October 7th 2008
……………….. સંસારની સરગમ
તાઃ૬/૧૦/૨૦૦૮ ………………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસારની સરગમ એવી, સુખદુઃખની સાંકળ જેવી
ના એમાં કોઇ ક્ષતી,જીવના કર્મની સાથે એ જતી
……….સંસારની સરગમ એવી
લણી લીધુ ને વણી લીધુ એ જગમાં લાગે સીધુ
ના સમઝમાં આવે કે ના મનમાં કાંઇ સમઝાયુ
પરમકૃપાળુ ને છે દયાળુ જેણે જગને જીવનદીધુ
વીતી ઘડીઓ ભુલી જઇને તું સમયને પકડી લેજે
……………………… ………સંસારની સરગમ એવી
મિથ્યા બનશે જીંદગી તારી, પારખી શકે ના પળ
લેજે જીવનમાં ભક્તિને સાથે તું જીવન સાર્થક કર
તાલ જીવનમાંમેળવી ચાલજે,તનેમળશે ચઢઉતર
મેળવીપ્રેમ માબાપના ને સ્નેહસંભારણા પણ લેજે
. ……..સંસારની સરગમ એવી
00000000000000000000000000000000000000000000000
October 2nd 2008
……………………. જીંદગીની ગાડી
તાઃ૧/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનનો મેળ પડે જ્યાંજગમાં,નીરખે શીતળ ગાડી
આધી વ્યાધી થોડી ઉપાધી,સાથે મળી ભઇ ભાગે
મળતો પ્રેમને સ્નેહપણ જીંદગીએ લપટાઇ જાય
સુખદુઃખની સાંકળ પકડીને, માનવ મનડાં નાચે
સંતાન મળે જ્યાં સ્નેહથી, ત્યાં પ્રેમ વહેંચાઇ જાય
પ્રેમનીપામેલ સપાટીએ,જીંદગીની ગાડીધીમીથાય
આગમનને વિદાય થાય નીજ જીવે સૃષ્ટિલપટાય
અગમ નીગમના ભેદને જાણી મુક્તિ મેળવી જાય
સ્નેહ પ્રેમની જ્યોત મળે ને આંગણુ પણ શોભાય
મળીગયા જ્યાં મનડાંહેતે,ઉજ્વળ જીંદગીજીવાય.
”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””’
September 29th 2008
જીંદગીની કમાણી
તાઃ૧૮/૮/૧૯૮૩ …………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ્
જીંદગીની છે કમાણી, માણી લેતુ બાકી રહેના
…….. મુરખ જગમાં મિથ્યા સંબંધ, જગના જાણી લેજે
…………………………………………..આ ભવને જાણી લેજે
કર્મની ન્યારી ગતી નિરાળી,પ્રેમ જગતમાં પુંજવા જેવો
………સાચીસગાઇ તારી સંગેઆવે,મિથ્યાલાગે જગનાબંધન
…………………………………………….જીંદગીની છે કમાણી
સતની સેવા મનમાંનથી, પણ અંતે તારા મનમાં જાગે
………શું કર્યુ કે શુ કરવાનું, કાંઇ ના સુઝે ત્યારે જીવને
…………………………………………..જીદગીંની છે કમાણી
જોઇ જીવનની ચડતીપડતી,સમજી શક્યો નાજીવન ટાણે
………સંત સમાગમ સાચો લાગે, અંતે એ સૌ સાથે આવે
……………………………………………જીંદગીની છે કમાણી
અંત નથી સમજી શકવાનો,ક્યારે નિરખી જાય
……..સમજી ને પળેપળ લેજે,જીવનમાં પગલાં ચાર
……………………………………………જીદગીની છે કમાણી
########################################
September 22nd 2008
વિત્યો સમય
તાઃ૨૭/૮/૧૯૭૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વિત્યો સમય એળે ગયો…..(2)
તો માનજો તમારે અહીં નથી રહેવાનુ
સ્વર્ગથી તમે દુર છો દુઃખની તમે નજીક
માનજો તમે નરકની નજીક છો….(2)
……………………………………………વિત્યો સમય એળે
દો દાન વિદ્યાનું તમે, ગુરુ ચરણ સ્વીકારજો ..(૨)
કીધો જેણે ઉપકાર જીવનપર એને કેમ શકો ભુલી
……….વિત્યો સમય એળે
કરશો તમે માબાપની, મન શાંન્ત રાખીને સેવા..(૨)
નિજાનંદ જીવનમાં મળશે, અંતે પ્રભુ આવશે લેવા
……………………………………………..વિત્યો સમય એળે
જ્યોત જીવનમાં મળશે,ને મળશે હેત અપાર…(૨)
માની મમતા ને પ્રેમ પિતાનો દેસે જીવનમાં તેજ
……………………………………………….વિત્યો સમય એળે
*********************************************
September 20th 2008
……………………….. તથાસ્તુ
તાઃ૧૯/૯/૨૦૦૮ ………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો બાળક બારણે, નમન કરે દસ વાર
કહેપ્રભુ મને દોગ્યાન,બનેજીવન મારુ મહાન
નામને જીવનમાં મળે, વણ માગેલી તકલીફ
ઉજ્વળ જીવન બને ને ભણતરનો રહે ધ્યેય
…………પરમાત્માએ કૃપા કરી જોઇ ભક્તિમાં જીવ
…………કહેતથાસ્તુ બેટા ઇચ્છાતારીથશે આભવેપુર્ણ
બીજેદીવસે જુવાનઆવ્યો મનથી કરે વિનંતી
દેજો રામ મને કામ મહેનત જીવનમાં કરવી
સોપાન ચઢુહુ સરળતાથી, તકલીફે દેજો સાથ
આ અવની પર દેહ મળ્યો સાર્થક કરજો જન્મ
………..કહે પ્રભુરામ એજીવને કરજે તુ મનથી મહેનત
………..તારા સારા કામમાં સાથે છુ મદદ કરીશ જરુર
બાળક ભુખ્યા છે ઘરમાં ને શુ કરોછો તમે અહીં
જાવ નોકરીશોધી કરોમહેનત લાવો ભોજન જઇ
આવ્યા પતિદેવ પ્રભુ પાસે રસ્તો શોધવા માટે
માગેપ્રભુથી નોકરીદેજો મારુઘર ચલાવવા કાજે
……….અવિનાશીએ સાભળી અરજી સાંભળ મારા બાળ
……….પરણ્યો ત્યારથી જવાબદારી મહેનત કરવી તારે
લાકડી લઇને આવ્યા બારણે હૈયે રાખીને હામ
કહે પ્રભુને સાભળો હવે વ્યાધી સહન ના થાય
લફરાં જીવનમાંઘણા થયા ને તકલીફો મળીગઇ
હવે બચાવો દયાળુ પ્રભુ, જીવને દો હવે વરદાન
……….સાંભળી દયાની અરજી, પરમાત્માએ કીધી દયા
……….પામરજીવને શાંન્તિ કાજે તથાસ્તુ કહ્યુ મુક્તિદેવા
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
September 19th 2008
………… …………….. લહેરની મહેંક
તાઃ૧૮/૯/૨૦૦૮ ……………….પ્રદીપ બ્રહ્મભટ્ટ
લહેર લહેરમાં ફેર છે જગથી તેનો છે મેળ
મળતી લહેરજીવનમાં જે કરે જીવનની કૅર
…………………………….. …લહેર લહેરમાં ફેર
સદાસ્નેહ વરસ્યાકરે ને વહે સદાજ્યાંપ્રેમ
જીવનમાં જન્નત દીસેને મનમાં મેળા મેળ
શાંન્તિમળતી જીવનેજ્યાં મળેપ્રેમની લ્હેર
ના વ્યાધી મનથી મળે કરે જ્યાં હૈયે હેત
….લહેર લહેરમાં ફેર
માનવતાની લહેર જ્યાં મળે ભક્તિને સ્નેહ
આનંદઆનંદ ઉભરીરહે ને જીવને મળેમહેર
શીતળ લહેર સ્પંદન કરે અઢળક દે આનંદ
માગેમાનવ વંદનસાથે મળેજીવેલહેરનીમહેર
……………………….. ……..લહેર લહેરમાં ફેર
_______________________________________
September 8th 2008
. કેવી રીતે માનું
તાઃ૭/૯/૨૦૦૮ ……………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
મલ્યા હતા મને ગઇકાલે પ્રેમથી ખભો મિલાવી
મુખડુ આનંદે મલકાતુ ને હેત હૈયે થી ઉભરાતુ
ના કદી મુખપર મેંજોયું ઉદાસીનું એક તણખલું
મળતા જ્યારે હસતા જોતો ના દુઃખની નિશાની
હામ હંમેશા પ્રેમે દેતા ને હિંમત રાખવાનુ કહેતા
ના જીવનની વ્યાધીથી ડરવું પ્રેમ પ્રભુથી કરવો
માગ જગતથી કરવી નાકંઇ પરમપિતાને ભજવા
શક્તિ છે ભક્તિમાં રહેલી ના જેની જગતમાંસીમા
દુઃખ સાગરમાં ડુબ્યા હતા એ ના અણસાર દીધો
આખરી મિલન હતું અમારું હું મનથી એના માનુ
સદા હસેને લાગણીદેતા મારા હૈયે ગયાતા વસી
ફાની દુનીયાને છોડીનેલીધી પ્રભુચરણની ભક્તિ
અંત જગતમાં નાજાણેકોઇ મુક્તિ ભક્તિથીમળતી
