November 3rd 2009

પુણ્યનો પ્રતાપ

                       પુણ્યનો પ્રતાપ

તાઃ૨/૧૧/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

શીતળતાની વર્ષા જ્યાં વરસે,ને આશિર્વાદે પ્રેમ
જીવન ઉજ્વળ લાગે જગે,એછે પરમાત્માની દેન
                              …….શીતળતાની વર્ષા જ્યાં.
જગજીવન તો વળગી ચાલે,ના એ  મુકે કોઇ દેહ
આગળપાછળ ચાલતાં રહેતા,માનવ જગમાંજેમ
સવાર સાંજની સૃષ્ટિ એવી,જીવને જગેમળીજાય
ભક્તિની લગની અનોખી,જે લાવે જગમાં રહેમ
                              …….શીતળતાની વર્ષા જ્યાં.
માળા કરતાં મનની ભક્તિ,સદકર્મે જ લઇ જાય
સમય પકડી ચાલતા માનવ,પુણ્યકર્મ કરી જાય
જલાસાંઇની ભક્તિ લેતા,પાવન દ્વાર મળી જાય
પુણ્યપામી જીવજગતમાં,સાર્થક જીવનજીવીજાય
                            ………શીતળતાની વર્ષા જ્યાં.
દાન દેખાવની પ્રણાલી, ના ભક્તિને વળગી જાય
ભક્તિદાન જગમાંનિરાળું,જીવનમાંએ દે અજવાળુ
આવી આંગણે જીવ જગતના,સ્નેહપ્રેમ મેળવીજાય
પ્રતાપ પુણ્યનો એવો,ના જગમાં એ શોધવા જેવો
                             …….શીતળતાની વર્ષા જ્યાં.

===================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment