September 20th 2008

તથાસ્તુ

………………………..   તથાસ્તુ
તાઃ૧૯/૯/૨૦૦૮ ………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો બાળક બારણે, નમન કરે દસ વાર
કહેપ્રભુ મને દોગ્યાન,બનેજીવન મારુ મહાન
નામને જીવનમાં મળે, વણ માગેલી તકલીફ
ઉજ્વળ જીવન બને ને ભણતરનો રહે ધ્યેય

…………પરમાત્માએ કૃપા કરી જોઇ ભક્તિમાં જીવ
…………કહેતથાસ્તુ બેટા ઇચ્છાતારીથશે આભવેપુર્ણ

બીજેદીવસે જુવાનઆવ્યો મનથી કરે વિનંતી
દેજો રામ મને કામ મહેનત  જીવનમાં કરવી
સોપાન ચઢુહુ સરળતાથી, તકલીફે દેજો સાથ
આ અવની પર દેહ મળ્યો સાર્થક કરજો જન્મ

………..કહે પ્રભુરામ એજીવને કરજે તુ મનથી મહેનત
………..તારા સારા કામમાં સાથે છુ મદદ કરીશ જરુર

બાળક ભુખ્યા છે ઘરમાં ને શુ કરોછો તમે અહીં
જાવ નોકરીશોધી કરોમહેનત લાવો ભોજન જઇ
આવ્યા પતિદેવ પ્રભુ પાસે રસ્તો શોધવા માટે
માગેપ્રભુથી નોકરીદેજો મારુઘર ચલાવવા કાજે

……….અવિનાશીએ સાભળી અરજી સાંભળ મારા બાળ
……….પરણ્યો ત્યારથી જવાબદારી મહેનત કરવી તારે

લાકડી લઇને આવ્યા બારણે હૈયે રાખીને હામ
કહે પ્રભુને સાભળો  હવે વ્યાધી સહન ના થાય
લફરાં જીવનમાંઘણા થયા ને તકલીફો મળીગઇ
હવે બચાવો દયાળુ પ્રભુ, જીવને દો હવે વરદાન

……….સાંભળી દયાની અરજી, પરમાત્માએ કીધી દયા
……….પામરજીવને શાંન્તિ કાજે તથાસ્તુ કહ્યુ મુક્તિદેવા

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment