સ્વર્ગનુ સુખ
સ્વર્ગનુ સુખ
તાઃ૧/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્વર્ગનુ સુખ મળે મને ઘરમાં,ને ભક્તિ સાચીથાય
પ્રભુ રામની મળે કૃપા ,ને સંત જલાસાંઇ હરખાય
……..સ્વર્ગનુ સુખ મળે મને.
નિર્મળતાની પકડી કેડી, ત્યાં પ્રેમની દીઠી પહેલી
સવાર સાંજની ભક્તિ પ્યારી,જે ધુપદીપથી થાય
મન અને માનવતા મળતા,પવિત્ર જીવન દેખાય
……સ્વર્ગનુ સુખ મળે મને.
ભક્તિ ભાવની દોર પકડી,જીંદગીની નાવ ધકેલી
પત્નીપુત્ર સંગ પ્રહર પારખી,થઇરામનામથી પ્રીત
સંસારીસંતો મળી ગયા,જેણે ભક્તિની દીધી કસોટી
…….. સ્વર્ગનુ સુખ મળે મને.
અર્ચનઆરતી કરતાંઘરમાં,મહેંક ભક્તિનીપ્રસરીજાય
મનવચન,વાણીવર્તન અમારા,પ્રીતમાંપવિત્ર થાય
હરપળમાં સહવાસ પ્રભુનો,ને દુઃખનો અણસાર જાય
…….સ્વર્ગનુ સુખ મળે મને.
ડગલે પગલે પાવન સ્પંદન,પ્રેમે હૈયામાં મળી જાય
પ્રભુભક્તિનો આનંદ અનેરો,ના કદી મુખથી કહેવાય
પામર મળેલ દેહ જગમાં,ફરી ના પામે આ અવતાર
……..સ્વર્ગનુ સુખ મળે મને.
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