May 8th 2017
. .વડીલની લાયકાત
તાઃ૮/૫/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળે જીવને અવનીએ.ત્યાં સંબંધનો સંગાથ મળી જાય
મળેલ સંસ્કારને પકડી ચાલતા,મળેલદેહની લાયકાત સમજાય
......વંદન કરતા વડીલને,મળેલ આશિર્વાદથી ઉજ્વળ જીવન થાય.
વડીલને બંધન ઉંમરના જીવનમાં,અનુભવનીઆંગળી પકડી જાય
માનવતાની મહેંક પ્રસરે સંસારમાં,જે જોતા ધણાને પ્રેરણા થાય
પગે લાગીને આશીર્વાદ મેળવતાજ,પરમાત્માની કૃપા અનુભવાય
માગણી મોહના બંધનને છોડી જીવતા,વડીલને પાવન કહેવાય
......વંદન કરતા વડીલને,મળેલ આશિર્વાદથી ઉજ્વળ જીવન થાય.
શબ્દની શીતળકેડી પકડી ચાલતા,અનેકનો નિર્મળપ્રેમ અડી જાય
શ્રધ્ધા રાખીને વડીલને મળતા,પ્રેમથી પાવન રાહ પણ મળી જાય
અંતરથી મળે આશીર્વાદ વડીલના,જીવને મુક્તિમાર્ગે જ દોરી જાય
ના કોઇ અપેક્ષા રહે જીવનમાં,ના કોઇ ચિંતા કે મોહ અડી જાય
......વંદન કરતા વડીલને,મળેલ આશિર્વાદથી ઉજ્વળ જીવન થાય.
===================================================
April 19th 2017
. .બુધ્ધદેવ
તાઃ૧૯/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમની પાવનકેડીનો સહવાસ મળે,જે નિર્મળ જીવન આપી જાય
મળે સુર્યપુત્ર બુધ્ધદેવની કૃપા,જ્યાં ૐ બુ બુધાય નમઃને સ્મરાય
.......પવિત્રરાહ એ મહાશક્તિશાળી સુર્યદેવની કૃપાએ મળી જાય.
અવનીપર આવી મળે પ્રભાત,સંગે અસ્તનેય સુર્યદેવથી મેળવાય
અજબ શક્તિશાળી ને એજ કૃપાળુ દેવ છે,જે દર્શનથી સમજાય
બુધ્ધદેવ એ પ્રેમાળ પુત્ર છે સુર્યદેવના,જે તેમની લાયકાતે દેખાય
અવનીપરના અનેક જીવોને શ્રધ્ધાએ,પાવનજીવન એ આપી જાય
.......પવિત્રરાહ એ મહાશક્તિશાળી સુર્યદેવની કૃપાએ મળી જાય.
આગમન વિદાય જીવનો અવનીએ,એ તો કર્મનો સંબંધ કહેવાય
નિર્મળ ભક્તિ એ સંબંધ જીવનો,જે પવિત્ર રાહે જીવતા મેળવાય
માતાપિતાની કૃપા મળી બુધદેવને,જે તેમની ભક્તિએ મળી જાય
ઉત્તમ જીવન બને માનવદેહનુ,જે બુધદેવની દ્રષ્ટિએ જ મેળવાય
.......પવિત્રરાહ એ મહાશક્તિશાળી સુર્યદેવની કૃપાએ મળી જાય.
===================================================
March 20th 2017
. .સંબંધ સંતાનના
તાઃ૨૦/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્મનાબંધન જીવને સ્પર્શે,જે આવનજાવનથી સમજાય
મળેલદેહ એ સંબંધનાસ્પર્શે,મલેલદેહથી જીવને દેખાય
.....માબાપનોપ્રેમ એ નિમીત બને,જે જન્મ મળે અનુભવાય.
પ્રેમ માબાપનો પકડે જીવને,જે સંતાન સ્વરૂપેદેખાય
અવનીપર આગમન મળે.જે કર્મનાબંધનથીજ બંધાય
કુદરતની આકૃપા છે ન્યારી,મળેલદેહના વર્તને દેખાય
આજકાલના સ્પર્શેદેહને,જ્યાં ભક્તિજ્યોત પ્રગટી જાય
.....માબાપનોપ્રેમ એ નિમીત બને,જે જન્મ મળે અનુભવાય.
