February 28th 2019
.
.
.શ્રી સાંઇબાબા
તાઃ૨૮/૨/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પરમકૃપા છે જગતપર,જે પવિત્ર દેહથી અવનીપર મેળવાય
પાવનરાહ મળે અખંડ જીવોને,જે શ્રધ્ધા અને સબુરીથી જીવને સમજાય
.......એ અવનીપર શેરડીમાં પુજ્ય સાંઇબાબા,જીવોને પવિત્રરાહ ચીંધી જાય.
શ્રધ્ધા એજ દેહનો વિશ્વાસ છે હિંદું ધર્મમાં,જે મુસ્લીમમાં સબુરી કહેવાય
મળેલદેહ એ કર્મના બંધનની કેડી,એ જીવને અનેક દેહો મળતાજ દેખાય
શંકરભગવાન અવનીપર કૃપા કરવા,શેરડીમાં સાંઇબાબા થઈ આવી જાય
પાવનરાહ ચીંધે દેહને અવનીપર,જે કળીયુગમાં પવિત્રદેહ લઈ પ્રેરતા જાય
.......એ અવનીપર શેરડીમાં પુજ્ય સાંઇબાબા,જીવોને પવિત્રરાહ ચીંધી જાય.
ૐ શ્રી સાંઇનાથાય નમઃના પવિત્ર સ્મરણથી,જગતપર પાવનરાહ મળીજાય
નિર્મળ જીવન સંગે નિખાલસપ્રેમ મળે,જ્યાં બાબાના પ્રેમનો અનુભવ થાય
આવીઆંગણે કૃપામળે પરિવારને,એ જીવનમાં સુખશાંંન્તિની વર્ષા કરી જાય
મોહમાયા નાસ્પર્શે દેહને જીવનમાં,જે નિર્મળશ્રધ્ધા સબુરીને બાબાઆપીજાય
.......એ અવનીપર શેરડીમાં પુજ્ય સાંઇબાબા,જીવોને પવિત્રરાહ ચીંધી જાય.
=============================================================
No comments yet.