August 31st 2008

જીવનું લેણુ

                  જીવનું લેણુ

તાઃ૩૧/૮/૨૦૦૮                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મ્યાઉ મ્યાઉ કરતી બીલ્લી બારણે આજે દીઠી
મનમાં ના કોઇવિચાર આવ્યો દુધ આપીદીધુ
……………………………..આ તો ભઇ જીવનુ જેટલુ લેણુ
ના મળતો અણસાર ભવમાં કેટલુ કોણે લીધુ
જીવનીસાથે કાયમરહેશે ભક્તિમાં જેટલું દીધુ
જમા પાસુ જલ્દી જોવાશે ઉધાર કોઇના રાખે
રામ શ્યામની આ સૃષ્ટિમાં પ્રેમે પ્રેમથી કીધુ
……………………………..આ તો ભઇ જીવનુ જેટલુ લેણુ
જાગી જ્યારે જગમાંજોયું અલબેલુ આતો લાગે
ગઇકાલની ચિંતામાં ના સમજ કંઇ આજે આવે
માયા માયા કરતાતા ત્યાં મોહ કાયાનો લાગ્યો
અણસાર નાભક્તિ કે પ્રભુનો ક્યાંથીસમજ આવે 
……………………………..આ તો ભઇ જીવનુ જેટલુ લેણુ
જીવ નાજાણે જગની માયા,દેહને વળગી ચાલે
જલાસાંઇ ની સાચીભક્તિ જેમુક્તિ નજીક લાવે
માયા ચાલે દેહની સાથે ને મુક્તિ જીવની સંગે
કામણ કાયા બળી જવાની અહીની ઝંઝટ છોડી
……………………………..આ તો ભઇ જીવનુ જેટલુ લેણુ

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

August 24th 2008

નર કે નારી

   ..                  નર કે નારી

તાઃ૨૩/૮/૨૦૦૮ ………………………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ્

નરનારીના ભેદની વાત જગમાં કોઇએ નથી જાણી
જગત પિતાની આ છે લીલા કોઇથી નથી અજાણી
                       …….આ છે પરમાત્માની બલીહારી
કર્મની લીલા જગતમાં ન્યારી, ના તેમાં કોઇ દ્વીધા
પ્રેમ સંબંધનો તાંતણો નાનો છે જગ તેમાં બંધાયુ
પરમાત્માના સાચા પ્રેમમાં ના જગના કોઇ બંધન
                       ……સાચી ભક્તિ પ્રેમથી નિતરતી
મુક્તિ જ્યાં જીવને મળે ના મળે દેહ નર કે નારી
આત્માનુ આગમન એ તો દેહ થકી જગમાં દીસે
ભક્તિ નો બંધાય તાંતણો દેહ ના છુટે આ બંધન
                     ……..જે થાય સંસારી સંતોમાં દર્શન
રામ શ્યામનો દેહ ધરી પરમાત્માએ દીધા દાન
માર્ગ મુક્તિ નો દર્શાવી થયા પ્રભુ અંતર ધ્યાન
નર નારહે કે નારી પણ  જ્યાં જીવે મુક્તિ આવે
                        …….એવી છે શક્તિ પરમાત્માની
કર્મનીએવી ગતી કે જેમાં જીવ ધરતી પર આવે
માનવ મનની શક્તિ એવી મુક્તિ એમાં સમાણી
પ્રદીપ વંદે પરમાત્માને નામળે દેહ નર કે નારી
                    …….પ્રભુની કૃપા ના જગથી અજાણી

+++++++++++++++++++++++++++++++++++++++++

June 6th 2008

ભીખ

                                   ભીખ
તાઃ૬/૬/૨૦૦૮                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સૂષ્ટિની છે અકળ લીલા ના જગમાં સમજે કોઇ
           દાન દે પૈસાનું ને માને જગમાં હું જગતનો દાની
વાણીની ના કીંમત જગે અભિમાનમાં વહ્યા કરે
          ભીખ મળી છે દાનવીરને ના જગે કોઇએ છે જાણી
ભીખ માગતો હું પ્રભુથી,કરજો આત્માનુ કલ્યાણ
           સંત સમાગમ શોધતો, હું કાયમ ભક્તિ કરવા કાજ
દાન દેવા ઉભેલ દાનવીર,ક્યાંથી લાવ્યો આ મુડી
           ચુસી લીધા ગરીબ ગુરબા,ને બેંકથી લીધી ભીખ
નીતિ ને જ્યાં મુકી બાજુએ,ત્યાં ભરી તિજોરી પૈસે
         લોન બેંકથી મેળવી લીધી ત્યાં બની બેઠોએ તાત
ભીખ જગતમાં સૌમાગે છે માગવાની છે રીતઅનેક
          ભક્તો માગે ભીખ પ્રભુથી ને માણસ માગે તમથી
અજ્ઞાની ના ભંડાર ભરેલા ના પડે જગમાંતેની ખોટ
        મુક્તિ મળતાજીવને નાલઇ ફરવું પડે જેમાગે ભીખ

???????????????????????????????????????????????

