May 6th 2009
મધુર મિલન
તાઃ૫/૫/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરની આંગળીયે, જ્યાં દ્રષ્ટિ પ્રેમની થાય;
આવે આતુરતાનોઅંત,ને મિલનમધુર થઇજાય.
……..અંતરની આંગળીયે.
પ્રેમની પાવક જ્વાળાને,ના જગતમાં છે જોવાય
અંતરમાં એ આવી જાય, જે સહવાસે મળી જાય
નિરખે જગમાં જ્યાં દેહને,ત્યાં પ્રીત થતી દેખાય
મળેમાયાને મળેપ્રેમ,જીવનેશાંન્તિ ત્યાંમળીજાય
……..અંતરની આંગળીયે.
જીવ,જન્મ ને જગતનું,જ્યાં મિલન એકથઇ જાય
અવનીપરના આગમનમાં,મહેંક મધુર છે લહેરાય
પ્રભુ કૃપાએ પાવન થાય, મળેલ જન્મ જગમાંય
આવે કૃપાનીધાન દ્વારે, ત્યાં જન્મસફળ થઇ જાય
……..અંતરની આંગળીયે.
઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼
April 27th 2009
વાણી વર્તન
તાઃ૨૭/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વાણી વર્તન સુધરશે,જ્યાં વિચાર આવશે નિર્મળ
પ્રેમ પ્રીત ના માગવી પડશે,મળી જશે એ તત્પર
……વાણી વર્તન સુધરશે.
સ્નેહ પ્રેમને વણી લેજો,દીન રાત આ અવનીપર
મળી જશે માયા ને પ્રેમ, લાગશે જીવન ઉજ્વળ
સાર્થક જીવન બની જશે,ને મુકી જશો એક યાદ
ના માગણી પ્રભુથી રહેશે,મળશે મુક્તિ અંતકાળ
……વાણી વર્તન સુધરશે.
કોણેકર્યુ ક્યારેકર્યુ ના મળશે જીવને કોઇ અણસાર
મુક્તજીવન પ્રભુ પ્રેમથી,ને જીવ ઉજ્વળ છેદેખાય
આગણે જ્યારે મુક્તિ આવે,સંત જલારામ હરખાય
વાણી પ્રેમ મેળવશે જીવનમાંને વર્તન મહેંકીજાય
……વાણી વર્તન સુધરશે.
————————————————-
April 18th 2009
અદેખાઇ મળી
તાઃ૧૮/૪૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિચારોના વમળમાં માનવમન છે ગયું અટવાઇ
કેવુ,કેમ,ક્યારે બન્યુ વિચારતાં મળીગઇ અદેખાઇ
,,,,,,,વિચારોના વમળમાં.
સિધ્ધિના સોપાન ચઢે જ્યાં સાચી મહેનત થાય
મળે માનને મોભો જગે ને સગા સંબંધી હરખાય
લગીરપડે જ્યાં છાંટો અભિમાને ઇર્ષા આવીજાય
મહેંકતા મધુર જીવનમાં અદેખાઇ જ આવી જાય
,,,,,,,વિચારોના વમળમાં.
બાળપણની બારાખડી ને અમેરિકાની એબીસીડી
લઇ શબ્દોનો સથવારો ઉજ્વળતાને વણી લીધી
મળતા માન મલકમાં જેને ના બીજી કોઇ ભીતી
ઉજ્વળ જીવન મહેંકીઉઠે ત્યાં ભાગે વિદેશી પિપુડી
,,,,,,,વિચારોના વમળમાં.
()))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))(((((((
April 18th 2009
સીધી લીટી
તાઃ૧૮/૪/૨૦૦૯ પ્રદીપ ભહ્મભટ્ટ
સીધી લીટી દોરતા જગમાં ના લાગે કોઇને વાર
વાંકીચુકી જ્યાં થઇ જાય ત્યાં મન ઘણુ અકળાય
……..સીધી લીટી દોરતા.
ભણતર એતો છે જીવનમાં ઘડતરની એક કેડી
મક્કમમનથી પકડીસીધી જીવનમાં મળેપહેલી
મહેનત મનથી કરતાં ને પ્રેમભક્તિ સંગેરહેતા
વાંકીચુકી ના જીંદગી દીસે લીટી સીધી અનેરી
……..સીધી લીટી દોરતા.
પગથી જીવનની ચડતા ના લાગે કોઇને વાર
મહેનત સદા મનથી કરતાં મળી જાય સંસાર
પામવાપ્રેમ જગતમાં જોસીધી નજર થઇજાય
મળી જાય એ પ્રેમનીસંગે જે માગ્યુ ના મંગાય
……..સીધી લીટી દોરતા.
=================================
April 18th 2009
જુવાનીનુ જોશ
તાઃ૧૭/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જુવાનીમાં જોશ જગાવી,જીંદગીની તુ કરજે કમાણી
મહેનત સાચા મનથી કરજે.મળશે જીવનમાં ઉજાણી
……જુવાનીમાં જોશ જગાવી.
મનમાં રાખજે ટેક ભણતરની, જીવનનુ એ ચણતર
મન લગાવી મેળવી લેજે,ગુરુજીનીકૃપા હૈયા અંદર
મળી ગઇ જ્યાં સાચી કેડી,ઉજ્વળ તારુ જીવનદીસે
સફળજન્મનો પાયો મળેત્યાં,શાંન્તિ મળશેતને જગે
…….જુવાનીમાં જોશ જગાવી.
ભણતરની પકડી સીડી,માબાપની કૃપા મળી જશે
આવી દ્વારે ઉભી સફળતા,જેની જગમાંછેખોટ દીસે
મનની મહાનતામાં ભઇ,પ્રભુ કૃપા પણ મળી જશે
ઉજ્વળ આવતી કાલ થશે,જેનો જગમાં મોહ બધે
…….જુવાનીમાં જોશ જગાવી.
++++++++++++++++++++++++++++++++++++++++
April 11th 2009
લાગી માયા
.તાઃ૧૧/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માયા મમતાના બંધનમાં,વણાઇ ગયો છે સંસાર
ના છુટે આ સગપણ જીવથી,જન્મ મળે જગમાંય
……..માયા મમતાના બંધન.
દેહ મળેજ્યાં અવનીએ,ત્યાં માતાપિતા હરખાય
ચાલે ડગલું એક ત્યાં,ભાર અવનીએ એક લદાય
મળે પ્રેમ સગાસંબંધીઓનો,ને આનંદ મળી જાય
પાણી માગતા દુધમળે,ત્યાં માયા સંસારી કહેવાય
……..માયા મમતાના બંધન.
પ્રેરણા જગમાં જ્યાંત્યાં મળતી,ના શોધી શોધાય
સોપાન જગમાં સમજી ચાલતા,મનડુ છે હરખાય
સંસારની સાંકળ છે ઝાઝી,ના છુટે જગે પળમાંય
વણાય જગતમાં ભક્તિજીવે,માયા પ્રભુની કહેવાય
……..માયા મમતાના બંધન.
ઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁઁ
April 10th 2009
ઉંમરના આરે
તાઃ૮/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉંમરનો આવે જ્યાં આરો, ત્યાં માયા છુટી જાય
અણસાર મળે અંતિમનો, પ્રભુ ભજન થઇ થાય
……… ઉંમરનો આવે જ્યાં.
મળેલી માયાને જાણી લેતા,સ્વજનો છે હરખાય
પ્રેમભાવના વહેંચતા, કુટુંબે આનંદઅનંત થાય
એક બે ડગલા ચાલતા, જ્યાં લાકડી ચાલે સંગે
મનથી માની લેજો ત્યાં, છોડજો દુનિયાના રંગ
……… ઉંમરનો આવે જ્યાં.
ઉમળકો નેવળી ઉત્સાહ હવે,દુરથી દેખે આદેહને
આવીસંગે માણી રહ્યાતા,પગથીયા સુખદુખે રહે
વાણી વર્તન સંગે ચાલે, મનમાં મક્કમતા હતી
આવી ઉભા ઉંમરનાઆરે સહારાનીમળી છે સૃષ્ટિ
……… ઉંમરનો આવે જ્યાં.
+++++++++++++++++++++++++++++++++++++=
April 9th 2009
અજ્ઞાનતાનો અંધકાર
–
તાઃ૮/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મેં કર્યુ મેં કર્યુ તેમ મનથી સમજાય છે પળવાર
કેવી રીતે ક્યારે થયુ, તેનો કંઇ ના મળે અણસાર
……….મેં કર્યુ મેં કર્યુ તેમ.
મનુષ્ય જીવનમળે અવનીએ,પળમાં પરખાઇજાય
પ્રાણીમાંથી મુક્તિ મળતાં,કૃપાએ માનવી થવાય
મતિની ગતીને માણતાં,સાચી સમજ આવી જાય
શુધ્ધ બુધ્ધિએ વિચારીએ,ત્યાંઅજ્ઞાનતા દુર થાય
……….મેં કર્યુ મેં કર્યુ તેમ.
એક ભાવના ટેકમાં રહેતા,સાચી દ્રષ્ટિ મળી જાય
ઓળખી લેતા માનવ મનને,પવિત્ર જીવન થાય
ભજન ભક્તિને સંગે રાખતાં,પ્રભુ કૃપા મળી જાય
સાચીસમજ આવતાં,અજ્ઞાનતાનો અંધકારદુરથાય
……….મેં કર્યુ મેં કર્યુ તેમ.
++++++++++++++++++++++++++++++++++++++
April 9th 2009
લાયકાત
તાઃ૮/૪/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુત છે આ લીલા, જે સમજી ના સમજાય
કેવી વૃત્તિ આ મનની,ના પારખી ના પરખાય
………અદભુત છે આ લીલા.
આંગણેઆવી ઉભીરહી,ઉજ્વળ જીવનની જ્યોત
મનની મુંઝવણમાં મળી રહે,નાજાણી જીવે ખોટ
અવનીપર જ્યાં દેહ મળે,ત્યાં સૃષ્ટિને સમજાય
ઉત્તમ જીવનની આ કેડી,લાયકાતે જ મળીજાય
………અદભુત છે આ લીલા.
તનમનથી વિચારતાં, છે સકળ જગત પરખાય
ભક્તિના એક તાંતણો,જીવને શાંન્તિ મળી જાય
આગળનો વિચાર કરેત્યાં, ભુતકાળ ગળી જવાય
સમજીસાચવી જીવેજીવન,કૃપાલાયકાતે મળીજાય
………અદભુત છે આ લીલા.
મેળવી લેવી માનવતા,તો જગતપ્રેમ મળી જાય
ના માગવી કોઇ માગણી,પ્રભુ કૃપાએ આવી જાય
સંતની સાચી સેવા મળે,ત્યાં સંસાર ઉજ્વળ થાય
જલાસાંઇની ભક્તિ નિરાળી,લાયકાતે પ્રેમમળીજાય
………અદભુત છે આ લીલા.
=======================================
April 4th 2009
કર્તાહર્તાની માયા
તાઃ૩/૪/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કર્તા હર્તાની ના માયા કે ના માયા દામ દમડીની
માયા મને લાગી ભક્તિની ના જગતની શક્તિની
……કર્તા હર્તાની ના માયા.
અર્જુનને અણસાર દીધો ત્યાં છુટી માયા સૃષ્ટિની
નાહક ની વ્યાધી આ દેહને ના મળે કોઇ લગની
મુક્યા મોહ ધરતીપરના ત્યાંમળી માયાભક્તિની
સકળ સૃષ્ટિના તારણહાર,જગથી આવે ત્યાંમુક્તિ
…… કર્તા હર્તાની ના માયા.
જલા સાંઇની ભક્તિએ મને મળ્યા સાચા સંસ્કાર
આજકાલનોના ભરોસો આતો કળીયુગછે કહેવાય
ક્યારે આવે મૃત્યુ દેહને ના માનવીથી સમજાય
મળીજશે આ પામરદેહ અવનીમાંમૃત્યુ તેકહેવાય
…… કર્તા હર્તાની ના માયા.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@