સંતાન છે પ્રેમ માબાપનો,જે કર્મબંધનને સ્પર્શી જાય
પ્રેમમળે પિતાનો નિર્મળ,એ જીવનનીરાહ આપી જાય
મળે પ્રેમ માતાનો સંતાનને,ભક્તિરાહનેએ ચીંધીં જાય
કર્મબંધન સ્પર્શે જીવને,જે અવનીપરના દેહથી દેખાય
.....માબાપનોપ્રેમ એ નિમીત બને,જે જન્મ મળે અનુભવાય.
===============================================
March 8th 2017
બહેનના હસ્તમેળાપ પછી સત્કાર સમારંભમાં ભાઈ આગીત ગાય છે
.મને જંગલી કહે
પ્રદીપ બ્રહ્મભટ્ટ
યાહુ....યાહુ....
ચાહે બેન મને જંગલી કહે,કહેવાદો જે કહેવુ હોય તે કહે
હું પ્રેમના સાગરમાં ઘેરાયો,હુ શુ કરુ.......ચાહે બેન મને
મારા દેહમાં પણ દીલ છે,જીવનમાં આશાના અરમાન
મને પત્થર તો ના સમજો,હું અંતે છુ અવતાર..(૨)
રાહ મારી છે એકજ,જે પર દુનીયા છે ચાલે....(૨)…..ચાહે બેન મને.
એક મુદ્દતથી તોફાન છે,મારા જીવને કરે છે બેચેન
ક્યાં સંતાયો ક્યાં સંતાઉ,ક્યાં મળે અંતરનો પ્રેમ...(૨)
રાહ ક્યાંથી હું જોઉ,ક્યાં કોઇથી હું ડરુ…..(૨).......ચાહે બેન મને.
ના સમય કોઇથી પકડાયો,છે આગ આ કળીયુગની
મળેલ આ માનવદેહને,ઘબરાવી રહી છે આજ...(૨)
હું અહીં કે તહીં,આ છે ધરતી કે આકાશ....(૨)…/...ચાહે બેન મને.
======================================================
ફીલ્મ- સંસ્કાર
કથા,પટકથા,ગીત પ્રદીપ બ્રહ્મભટ્ટ (અમેરીકા)
--------------------------------------------------
August 30th 2016
ડૉ. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી,અમદાવાદ
. . 
. જન્મદીનનીશુભેચ્છા
. (૩૧ ઑગસ્ટ ૧૯૩૨)
તાઃ૩૧/૮/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ(હ્યુસ્ટન)
પરમકૃપા પરમાત્માની છે,જ્યાં નિર્મળ જીવન જીવાય
પ્રેમ મળે સગા સંબંધીઓનો,જે જન્મદીવસથી ઉજવાય
………..એવા પ્રેમાળ હરગોવિંદભાઈનો, આજે જન્મદીવસ ઉજવાય.
મળ્યો પ્રેમ માતા શારદાબાનો,જીવનમાં સુખશાંન્તિ દઈ જાય
રાહ મળી પિતા લક્ષ્મીશંકરથી,એ ભણતરની કેડીએ દેખાય
પાવનરાહે જીવન જીવતા અનેક દેહોને,સુખશાંન્તિ આપી જાય
અદભુતસેવા જીવનમાં કરતા,દેહ પર સન્માનની વર્ષા થાય
………….એવા પ્રેમાળ હરગોવિંદભાઈનો, આજે જન્મદીવસ ઉજવાય.
વ્હાલા કાર્તિકભાઈને મળે પ્રેમ મોટાભાઈનો અનંતઆનંદ દઈ જાય
સાગર જેટલો પ્રેમ હરગોવિંદભાઈનો,જે લાખો જીવોને મળી જાય
સંત જલાસાંઇને પ્રાર્થના કરે પ્રદીપ,જન્મદીને પરમકૃપા મળી જાય
સુખશાંન્તિની વર્ષા થાય તેમના પર,એજ પ્રાર્થના પરમાત્માને.
…………….એવા પ્રેમાળ હરગોવિંદભાઈનો, આજે જન્મદીવસ ઉજવાય.
] ********************************************************
પરમ પુજ્ય ડૉકટર હરગોવિંદભાઈનો આજે ૮૪ના જન્મદીનની શુભેચ્છા નીમિત્તે
આ લખાણ તેમને સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ અને શ્રી કાર્તિકભાઈના જય જલારામ જય સાંઈરામ સહિત
હ્યુસ્ટનથી હેપ્પી બર્થડે.