May 8th 2008

હાથની કરામત

                           હાથની કરામત
તાઃ૧૪/૪/૨૦૦૭                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

એક હાથને સાથ મળે બીજા હાથનો
                                તો જગતમાં કામ સફળ સર્જાય
મળે જીવનમાં હાથ થી હાથ વધારે
                                રળિયામણા ઝાઝા હાથ કહેવાય

એક એકની લાગણી જગમાં, કામ કંઇક કરી જાય
મળે એક થી જ્યારે અનેક, વણ કલ્પ્યુ બની જાય
                                        એવી સૃષ્ટિ જગમાં સર્જાય
એક એકને છોડી જગમાં,જ્યાં બેનો થાય સથવાર
આવે વ્યાધી મળેઉપાધી,સંકટ જીવનમાંમળીજાય
                                       એવી જીંદગી છે બદલાય
બે બે કરતાં જ્યાં મળેત્રીજો, ત્યાંત્રણ ત્રેખડ થાય
નાકામ ઉકલે,નામલે રસ્તો, મુઝવણવધતી જાય
                                          વ્યાકુળ મનડું થતું જાય
બેત્રણ કરતાંમળે જ્યાં ચોથો, ચંડાળ ચોકડી થાય
એક અકળાય, બીજો બબડે, ત્યાંત્રીજો ત્રેવડ શોધે
                                             ત્યાં ચોથો છટકી જાય
પાંચની વાત જ્યાં આવે ,પંચ પરમેશ્વર કહેવાય
કોઇ નિર્ણયખોટો નાઆવે,કારણ પાંચેઆપે ન્યાય
                                            સાચો નિર્ણય છે લેવાય

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

April 23rd 2008

આંસુ

                               આંસુ
૨૩/૪/૨૦૦૮                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્ન્મ ધર્યો મેં જગમાં જ્યારે,પ્રેમ મળ્યો તો માનો ત્યારે
પાપાપગલી કરતો ચાલુ,આંગળી પકડવા હાથ હું ઝાલુ
નીત ઉઠીને મા શોધુ જ્યારે,  આંખમાં આવે આંસુ ત્યારે
                          આંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય

કૅડ સમો હુ આવ્યો મા ને, એકલો જા તો ભણવા કાજે
ખભે દફતરને પેન ખિસ્સામાં,જતો સ્કુલ દરરોજ રીક્ષામાં
આશીશ માગતો માબાપના, આંખમાં આવે આંસુ ત્યારે
                           આંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય

કોલેજના પાસ કર્યા ચાર વર્ષ,જાણે જીતી લીધુમેં સ્વર્ગ
પહેર્યા ટાઇ પેન્ટ ને શર્ટ,શોધુ નોકરી વિચારી તર્કવિતર્ક
ખભે હાથ માતાપિતા રાખે, આંખમાં આવે આંસુ ત્યારે
                           આંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય

આવી જીવન સંગીની જ્યારે, જીવન જીવવું શોભે ત્યારે
હૈયે હેત માબાપને ઉભરતું, ચરણે વંદન જ્યારે કરીએ
મા અમને બાથમાંલેતી જ્યારે,આંખમાં આવે આંસુ ત્યારે
                           આંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

April 7th 2008

ઉગતી ઉષાએ

                                 ઉગતી ઉષાએ
તાઃ૨/૧૦/૧૯૮૦                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ટમટમતા આ તારલીયા તો, ત્યજી ગયા આકાશને
             માનવ મનને સર્જન કાજે,પ્રેરે નવા પ્રભાતને
                                                            …….ટમટમતા આ

ઉગતા સુરજની સાક્ષીએ.(૨),મળતા મનડા રોજે રોજ
વહેતી ધારા ઝરણાની..(૨),ને કલરવકરતા હૈયા થોક
તાત જગતનો પ્રેરેમાનવને,સોનેરી કિરણો ઉરજના છેક
                                                            …….ટમટમતા આ

વાદળ હાલ્યા લેવા વિસામો.(૨)સાંજેઆવે તાજામાજા
મોર ટહુકો દેતો જાય….(૨) ને કોયલ કુહુકુહુ છે કરતી
એક તરસ છે માનવ હૈયે, વરસે જગમાં અમૃત ધારા
                                                            …….ટમટમતા આ

લીલા તારી કળી શકુના..(૨) મનથી તારુ રટણ કરુ હું
પામર મારો દેહ ભલે આ.(૨)પ્રેમથી પ્રભુ નમન કરુ હું
અંતે આવજો લેવા કાજે,આ દેહ પડે જ્યાં ધરતી કાજે
                                                            …….ટમટમતા આ

