October 1st 2009

સમયના દરવાજા

                      સમયના દરવાજા

તાઃ૩૦/૯/૨૦૦૯                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરુણા કુદરતની થતાં, જીવને માનવ જન્મ મળે
સોપાન ઉજ્વળચઢીજતાં,સફળતાઆવી મળી રહે
                         ………કરુણા કુદરતની થતાં.
બાળપણનુ વ્હાલ લેતા,પ્રીત માબાપની રહે મળી
પાપા પગલી પારખી લેતા,સ્નેહ હૈયે આવી મળે
ડગલુ માંડતાં પડીજાય ત્યાં,પ્રેમે બાળક  ઉભુ કરે
બેહાથપકડી બાથભરે,માબાપનોઉમળકો મળી રહે
                         ……… કરુણા કુદરતની થતાં.
જુવાનીનાજ્યાં દ્વારખુલે,ત્યાં મહેનતઆવીઉભી રહે
મન લગનને સાથમાં રાખી હિંમત હૈયે આવી મળે
કરતાકામ પ્રેમથી ત્યાં,સમયના દરવાજા ખુલી રહે
મળે સફળતા ટાણેટાણે,ત્યાં પ્રેમમાબાપનો વર્ષીરહે
                            ……..કરુણા કુદરતની થતાં.
જીંદગીની સાંકળ પકડતાં,ગૃહ સંસાર આવી મળે
એક હાથને સાથ મળે ત્યાં, જીવનની ગાડી ચાલે
કર્મબંધનના સથવારે,સમયે સંતાનનો સાથમળે
પ્રભુ પ્રેમની જ્યોત પકડતા જન્મ સફળ થઇ રહે
                             ……..કરુણા કુદરતની થતાં.

=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment