June 9th 2018

પ્રેમની ઓળખ

.           .પ્રેમની ઓળખ      

તાઃ૯/૬/૨૦૧૮               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને સંબંધ છે અવનીપર,જે મળેલ દેહથી સમજાઈ જાય
પાવનકર્મની કેડી એસ્પર્શ જીવનો,દેહના બંધનથી સમજાય
......કુદરતની આ લીલા જગતપર,જીવને આવનજાવનથી દેખાય.
પ્રેમ નીખાલસ પતિપત્નીનો કુટુંબમાં,માનવતા મહેંકી જાય
નિર્મળપ્રેમનો સંબંધ દેહને,જે જીવનમાં સંતાનો આપી જાય 
માનવજીવન એ જીવની કેડી,દેહને નિર્મળજીવન મળી જાય
આશીર્વાદની રાહ મળે દેહને,જે સરળજીવનનોસાથ આપીજાય
......કુદરતની આ લીલા જગતપર,જીવને આવનજાવનથી દેખાય.
કર્મનીકેડી એજ જીવનાસંબંધ,જે અવનીએ દેહથી દેખાઈ જાય
પવિત્રપ્રેમ એ માનવદેહની સમજ,જે દેહને પાવનરાહે દોરીજાય
મનુષ્યદેહ એછે કૃપા પ્રભુની,જીવનમાં શ્રધ્ધાભક્તિ આપી જાય
સમયને સમજી ચાલતા જીવનમાં,નાઉંમર કે દેખાવ અડી જાય
......કુદરતની આ લીલા જગતપર,જીવને આવનજાવનથી દેખાય.
===================================================
June 9th 2018

મનનો મેળ

.           મનનો મેળ 

તાઃ૯/૬/૨૦૧૮             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની જ્યોત પ્રગટે જગતમાં,જયાં પાવનરાહથી જીવન જીવાય
માનવતાની મહેંકપ્રસરે અવનીએ,જે કુટુંબની પવિત્રકેડીએ દેખાય
.....એજ સંત જલાસાંઇની ચીંધેલ કેડી પકડતા,પરમાત્માની કૃપા થઇ જાય.
નિર્મળજીવન એ માનવીની સમજ,જે અનુભવથી આત્માને સમજાય
આંગણે આવી પ્રેમ સંગે કૃપા મળે,એજ ભગવાનની લીલા કહેવાય
મનને મળેલ વિચારની ગાથા,સત્માર્ગે જીવતા શ્રધ્ધાભક્તિ મળીજાય
નામોહની કોઇ માયા લાગે જીવનમાં,કે નાઆફત કોઇ આવી જાય
.....એજ સંત જલાસાંઇની ચીંધેલ કેડી પકડતા,પરમાત્માની કૃપા થઇ જાય.
શાંંન્તિ નો સહવાસ મળે જીવનમાં,એ પવિત્રરાહ દેહને આપી જાય
મનને મળેલ નિખાલસતાએજ જીવતા,મળેલ જન્મ પાવન થઇ જાય
અનેક જીવોને જલાસાંઇની રાહે શાંંન્તિ આપતા સુખની વર્ષા થાય
અજબ શક્તિશાળી દેવના અનેક સ્વરૂપ,જે અવનીએ દેખાઈ જાય
.....એજ સંત જલાસાંઇની ચીંધેલ કેડી પકડતા,પરમાત્માની કૃપા થઇ જાય.
===========================================================