***********************************************
                                       

September 30th 2007

મમતા

——————–મમતા _______________
પ્રદીપ બ્રહ્મભટ્ટ ………………………………..૪-૩-૧૯૯૯

માયાવી સંસાર જગતમાં, સ્નેહ બધે છે ભાસે
એકએક તાંતણાને તાંણો મમતા સૌ માં લાગે.
……………………………………………..માયાવી સંસાર

સંસાર થકી આ સકળ જગતને પામવાને નીકળ્યા આજે
ઘડી-બેઘડી મનમાં લાગે સગાં સૌ છે આપણી સાથે
પણ આ માનવ જીવનમાં કાયાને વળગી રહી છે માયા
આજકાલ કરતાં વરસોથી અળગી ના મમતાની છાયા
………………………………………………માયાવી સંસાર

અકળ જગતમાં જીવમાત્રને ક્યાંથી વળગી માયામમતા
ના કોઇ તેનાથી રહી શક્યા આ ભવમાં તેનાથી અળગા
મળેલ હૈયા હેત ભરેલ જીવનજીવી સદા વરસાવે સ્નેહ
પ્રદીપ બને તો મમતા છુટે ને જીવનમાં કોઇ કુનેહ.
……………………………………………….માયાવી સંસાર

લઘરવઘર આ જીવન પગથી સુખ સંસારની ભાસે
કેમ કરીને પ્રેમ મેળવવા જીવડાં મનથી વાંછે
ના વળગી રહેશે ન વળગશે એતો અંતે વિસરાઇ જાશે
મિથ્યા માયા,મમતા મિથ્યા,મિથ્યા જગત આ લાગે.
……………………………………………….માયાવી સંસાર
———

September 30th 2007

રે મનડા

———————રે મનડા————–
તાઃ૩૦/૫/૧૯૭૭………………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેમ કરીને હુ વિસારું મનના આ એંધાણ
તનડાને સંભારુ,લાગેસૌની છે ઓળખાણ.
………………………………………..કેમ કરીને.

કાયા કાયા કંચન કેરી માયાનો નહીં પાર
સુખદુઃખ ઝંઝટ જીવતા જોઇ..(૨)
કર્મનો છે અણસાર ………………………કેમ કરીને.

મર્મકર્મનો ક્યાં જાણુંના,પ્રેમદીસે નહીંક્યાંય
તારું મારું કોઇ નહીં વ્હાલું…(૨)
જગની ચિંતા છોડ ……………………….કેમ કરીને.

————————-

September 2nd 2007

મનોમંથન.

                        મનોમંથન
તાઃ૧૨/૫/૧૯૯૭.                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચી શ્રધ્ધા,સાચી ભક્તિ,
              જીવન જીવવા કાજે મળતી
સાચી સેવા કરી લેવા
                    જીવન કેરા ફેરા લેતી.
                                                    ….સાચી શ્રધ્ધા.

મનમંદીરને સદાય ઉજ્વળ,
                          રાખી મનમાં શિતળ નિર્ણય
પરોપકારની વહેતી ગંગા
                          નિશદીન ઝંખે જીવન સંગે.
                                                    ….સાચી શ્રધ્ધા.

કર્મ મર્મને જાણી વિરલ
                         વર્તે છે નીશદીન એ જીવન
સદાચારની શીતળ શ્રેણી
                         કદી ન અટકે હૈયે તેને
                                                    …..સાચી શ્રધ્ધા.

દીપ બનીને નીત પ્રકાશે,
                        હૈયે હેત ભરીને અર્પે;
ભાવિ જીવન અર્પણ તેને,
                        જીવન જેના સંગે ચાલે.
                                                    …..સાચી શ્રધ્ધા.

                   +++++++++++++

August 31st 2007

કોઇ નથી મારું

                           કોઇ નથી મારું
તાઃ૨૭/૪/૧૯૭૫                         પ્રદીપ બહ્મભટ્ટ

જગતમાં કોઇ નથી મારું ભાઇ,કોઇ નથી મારું
જગતમાં કોઇ નથી તારું ભાઇ,કોઇ નથી તારું
સુખદુઃખની આ ઝંઝટ આવી,
                         કર્મની ગત કોણે જાણી…જગતમાં

માની મમતા પ્યાર પિતાનો
                        ભુલાય શાને એકેય વાર
મને મળ્યું મન માગ્યું જ્યારે
                       વિસરાયો આ જગતનો તાત
ભુલ્યો ભલે હું તને વિસારી
                        મારી નિંદર કોણે જાણી…જગતમાં

કદર ક્યાંથી વિશ્વે થશે
                       કાયા શુધ્ધ રહેતી નથી
માનતા મારું જે કહ્યું મેં
                       પારકુ થઇ ચુક્યું છે
કદી મારું માન્યું નથી મેં
                         કદી કહ્યું નથી મેં મારૂ…જગતમાં

                   ###############

« Previous PageNext Page »