August 30th 2016
. .મા વ્હાલનો દરિયો
તાઃ૩૦/૮/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મમ્મી મારી છે વ્હાલનો દરિયો,જીવને સુખશાંન્તિ મળી જાય
દેહ મળ્યો અવનીએ જીવને,જે માબાપની પરમકૃપાકહેવાય
………..એ માતાનો પ્રેમ સંતાનને,જે જીવને જન્મમરણથી સમજાય.
નિર્મળ પ્રેમથી મમ્મી વ્હાલ કરે,જે બાળકથી ના કદીય ભુલાય
આંગળી પકડીને પગલા ભરતા,ડગલે ડગલુ સાચવીને ચલાય
નામળે કોઇ તકલીફ આવીને,કે ના અપેક્ષા જીવનમાં અથડાય
એજ મમ્મીનો વ્હાલનો દરિયો,જે જીવને અનંતશાંન્તિ દઈ જાય
…………એ માતાનો પ્રેમ સંતાનને,જે જીવને જન્મમરણથી સમજાય.
બાળપણમાં જ્યાં પ્રેમ મળ્યો,ત્યાં પાવનરાહ જીવને મળી જાય
જુવાનીમાં રાહ મળી પિતાજીથી,જીવન ઉજ્વળરાહે ચાલી જાય
સમય નાપકડાય કોઇથી,પણ સદાય પ્રેમ માબાપનો મેળવાય
એજ અદભુતલીલા અવીનાશીની,વ્હાલના દરીયાથીમળી જાય
…………એ માતાનો પ્રેમ સંતાનને,જે જીવને જન્મમરણથી સમજાય.
=========================================
March 18th 2016
. .મમતા અને પ્રેમ
તાઃ૧૮/૩/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માની મમતા ને પ્રેમ પિતાનો,સંતાનને સુખ આપી જાય
માનવતાની મહેંક પ્રસરતા,જીવનમાં શાંન્તિ મળી જાય
…………કુદરતની અસીમકૃપાને પામતા,નિર્મળ ભક્તિરાહ મેળવાય. કર્મની કેડી જીવને સ્પર્શે,જે મળેલ દેહથી જીવને સમજાય
લાગણી માગણી એ દેહની સીડી,જે સમય સંગે ચાલીજાય મળે માતાના આશિર્વાદ સંતાનને,પાવનરાહ આપી જાય
પળે પળને વિચારી ચાલતા,સફળતાના વાદળ છલકાય
…………કુદરતની અસીમકૃપાને પામતા,નિર્મળ ભક્તિરાહ મેળવાય. જીવને મળેલ માનવદેહ,પિતાના પ્રેમથી સત્કર્મ સહેવાય
ઉજ્વળ જીવનની રાહ લેવા,ભણતરની સાચી કેડી પકડાય
ચીંધેલ આંગળી પિતાની સંતાનને,પાવન પગલાએ દેખાય
મળે મમતા માતાનીને પિતાનોપ્રેમ ઉજ્વળ જીવનકરીજાય
…………કુદરતની અસીમકૃપાને પામતા,નિર્મળ ભક્તિરાહ મેળવાય.
=======================================
March 10th 2016
. .મા તારી મમતા
તાઃ૧૦/૩/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મા તારી નિર્મળ મમતાએ,મારા જીવને ઉજ્વળ રાહ મળી ગઈ
મળ્યો પ્રેમ સંતાનને તારો,જગતમાં પ્રેમની જ્યોત પ્રગટી ગઈ
……એ નિખાલસ પ્રેમની કૃપા મા,મને જીવનમાં સાચીભક્તિ આપી ગઈ.
મોહ અને માયા નાસ્પર્શી,જે જગતમાં કળીયુગનીરાહ આપે અહીં
માનવતાને સાચવી રાખવા માડી, તારી મને મમતા મળી ગઈ
ઉજ્વળ જીવનની કેડી મળી કૃપાએ,જે નિર્મળ જીવન કરી ગઈ
અખંડશાંન્તિની કૃપામળતા,મારી જલાસાંઇની ભક્તિ સાચીથઈ
……એ નિખાલસ પ્રેમની કૃપા મા,મને જીવનમાં સાચીભક્તિ આપી ગઈ.
અવનીપર મને દેહ મળ્યો માબાપથી,સંતાન થઈ જગે જીવાય
માબાપના પ્રેમની નિર્મળરાહ મળે જીવને,જે કર્મબંધન કહેવાય
નિર્મળ ભાવે ભક્તિ કરતા જીવનમા,માનવતાય સચવાઈ જાય
અપેક્ષાના વાદળને છોડતા જીવનમાં,નિર્મળ રાહ પણ મળીજાય
……એ નિખાલસ પ્રેમની કૃપાએ મા,મને જીવનમાં સાચીભક્તિ આપી ગઈ.
