November 3rd 2009

પ્રભુની શોધ

                     પ્રભુની શોધ

તાઃ૨/૧૧/૨૦૦૯                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીવો લઇને દરીયો ઘુમ્યો,આકાશ પાતાળ મેં છંછેડ્યા
શોધવાનીકળ્યો સર્જનહારને,મળવાની થઇઅભિલાષા
                            ……..દીવો લઇને દરીયો ઘુમ્યો.
કળીયુગમાં અણસાર મળ્યો,પ્રભુ પૃથ્વી એ મળનારા
ઉંચા તોતીંગ શીખરો જોઇ, પહોંચી ગયો હું પગપાળા
બારણુ ખોલતા ડબ્બાજોયા,જ્યાં દેખાય જગના લારા
રુપીયો પહેલા મુકતા હાલો,પછી ડૉલરનો આવે વારો
                          ………દીવો લઇને દરીયો ઘુમ્યો.
મંત્રતંત્રની કલાને જોઇ,ભાગે ભુતપ્રેત જગે ભમનારા
મનની શાંન્તિને શોધવાસાથે,રાખે કંકુચોખાનાકુંડાળા
આવેલ બારણે નાછટકી શકે,જ્યાં જુએ જગે ચમકારા
ના મળે પરમાત્મા જગમાં,કે ના રહે કોઇ જગે સહારો
                           ………દીવો લઇને દરીયો ઘુમ્યો.

***************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment