November 3rd 2009
પાપનો ભાર
તાઃ૨/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ડગલે પગલે મહેંક વરતાવે,ને સમજાવે જગમાંય
આ કરવાથી આ મળશે,ત્યાં જીવન જ ડોલી જાય
…….ડગલે પગલે મહેંક વરતાવે.
પ્રભુ કૃપા તો દુર રહે, જ્યાં મુક્તિના બતાવે દ્વાર
માણસાઇની ના મહેંક રહે,જ્યાં દાન પેટી દેખાય
જીવની જગમાં એક માગણી,મુક્તિ ખોલે જ દ્વાર
દેખાવની ઝંઝટ છે એવી,ભાર પાપનો દઇ જાય
……..ડગલે પગલે મહેંક વરતાવે.
માનવમનના ભોળપણાને,દેખાવથી એ ખેંચી જાય
ભક્તિના સંબંધ બીજાથી,એતો પવિત્રમનથી થાય
કુદરતના એ પવિત્ર નિયમ,જે ભક્તિ એ જ દેખાય
જગતજીવને શાંન્તિ દેતા,ના પાપ તમને અથડાય
………ડગલે પગલે મહેંક વરતાવે.
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
November 3rd 2009
પુણ્યનો પ્રતાપ
તાઃ૨/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળતાની વર્ષા જ્યાં વરસે,ને આશિર્વાદે પ્રેમ
જીવન ઉજ્વળ લાગે જગે,એછે પરમાત્માની દેન
…….શીતળતાની વર્ષા જ્યાં.
જગજીવન તો વળગી ચાલે,ના એ મુકે કોઇ દેહ
આગળપાછળ ચાલતાં રહેતા,માનવ જગમાંજેમ
સવાર સાંજની સૃષ્ટિ એવી,જીવને જગેમળીજાય
ભક્તિની લગની અનોખી,જે લાવે જગમાં રહેમ
…….શીતળતાની વર્ષા જ્યાં.
માળા કરતાં મનની ભક્તિ,સદકર્મે જ લઇ જાય
સમય પકડી ચાલતા માનવ,પુણ્યકર્મ કરી જાય
જલાસાંઇની ભક્તિ લેતા,પાવન દ્વાર મળી જાય
પુણ્યપામી જીવજગતમાં,સાર્થક જીવનજીવીજાય
………શીતળતાની વર્ષા જ્યાં.
દાન દેખાવની પ્રણાલી, ના ભક્તિને વળગી જાય
ભક્તિદાન જગમાંનિરાળું,જીવનમાંએ દે અજવાળુ
આવી આંગણે જીવ જગતના,સ્નેહપ્રેમ મેળવીજાય
પ્રતાપ પુણ્યનો એવો,ના જગમાં એ શોધવા જેવો
…….શીતળતાની વર્ષા જ્યાં.
===================================
October 27th 2009
જીવનસંગીત
તાઃ૨૬/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અલખની અલબેલી લીલા,ના સમજી ના સમજાય
તાંતણે તાંતણા મળીને ચાલે,તોય દોર ના દેખાય
…….અલખની અલબેલી લીલા.
માનવજીવન મહેંકી ઉઠે,ને જીવન સત્કર્મે સચવાય
કદમકદમ પર પ્રેમ મળે,જ્યાં પ્રભુ કૃપા મળી જાય
સુખદુઃખનો એ સથવાર રહે,જે ભક્તિએ તરી જવાય
મોહમાયાના છુટતાબંધન,જીવને શીતળતાદઇ જાય
……..અલખની અલબેલી લીલા.
સરગમનો સંબંધ સુરથી,સાંભળી શીતળતા લેવાય
શાંન્તિ મનને દેતા સ્વરે,સ્પંદન પરમ પ્રેમના થાય
જીવનની જ્યોત ભક્તિએ,ને સંગીત સરગમે દેવાય
મળે જગમાં જ્યાં એ તાંતણે, જીવનસંગીત કહેવાય
……..અલખની અલબેલી લીલા.
====================================
October 25th 2009
મૃત્યુનો અણસાર
તાઃ૨૪/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મૃત્યુનો અણસાર મળે, તોય માયા દેહના છોડે
વળગી રહી દેહને એવી,ના જગના બંધન તોડે
…….મૃત્યુનો અણસાર મળે.
મોહ મમતાને માયાનો,જગમાં સંબંધ છે અનેરો
જન્મ ને જીવનો છે નાતો,તેમ દેતો જીવને હેલો
ક્યાંથી ક્યાં કે ક્યારે આવે,સુખદુઃખનો અણસાર
નામાનવી જગમાં પામીશકે,કૃપાપ્રભુની અપાર
………મૃત્યુનો અણસાર મળે.