શરણુ લીધુ સંત જલાસાંઇનુ ને તેમાં મતી દીધી
=================================
September 7th 2008
સગપણની શક્તિ
તાઃ૬/૯/૨૦૦૮ …………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધરતી પરના આગમન ને, સગપણનો છે સંબંધ
આગળપાછળ ના વિચારવાનું આછે સાચુ સગપણ
સંતાનબનીને અવની પર માબાપનુ છે સગપણ
ના તારું આ જગતમાં બીજુ છે કોઇ અવતરણ
જીવનુ લેણુ ને કર્મનુ દેવુ જન્મ મલતા સચવાય
કરવાતારે જીવનેજેબાકી રહીગયેલા જન્મોનાકામ
…………..ધરતી પરના આગમનને
ભાઇબહેનના બંધનનિરાળા જ્યાંસાચોપ્રેમ હરખાય
લાગણીપ્રેમને સ્નેહની દોર અદભુત રીતે સમજાય
બહેનના પ્રેમને પામવાકાજે,ભાઇની ભાવના ભરજે
સકલ જગતમાં નિશ્વાર્થ પ્રેમ બહેનને પ્રેમે દઇ દેજે
………………. ……. ……………..ધરતી પરના આગમનને
પતિપત્નીમાં સમાયો, સહજ સફળ ને ઉત્તમ પ્રેમ
માગણી જીવમાં દેખાતી હ્રદયથી નીકળી મળતી
અવિનાશી આજગતની સૃષ્ટિ પતિપત્નીમાંઅટવાતી
જ્યાં વિશ્વપિતાની કૃપાથકી આજીવની ઉન્નતિ થાતી
… ….. ……….ધરતી પરના આગમનને
વૃધ્ધ શરીરને ના વળગી રહેવું મુક્તિ માટે તરસવું
સંતાન થકી સંતાનને નિરખી આ ભવમાં ના ભટકવું
લાગી જો લંઘરનીમાયા, મળ્યાકરશે આજગમાં કાયા
અંતે માનવજન્મ પછી પશુપક્ષીમાં આજીવ અટવાશે
……………………………………. …..ધરતી પરના આગમનને
////////////////////////////////////////////////////////
September 1st 2008
જાગ ભઇ જાગ
તા૧/૯/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જાગ ભઇ જાગ તારી ગાડી ચાલી જાય
જગની સાથે ચાલ તારા અધુરા રહેના કામ
……….જાગ ભઇ જાગ
ઉત્તરદક્ષીણ જોવા રહેતા,પુર્વપશ્ચીમ ખોયા
ઉપરનીચે કરતાંકરતાં,વચ્ચે લબડતા જોયા
………જાગ ભઇ જાગ.
મનથીકરજે મહેનતસાચી,પાછળ તું નાજોતો
લગન લગાવી વળગીરહેજે,ફળ સાચા જોજે
………..જાગ ભઇ જાગ
મળતા ના કામ તને,શોધવા મનથી ફરજે
ઉગમણીઆથમણી નાજોતો, ઉજ્વળ કાલજોશે
……….જાગ ભઇ જાગ
એકની સામે ના જોતો,લાઇન નીકળી ગઇ
અંત આવશે સામે તારે, છેડો હાથમાં નહીં
…………જાગ ભઇ જાગ
માગણી છોડજે તારી શોધજે સારા કામ
નામળતા માગણીથી,જે મહેનતથીમળીજાય
………..જાગ ભઇ જાગ
માથાપર નાભાર તારે,વાંકોવળી તુંચાલે
આવતીકાલ હાથ નાતારે,ના હવે કોઇઆરો
…………જાગ ભઇ જાગ
========================================
September 1st 2008
દુનિયા છે લટકી
તાઃ૩૧/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળી ગયો જ્યાં પ્રેમ ત્યાં ભઇ દેહને શુ કરવો
જ્યાં થઇ ગયો ઉધ્ધાર, ત્યાં સંસાર શુ કરવો
……..આ જગની ઝંઝટ શુ કરવી જેને દુનિયા છે લટકી
પશુપક્ષી કે પ્રાણીમનુષ્ય જીવને વળગી ચાલે
આધી વ્યાધી સાથે ઉપાધી દેહ થકી છે આવે
પર ઉપકારી પરમ દયાળુ દ્રષ્ટિ જગપર રાખે
આંગળી જો જાય પકડાઇ તો મુક્તિ મળેઆજે
………આ જગની ઝંઝટ શુ કરવી જેને દુનિયા છે લટકી
લઘર વઘર આ માનવ જીવન છે મુક્તિનું દ્વાર
સાચીસમઝણ પડી જ્યાંજીવને ના વ્યાધીઆવે
ભક્તિની શક્તિ નીરાળી જગમાં ઓળખી જાણે
માયા મોહ તો સાથે ચાલ્ર ભક્તિ એકલી ચાલે
………આ જગની ઝંઝટ શુ કરવી જેને દુનિયા છે લટકી
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$