November 23rd 2009

કળીયુગની કરામત

                 કળીયુગની કરામત

તાઃ૨૨/૧૧/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

વણ માગેલી માયા,ને સાથે મોહ  મળી જાય
કળીયુગની લીલામાં,માનવતા ખોવાઇ જાય
                         ………વણ માગેલી માયા.
સંબંધ જગતમાં  એવો,જે જીવને જકડી જાય
દેહ મળતા જીવને જગે,વણ માગે મળી જાય
કુદરતનીઆ લીલામાં,એક બંધન આવી જાય
મળી જાય મોહમાયા,ત્યાંમાણસાઇ ચાલીજાય
                           ……..વણ માગેલી માયા.
જકડી જાય જીવનને જે,તેને મોહ છે કહેવાય
શરીરના આબંધન એવા,ના કોઇથીય છોડાય
ભાગવા જ્યાં માનવ કરે,ત્યાં જીવન જકડાય
માર્ગ મુક્તિનો મળે,જ્યાં પ્રભુભક્તિ થઇ જાય
                          ……..વણ માગેલી માયા.
અવનીપર ના આગમને,જીવ દેહધરીને આવે
કૃપા પરમાત્માની મળે, તો માનવ દેહને લાવે
સમજીવિચારી શરણુ લેતા,જગના બંધન ભાગે
મુક્તિનોમાર્ગ મોકળોથતાં,પરમાત્મા લેવાઆવે
                           ……..વણ માગેલી માયા.

================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment