January 3rd 2019
==
==
. .વ્હાલા બાબા
તાઃ૩/૧/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતા જીવનમાં,સાંઇબાબાના અનંતપ્રેમની વર્ષા થાય
મળેલ માનવદેહને સુખશાંંન્તિનો સંગાથમળતા,જીવનમાં પાવનકર્મ થઈ જાય
......એ નિર્મળપ્રેમ મળે સાંઇબાબાનો જીવને,અનંત શાંંન્તિનો સંગાથ પણ આપી જાય.
નિખાલસ ભાવનાથી ભક્તિ કરતા,સવારસાંજ બાબાની ભાવનાથી પુંજા થાય
પવિત્ર શક્તિ છે શેરડીમાં જે માનવતા મહેંકાવી,માનવદેહને પાવન કરી જાય
મળેલદેહની માનવતા પ્રગટે અવનીએ,જે બાબાનીકૃપાએ સદમાર્ગ આપી જાય
જીવનેમળે પરમાત્માની કૃપા જીવનમાં,એજ પાવનકૃપા જીવને મુક્તિ દઈ જાય
......એ નિર્મળપ્રેમ મળે સાંઇબાબાનો જીવને,અનંત શાંંન્તિનો સંગાથ પણ આપી જાય.
ૐ સાંઇરામ ૐ સાંઈશ્યામના સ્મરણથી,બાબાનો પાવનપ્રેમ જીવને મળી જાય
મળતી માયાને દુર કરે બાબાનીકૃપાએ,જે મળેલ દેહને સદમાર્ગનીરાહ દઈ જાય
પાવનકૃપા મળે જીવનમાં સદમાર્ગે,પરિવારને સુખશાંંન્તિની પાવનરાહ મળી જાય
પરમકૃપાળુ પરમાત્મા ભોલેનાથની કૃપા,જે સાંઇબાબાના વાણીવર્તનથી સમજાય
......એ નિર્મળપ્રેમ મળે સાંઇબાબાનો જીવને,અનંત શાંંન્તિનો સંગાથ પણ આપી જાય.
===================================================================