સ્નેહ સંતાનને પારખી લેવા,માયા મહેંક જગાવે
જીવને જગમાં શાંન્તિ દેવા,જલાસાંઇ થઇ આવે
મુક્તિ દ્વાર ખોલવા કાજે,ભક્તિની ચાવી બતાવે
કુળ જન્મને સાર્થકકરવા,નીત દયાપ્રભુ વરસાવે
………મૃત્યુનો અણસાર મળે.
જન્મ મરણનો નાતો વણેલો,જીવથી એ જકડાયો
સાચીભક્તિ કરતાંજગમાં,નાજીવને ફરી મળનારો
દેહનાબંધન ને પ્રેમનાબંધન,જીવને વળગી ચાલે
મૃત્યુ જીવનુ સહર્ષ થાશે,ને ભાગશે જીવના બંધન
…….મૃત્યુનો અણસાર મળે.
================================
October 16th 2009
કેટલા વાગ્યા
તાઃ૧૫/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને પકડી ચાલતા,માનવ મહેંક મેળવી જાય
ઉજ્વળ જીવન મળી જતાં, જન્મ સફળ પણ થાય
……..સમયને પકડી ચાલતા.
દેહ મળે જ્યાં અવનીએ,જીવના બંધન મળી જાય
કરતા કામ માનવતાથી,ત્યાં સ્નેહની વર્ષા જ થાય
સરળતાના બંધન પણ ચાલે, ના સમય છુટી જાય
પગલે પગલુ સાચવે,ત્યાં સમયની ઓળખાણ થાય
…..સમયને પકડી ચાલતા.
માટીની જ્યાં મમતાછુટે,ત્યાં જીવન ધન્ય થઇ જાય
પરમાત્માની કૃપા મળે જ્યાં,પાવન પવન લહેરાય
આગમનઅવનીએ મુક્તિમળે,નેશરણુ પ્રભુનુ લેવાય
સમય ના રાહ જુએ ક્યાંય,ને ક્યારે જીવન પુરુથાય
……..સમયને પકડી ચાલતા.
====================================
October 15th 2009
ક્યારે મળે?
તાઃ૧૪/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંખ ખુલી જ્યાં પારણે,ત્યાં ચહેરો માનો દેખાય
મા સાંભળતા કાનથી,આંખમાં પાણીઆવી જાય
……..આંખ ખુલી જ્યાં પારણે.
મમતા હૈયેથી નીકળે,ના જગમાં કોઇથીએ કહેવાય
માણીલે માના હેત પ્રેમ,જે માની કૃપાએ મળી જાય
ઉજ્વળ પ્રેમના સોપાન મળે,ને જન્મ સફળ દેખાય
ક્યારે મળે પ્રેમમાબાપનો,જ્યારે હૈયેથી વંદન થાય
……..આંખ ખુલી જ્યાં પારણે.
કરુણાના સાગરમાં નાવડી,માના પ્રેમથી ચાલી જાય
આશીર્વાદની વર્ષામાં સાથે,મહેનતના હલેશા લેવાય
મળી જાય સાથ ભક્તિનો,હળવાસ જીવને મળી જાય
ક્યારે મળે કરુણા પ્રભુની, જ્યારે મનથી પુંજન થાય
…….આંખ ખુલી જ્યાં પારણે.
મળે સ્નેહ ને પ્રેમ બધે,જ્યાં સંસ્કાર સાથે ચાલી જાય
ડગલુ માંડતા સહવાસ મળે,જે સફળતાએ દોરી જાય
મન મનન અને માનવતા,સાચા પ્રેમની રાહે વણાય
ત્યારે મળે અનોખુ જીવન,જેની જગમાં દેખાય છે ખોટ
………આંખ ખુલી જ્યાં પારણે.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
October 11th 2009
ભુખ
તાઃ૧૦/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળે અવનીએ જીવને, જન્મ મરણ મળી જાય
પૃથ્વી પર સોપાન ચઢવા,દેહને ભુખ વળગી જાય
……..દેહ મળે અવનીએ જીવને.
જન્મ મળતાં જીવને જગ પર,મા બાપ મળી જાય
બાળપણની સીડી પકડતાં,પ્રેમની ભુખ લાગી જાય
મળે માબાપનો પ્રેમ હૈયેથી,બાળક પ્રેમે મલકીજાય
ઉન્નત સ્નેહ ને આશીશ મળે,ત્યાં જીવન મહેંકી જાય
……..દેહ મળે અવનીએ જીવને.
બાળપણથી બારાખડી તરફ,જ્યાં જીવન ચાલતુ થાય
મળે જ્ઞાનની સીડી ગુરુથી,જેની ભુખે વિદ્યા મળી જાય
મહેનત મનથી કરતાંસાચી,ભવિષ્ય ઉજ્વળ થતું જાય
ના ચિંતા દેહને જગમાં,કેના કોઇ તરફ હાથ લંબાવાય
……..દેહ મળે અવનીએ જીવને.
પ્રેમ મળ્યો જ્યાં માબાપનો, ત્યાં બાળપણ મહેંકી જાય
ભણતર એ ચણતર જીવનનું,આશીશ ગુરુજીની લેવાય
જન્મમરણના બંધન છોડવા,ભક્તિની ભુખ લાગી જાય
પરમાત્માની કૃપા મળે જીવને,જ્યાં સંતોની સેવા થાય
……..દેહ મળે અવનીએ જીવને.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
October 6th 2009
આશિર્વાદની વેળા
તાઃ૫/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ જન્મમાં સિધ્ધિ એવી,મહેનતથી મળી જાય
કરીએ જગતમાં કામ એવા, આશિર્વાદ વરસી જાય
……..માનવ જન્મમાં સિધ્ધિ.
બાળપણમાં મોંઘા મળે,જે માબાપથી લઇ લેવાય
પગે લાગતાં પ્રેમ મળે,ને ભાવના પ્રેમ દેતો જાય
મન મક્કમની કેડી પકડતાં,બાળપણ સુધરી જાય
……..માનવ જન્મમાં સિધ્ધિ.
જુવાનીના જોશમાં આવતાં,મહેનત લખાઇ જાય
કરી વંદન માબાપને જતા, ત્યાં કામ સફળ થાય
મહેનતનાસોપાન નિરાળા,ને સફળતા મળી જાય
……..માનવ જન્મમાં સિધ્ધિ.
સંસારની કેડી તો વાંકીચુકી,લગ્ન જીવનથી બંધાય
પતિ પત્નીના પ્રેમની સીમા,આશિર્વાદથી સમજાય
પ્રેમ મળે માબાપનો,જીવન આશિર્વાદે ઉજ્વળથાય
…….માનવ જન્મમાં સિધ્ધિ.
= ++++++++++++++++++++++++++++++++++++=
October 1st 2009
સમયના દરવાજા
તાઃ૩૦/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરુણા કુદરતની થતાં, જીવને માનવ જન્મ મળે
સોપાન ઉજ્વળચઢીજતાં,સફળતાઆવી મળી રહે
………કરુણા કુદરતની થતાં.
બાળપણનુ વ્હાલ લેતા,પ્રીત માબાપની રહે મળી
પાપા પગલી પારખી લેતા,સ્નેહ હૈયે આવી મળે
ડગલુ માંડતાં પડીજાય ત્યાં,પ્રેમે બાળક ઉભુ કરે
બેહાથપકડી બાથભરે,માબાપનોઉમળકો મળી રહે
……… કરુણા કુદરતની થતાં.
જુવાનીનાજ્યાં દ્વારખુલે,ત્યાં મહેનતઆવીઉભી રહે
મન લગનને સાથમાં રાખી હિંમત હૈયે આવી મળે
કરતાકામ પ્રેમથી ત્યાં,સમયના દરવાજા ખુલી રહે
મળે સફળતા ટાણેટાણે,ત્યાં પ્રેમમાબાપનો વર્ષીરહે
……..કરુણા કુદરતની થતાં.
જીંદગીની સાંકળ પકડતાં,ગૃહ સંસાર આવી મળે
એક હાથને સાથ મળે ત્યાં, જીવનની ગાડી ચાલે
કર્મબંધનના સથવારે,સમયે સંતાનનો સાથમળે
પ્રભુ પ્રેમની જ્યોત પકડતા જન્મ સફળ થઇ રહે
……..કરુણા કુદરતની થતાં.
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=
September 30th 2009
અંતરના દરવાજા
તાઃ૨૯/૯/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કામણગારી દુનીયામાં,ઘણા મળી જાય સથવાર
ક્યાંથી ક્યાં શોધવા જગમાં,નામળે કોઇ અણસાર
…….. કામણગારી દુનીયામાં.
ચાર ડગલાં ચાલતા અવનીએ,મળી જાય સહવાસ
જીવનજીવન કરતાં જગમાં,દેહ હરપળ છે લબદાય
કુદરતની નજર પડતાં,મન ભક્તિ તરફ વળી જાય
સૃષ્ટિના આ સાગરમાં,અંતરના દરવાજા ખુલી જાય
…….કામણગારી દુનીયામાં.
મર્કટમન ને દેહ દાનવનો,જ્યાં અંધારા ઘેરાઇ જાય
અવનીપરના અંધકારમાં,ઉજળા સોપાન ના દેખાય
સંસ્કારમળતાં લકીરમળે,જે દેહને સત્યના દે સોપાન
પ્રભુ કૃપાની આંગળીયે,અંતરના દરવાજા ખુલી જાય
……..કામણગારી દુનીયામાં.
સુખદુઃખની સાંકળ ના છુટે,માનવ દેહને વળગી લુંટે
ઉભરે ના અંતરનોપ્રેમ ક્યાંય,કે ના છુટે જગના મોહ
શક્તિના સથવારમાં ક્યાંય, લાગણી કે ના ઉભરેહેત
જીવનીમુક્તિજોતાંજગથી,અંતરનાદરવાજા ખુલીજાય
……..કામણગારી દુનીયામાં.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%