July 31st 2020
. . પરમશક્તિ
તાઃ૩૧/૭/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મનો સંબંધ અવનીપર જીવને,મળેલદેહને સમય સમયે સમજાય
કુદરતની આ પાવનરાહ જગતપર,માનવીને પવિત્રરાહ આપીજાય
.....મળતી માનવતા દેહને પરમકૃપાએ,જે સત્કર્મની પાવનરાહ આપી જાય.
ભક્તિરાહને સમજીને ચાલતા જીવનમાં,પરમાત્માનીજ પુંજા કરાય
મનથી કરેલમાળા સવારસાંજ,જ્યાં સુર્યદેવનુ આગમન ઓળખાય
પરમ શક્તિશાળી એજ દેવ છે,જે જગતપર ઉદયઅસ્તથી દેખાય
નમન કરીને વંદન કરતા ઓમ હ્રી સુર્યાય નમઃથી અર્ચના કરાય
.....મળતી માનવતા દેહને પરમકૃપાએ,જે સત્કર્મની પાવનરાહ આપી જાય.
અનેક પવિત્ર જીવોને દેહ મળ્યો છે,ભારતદેશમાં જે કૃપા કહેવાય
પરમાત્માના એસ્વરૂપો છે અવનીપર,જે નિમીત્તે મંદીરો બનાવાય
શ્રધ્ધા ભાવર્થી જીવન જીવતા,મળેલદેહ પર પરમાત્માની કૃપાથાય
ના માગણી રહે કે ના મોહમાયા અડે,જે પવિત્રકર્મ કરાવી જાય
.....મળતી માનવતા દેહને પરમકૃપાએ,જે સત્કર્મની પાવનરાહ આપી જાય.
==========================================================
No comments yet.