર,પાવન કર્મ દેહથી કરાય
ભોલેનાથની કૃપા મળી રાજા રાવણને,સમયે અભિમાન અડી જાય
સીતાજીને ભગાડી લંકામાં લાવ્યા,જ્યાં પતિ શ્રી રામને ચિંતા થાય
પાવનરાહે ઉડાણ કરી સીતાજીને શોધ્યા,રાવણને એજ હરાવીજાય
......એ અજબ શક્તિશાળી પવિત્રદેહ,જગતમાં હનુમાનજીથી ઓળખાય.
=====================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment