December 3rd 2009
મુક્તિને કિનારે
તાઃ૩/૧૨/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીલ મારું ના દરીયા જેવું, ના કોઇ મોટા વિચાર
આવે જ્યાં ઉભરો સાગરનો,ત્યાંભક્તિ કરુ લગાર
………..દીલ મારું ના દરીયા જેવું.
માયામમતાએ દેહના બંધન,જીવથીછે એ અળગા
કૃપાપામવા કૃપાળુની,છોડવા ચોંટેલા જગનાલફરા
મળશે વણકલ્પેલો પ્રેમદેહને,જે રામનામ લઇઆવે
નીત સવારે સ્મરણ કરતાં,ના વ્યાધી જગમાં ફાવે
……….દીલ મારું ના દરીયા જેવું.
સાચોસ્નેહ ને સાચો પ્રેમ,જીવને મુક્તિ કિનારે લાવે
દરીયાનાએ ઉભરાજગના,એ પ્રેમનીતોલે ના આવે
જગના બંધન જીવને મળેલા,પુરણ કરવા કોઇ કાળે
શરણુ લેતા જગતપિતાનું,છુટે દેહ મુક્તિએ તત્કાળે
……….દીલ મારું ના દરીયા જેવું
())))))))))))))))))))))))))()))))))))))))))))))))))))()
December 1st 2009
जगतका नाता
ताः१/१२/२००९ प्रदीप ब्रह्मभट्ट
ना हीन्दु हुं मैं,ना मैं हुं मुसलमान
ना पारसी हुं मैं,ना मैं हुं ख्रीस्ती
परम शक्तिकी सृष्टि हुं मैं,मैं कर्मोका बंधन
……… ना हीन्दु हुं मैं.
जगमै आके चलता हरपल,ना मंझीलका किनारा
दिल दुनीयाका येहै बंधन,ना उसमेंकोइ है स्पंदन
जन्ममीला जबआया जगमै,मीला जगतका नाता
पुरण करना है वो बंधन,जो जगमें है मैंने पाया
…….ना हीन्दु हुं मैं.
रिश्तेनाते पाये जगमें,जबतक है देहका ये बंधन
जीव जगतमै नाकोइ नाता,नाकुछ कर वो पाता
कर्मका बंधन देहसे रहेता,ये जगतमें लेके आता
कृपाप्रभुकी आशीशसंतकी,ना जीवजगमें देहपाता
……..ना हीन्दु हुं मैं.
================================
November 27th 2009
મહેનતનું ફળ
તાઃ૨૭/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખી મહેનત કરતાં,કામ સફળ થઇ જાય
આવતી વ્યાધી દુરચાલે,જ્યાંઉપાધી ભાગી જાય
………શ્રધ્ધા રાખી મહેનત કરતાં.
મક્કમ મનને ભેંટ મળે,જ્યાં મહેનત લાગી જાય
પ્રેમથી કરતાં કામમાંજ ભઇ,સહવાસી મળી જાય
નારાયણનું સ્મરણ કરતાં,જેમ પ્રભુ કૃપા મેળવાય
સાચી શ્રધ્ધા પકડી રાખતાંજ,મહેનત સફળ થાય
……….શ્રધ્ધા રાખી મહેનત કરતાં.
એક બે ની નાટેવ રાખતાં,સધળા જ્યાં મળી જાય
ચલ ફટાફટ સાંભળી લેતાં,સૌ માનવ પણ હરખાય
સત્યતાનીસીડી પકડતાં,મનને મહેનત લાગીજાય
આવે ઉત્સાહની વેળા જ્યાં,પ્રેમ પણ ઉભરાઇ જાય
………..શ્રધ્ધા રાખી મહેનત કરતાં.
સાચી લાગણી ને સાચો સ્નેહ, આંગણે આવી જાય
મધુરમિલનની વેળામળે,જ્યાં સચ્ચાઇને સચવાય
કુદરતની દ્રષ્ટિ પડતાં,માનવજન્મ સફળ થઇજાય
ફળની આશા ના છતાં,માનવ મહેરામણ ઉભરાય
…………શ્રધ્ધા રાખી મહેનત કરતાં.
%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ%ઽ
November 26th 2009
સંતોષી મન
તાઃ૨૫/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળી જાય મન માગ્યુ જ્યારે,ના કોઇ રહે વિચાર
પ્રેમ જગમાં ઉજ્વળ એવો,ના ક્યારે જુએ કોઇવાર
……..મળી જાય મન માગ્યુ.
એકલતાના ભઇ આશરે,જ્યાં માનવમન ભચકાય
સથવારાને એ શોધીરહે,તોય નાસાથકોઇ દઇજાય
મુંઝવણ આવે વણ માગેલી,જે બારણે ખકડી જાય
ઓવારો કે ના કિનારો મળે,ને જીવન ભડકી જાય
……..મળી જાય મન માગ્યુ.
હાથપ્રસારી માગણીનીકુટેવ,જે દેહમળતા મળીજાય
જોઇ લેતા જગના જીવનને,પાવન જીવ દુખી થાય
પ્રભુભક્તિને પકડીલેતાં જ,મુંઝવણ દુર ભાગી જાય
શાંન્તિ આવતાં જીવનમાં,મનને સંતોષ મળી જાય
…….મળી જાય મન માગ્યુ.
શીતળ સ્નેહની આશા રાખી,મોહ જગતમાં ફર્યા કરે
આંધીકેવ્યાધી નાસમજે,માગણી જીવનીકદીનાઅટકે
આજે આવશે કાલેમળશે,સદામોહમાંમન લટકીરહેશે
સદીયોમાં એ વિસરાઇ રહેશે,ના કદી આ દેહે મળશે
…….મળી જાય મન માગ્યુ.
———————————————————-
November 24th 2009
પંખીની પાંખ
તાઃ૨૩/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાંખ જોઇ પંખીની મને,ઉમંગ મનમાં આવે
સમયને પારખી જગમાં,તરત ઉડી જાય એ
………..પાંખ જોઇ પંખીની મને.
નિર્મળમન ને ઉજ્વળજીવન,પ્રેમસદા લઇ આવે
રાખીશ્રધ્ધા રામનામમાં,જીવનમાં ઉમંગછે લાવે
કળીયુગના ચમત્કારમાં,નાવ્યાધી જીવનમાંઆવે
કરીકામ દયાના જીવથી,જીવ મુક્તિ નજીક લાવે
………પાંખ જોઇ પંખીની મને.
કરુણાસાગર અવિનાશીની,કૃપા જીવનેઅહીં લાવે
મનુષ્ય જીવન પામી લેતા,જીવન ઉજ્વળ માણે
પંખી કેરા જીવનમાં,પૃથ્વીએ પ્રભાત સુરજ લાવે
સમય પારખી ઉડીજતાં,ના તકલીફ જીવને આવે
………પાંખ જોઇ પંખીની મને.
આજકાલની ના ચિંતા,જેને સમય પકડતા ફાવે
રાહ જોવાની જેને કુટેવ,ના જીવનમાં ફળ લાવે
મન મહેનત ને લગનમાં, સદા રહેવામાં સતેજ
મળશે મોક્ષ પ્રભુથી,જે જીવને મળીજ જશે સદેહે
………પાંખ જોઇ પંખીની મને.
((((((((((((((૦૦૦૦૦૦૦૦૦)))))))))))))૦૦૦૦૦૦૦૦૦૦
November 23rd 2009
કળીયુગની કરામત
તાઃ૨૨/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વણ માગેલી માયા,ને સાથે મોહ મળી જાય
કળીયુગની લીલામાં,માનવતા ખોવાઇ જાય
………વણ માગેલી માયા.
સંબંધ જગતમાં એવો,જે જીવને જકડી જાય
દેહ મળતા જીવને જગે,વણ માગે મળી જાય
કુદરતનીઆ લીલામાં,એક બંધન આવી જાય
મળી જાય મોહમાયા,ત્યાંમાણસાઇ ચાલીજાય
……..વણ માગેલી માયા.
જકડી જાય જીવનને જે,તેને મોહ છે કહેવાય
શરીરના આબંધન એવા,ના કોઇથીય છોડાય
ભાગવા જ્યાં માનવ કરે,ત્યાં જીવન જકડાય
માર્ગ મુક્તિનો મળે,જ્યાં પ્રભુભક્તિ થઇ જાય
……..વણ માગેલી માયા.
અવનીપર ના આગમને,જીવ દેહધરીને આવે
કૃપા પરમાત્માની મળે, તો માનવ દેહને લાવે
સમજીવિચારી શરણુ લેતા,જગના બંધન ભાગે
મુક્તિનોમાર્ગ મોકળોથતાં,પરમાત્મા લેવાઆવે
……..વણ માગેલી માયા.
================================
November 16th 2009
શ્રધ્ધા એજ સફળતા
તાઃ૧૫/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતના જીવને કર્મનાબંધન,ના પારખી શક્યુ છે કોઇ
કુદરતના વ્યવહારને જગતમાં,ના જાણી શક્યુ છે કોઇ
……..જગતના જીવને કર્મના.
અવની પરના આગમનમાં,જીવને છે જગતના બંધન
માનવમન જો પારખી જાણે,નારહે ફરી જગે અવતરણ
કુદરતની છે એકજ નીતી,કરેલ કર્મનાફળ મળે છે અહીં
શ્રધ્ધા સાચી મનમાં રહેતા,શાંન્તિ જ મળશે જીવનેઅહીં
………જગતના જીવને કર્મના.
હાથ પગની જ્યાં ચાહત મહેનત,પ્રભુ કૃપા મળી જાય
દેહનીવ્યાધી દુરરહે ત્યાં,જ્યાંલગની મનથી લાગીજાય
એક એક તાંતણો જોડાતા,સાચી કેડી જીવને મળી જાય
સફળતાનો સહવાસ મળે ત્યાં,જ્યાં શ્રધ્ધા સાચી થાય
……….જગતના જીવને કર્મના.
=================================
November 10th 2009
મેળવી દીધી
તાઃ૯/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સચ્ચાઇને સંગે રાખી,જ્યાં મનમાં વાળી ગાંઠ
રાહ ઉજ્વળ પણ દીઠી,જે મળવામાં ના બાધ
…….સચ્ચાઇને સંગે રાખી.
ડગલુ માંડતા પહેલા જ,મળી જાય છે અણસાર
સાચવીને જગમાં ચાલતા,ના ઠોકર પણ ખવાય
પ્રભુકૃપાને પામવા જગે,જ્યાં ભક્તિ ઘરમાંથાય
મુક્તિ જીવ મેળવી લેશે,જ્યાં શ્રધ્ધા સાથેરખાય
…….સચ્ચાઇને સંગે રાખી.
માબાપને ચરણે શીશ ધરે,ત્યાં હૈયુ ઉભરાઇ જાય
આશિર્વાદની વર્ષા વરસે, જ્યાં પ્રેમે વંદન થાય
સરળતાને સફળતા સંગે,જીવન પણ મહેંકી જાય
બારણુ ખોલતા પ્રભુ પધારે,ત્યાં જન્મ સફળ થાય
……..સચ્ચાઇને સંગે રાખી.
શક્તિ એકને નામ અનેક,જે ધરતીએ છે ભજાય
મોહ,માયાને મમતાસાથે,ત્યાં નાપ્રભુપ્રેમવર્તાય
ભીખ પ્રભુથી મુક્તિની,જે જીવની સાથે સંધાય
દુનીયાના બંધનને છોડતા,જલાસાંઇ મેળવાય
……..સચ્ચાઇને સંગે રાખી
*************************************
November 9th 2009
કળીયુગી પ્રેમ
તાઃ૮/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હાય બાયની બાંય પકડી,ચાલે છે જ્યાં પ્રેમ
અંત આવે વણમાગેલ,ના તેમાં છે કોઇ વ્હેમ
………હાય બાયની બાંય પકડી.
ડુંગર જેવા પ્રેમમાં,નજીક પહોંચતા ખચકાય
દેખાવ એવો જગમાં,ના માનવમન હરખાય
કદીક ઉભરો આવતાં,વ્હાલે તોરણપણ બંધાય
દેખાવના આંસુ વહી જતાં,પ્રેમી મન મલકાય
……..હાય બાયની બાંય પકડી.
દુનિયા આ દેખાવની,ના સત્યતાનો રહે સાથ
વ્યાધી નજીક આવતાં જ,ભાગે જ્યાં ત્યાં પ્રેમ
ના અવસરની છે ચિંતા, કે ના રહે કોઇ ઉમંગ
કળીયુગી પ્રેમમાં પડી જતા,અંત રહે ના ક્ષેમ
……..હાય બાયની બાંય પકડી.
હાય કહેતા વળગીચાલે,ના પ્રીત મનથી હોય
લાગણીને દઇ મુકી માળીયે,શોધતા જગે પ્રેમ
શબ્દોની માયાને લેતા,ના બચીશક્યુ કોઇ એમ
વિખરાયેલ લહેર વાળથી,બાય મનથી કહેવાય
……. હાય બાયની બાંય પકડી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
November 3rd 2009
પ્રભુની શોધ
તાઃ૨/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીવો લઇને દરીયો ઘુમ્યો,આકાશ પાતાળ મેં છંછેડ્યા
શોધવાનીકળ્યો સર્જનહારને,મળવાની થઇઅભિલાષા
……..દીવો લઇને દરીયો ઘુમ્યો.
કળીયુગમાં અણસાર મળ્યો,પ્રભુ પૃથ્વી એ મળનારા
ઉંચા તોતીંગ શીખરો જોઇ, પહોંચી ગયો હું પગપાળા
બારણુ ખોલતા ડબ્બાજોયા,જ્યાં દેખાય જગના લારા
રુપીયો પહેલા મુકતા હાલો,પછી ડૉલરનો આવે વારો
………દીવો લઇને દરીયો ઘુમ્યો.
મંત્રતંત્રની કલાને જોઇ,ભાગે ભુતપ્રેત જગે ભમનારા
મનની શાંન્તિને શોધવાસાથે,રાખે કંકુચોખાનાકુંડાળા
આવેલ બારણે નાછટકી શકે,જ્યાં જુએ જગે ચમકારા
ના મળે પરમાત્મા જગમાં,કે ના રહે કોઇ જગે સહારો
………દીવો લઇને દરીયો ઘુમ્યો.
***************************************