===========================================
February 27th 2016
. .આશિર્વાદની વર્ષા
તાઃ૨૭/૨/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પરમ કૃપાએ,જીવ પર આશિર્વાદની વર્ષા થાય
સમયની ઉજ્વળરાહ મળતા,પવિત્રજીવનુ આગમન થઇજાય
…………સંત જલાસાંઇની અસીમ કૃપાએ,સંસારની કેડી ઉજ્વળ થઈ જાય.
નામોહ માયા સંતાનને સ્પર્શે,કે નાદેખાવની દુનીયા અડી જાય
પાવનરાહે જીવન જીવતાજ,અનંત શાંન્તિ જીવનમાં મળી જાય
કરેલ પવિત્ર કર્મથી જીવને,ના આધિ કે ના વ્યાધી કોઇ અથડાય
પરમકૃપા પરમાત્માની થતા,પવિત્રજીવ સંતાન થઈ આવીજાય
…………સંત જલાસાંઇની અસીમ કૃપાએ,સંસારની કેડી ઉજ્વળ થઈ જાય. આજને સમજી જીવનમાં જીવતા,આવતીકાલ ઉજ્વળ થઈ જાય
મળે આશિર્વાદની વર્ષા સંબંધીઓની,જે પાવનરાહ આપી જાય
અનુભવની આ પવિત્રગંગા વહેતા,મળેલ જન્મ સફળ થઈજાય
માતાજીની અસીમકૃપા અનુભવતા,મળેલ જીવન નિર્મળ થાય
…………સંત જલાસાંઇની અસીમ કૃપાએ,સંસારની કેડી ઉજ્વળ થઈ જાય. =+++++++++++++++++++++++++++++++++++++++++=
February 21st 2016
. .સિધ્ધી વિનાયકની કૃપા

. .પવિત્ર પ્રેમ
તાઃ૨૧/૨/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રદીપપંડ્યાનો પ્રેમ નિખાલસ,જીવને સુખશાંન્તિ આપી જાય
પવિત્ર પ્રેમની રાહે ચાલતા,જીવનસંગીની પુંજા મળી જાય
…………….નિર્મળ ભાવે પ્રેમ પકડતા,પુંજા આજે હ્યુસ્ટન આવી જાય.
સિધ્ધીવિનાયક દેવ મુંબઈથી આવ્યા,જે પવિત્રરાહ કહેવાય
પુંજાની પવિત્ર ભાવનાએ,પ્રદીપની આંગળી પકડાઈ જાય
એ જ સાચો પ્રેમ જીવનમાં,જે સાચી ભક્તિ એ જ મળી જાય
સિધ્ધી વિનાયકની કૃપાએ,પ્રદીપ પુંજાના પ્રેમબંધન થાય
……………નિર્મળ ભાવે પ્રેમ પકડતા,પુંજા આજે હ્યુસ્ટન આવી જાય.
ભણતરની કેડી પકડી પુંજાએ,જે માનવતાને મહેંકાઇ જાય
ઉજ્વળ જીવન જીવતા પવિત્રરાહે,પ્રદીપનો સંગ મળી જાય
જીવનસાથીનાબંધન લગ્નથીમળે,જ્યાં માબાપની કૃપાથાય
નિખાલસપ્રેમથી શ્રધ્ધા રાખતા,જીવને ઉજ્વળ રાહમળીજાય
……………નિર્મળ ભાવે પ્રેમ પકડતા,પુંજા આજે હ્યુસ્ટન આવી જાય.
===========================================
. .અમેરીકામાં પ્રથમ સિધ્ધી વિનાયક મંદીર હ્યુસ્ટનમાં કરનાર મહારાજ
શ્રી પ્રદીપ પંડ્યાના પત્ની શ્રીમતી પુંજાબેન આજે તાઃ૨૧/૨/૨૦૧૬ના રોજ
હ્યુસ્ટનમાં આવી ગયા છે તે યાદ રૂપે મારા અંગત સંબંધને કારણે આ કાવ્ય
પ્રદીપ અને પુંજાને યાદગીરી રૂપે ઑમ શ્રી ગણેશાય નમઃ સહિત સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવારના જય જલારામ. (રવિવાર ૨૧/૨/૨૦૧૬)
+++++++++++++++++++++++++++++++++++++++++++++