ઉગતી ઉષાએ
ઉગતી ઉષાએ
તાઃ૨/૧૦/૧૯૮૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ટમટમતા આ તારલીયા તો, ત્યજી ગયા આકાશને
માનવ મનને સર્જન કાજે,પ્રેરે નવા પ્રભાતને
…….ટમટમતા આ
ઉગતા સુરજની સાક્ષીએ.(૨),મળતા મનડા રોજે રોજ
વહેતી ધારા ઝરણાની..(૨),ને કલરવકરતા હૈયા થોક
તાત જગતનો પ્રેરેમાનવને,સોનેરી કિરણો ઉરજના છેક
…….ટમટમતા આ
વાદળ હાલ્યા લેવા વિસામો.(૨)સાંજેઆવે તાજામાજા
મોર ટહુકો દેતો જાય….(૨) ને કોયલ કુહુકુહુ છે કરતી
એક તરસ છે માનવ હૈયે, વરસે જગમાં અમૃત ધારા
…….ટમટમતા આ
લીલા તારી કળી શકુના..(૨) મનથી તારુ રટણ કરુ હું
પામર મારો દેહ ભલે આ.(૨)પ્રેમથી પ્રભુ નમન કરુ હું
અંતે આવજો લેવા કાજે,આ દેહ પડે જ્યાં ધરતી કાજે
…….ટમટમતા આ
***********************************************


Powered By
April 7th, 2008 at 9:33 pm
લીલા તારી કળી શકુના.(૨)મનથી તારુ રટણ કરુ હુ;
પામર મારો દેહ ભલે આ.(૨)પ્રેમથી પ્રભુ નમન કરુ હુ;
અંતે આવજો લેવા કાજે, Aa દેહ પડે જ્યા ધરતી કાજે.
…..ટમટમતા આ
સુંદર રચના.. સાહિત્ય-સરિતાના વહેતા પ્રવાહમાં આપનું સ્વાગત..
April 7th, 2008 at 9:36 pm
સાહિત્ય સરિતાના સરકતા-ધબકતા નીરમાં વહેતી સાહિત્યની વાણીમાં.. આપનું સ્વાગત