April 20th 2008

સંસારની…

                   સંસારની….
૨/૪/૨૦૦૮                                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસારની આ ઝંઝટથી કોઇ નથી  બચવાનું
સંસારની આ માયાથી કોઇ નથી  છુટવાનું
સંસારની આ વિટંમણામાંથીપાર તારે પડવાનું
સંસારની આ સરળતાને માણી તારે  જીવવાનું
સંસારની આ ઘટમાળમાં  ઘુંચાઇ તારે રહેવાનું
સંસારની આ પગડંડી પર  સૌને છે  ચાલવાનું
સંસારની આ શરુઆતમાં બાળક તારે બનવાનું
સંસારની આ પગથીપર જુવાનતારે છે થવાનું
સંસારની આ સાંકળમાં પતિપત્નિથી બંધાવાનું
સંસારની આ પતઝડમાં માબાપ તમારે થવાનુ
સંસારની  આ લપેટમા  મહેનત  તારે કરવાની
સંસારની આ સૃષ્ટિથીબચવાભક્તિતારેકરવાની
સંસારની આ સાકળથી કોઇ  નથી  બચવાનું

————————————–
 

April 20th 2008

લટક્યો

                                   લટક્યો
૨૦/૪/૨૦૦૮                                 પ્રદિપ બ્રહ્મભટ્ટ

આંબા ડાળે વાંદરો લટક્યો
                               પાંદડા કુપળ ખાવાને લટક્યો
તુટીડાળ ના ભોંયેપડવા લટક્યો
                         એક ડાલથી બીજીડાળજવાએલટક્યો
પાંદડુંછોડી ફળ ખાવાને લટક્યો
                             ઉંધા માથે ના પડવા એ લટક્યો
જન્મ લઇ જીવ આ સંસારે લટક્યો
                        મોટાપાના મોહમાં માન મોભે લટક્યો
ઉજ્વળ જીવન કાજે અભ્યાસે લટક્યો
                         માન અપમાનમાં અભિમાને લટક્યો
પતિ,પત્નિ,સંતાનમાંમાયાએ લટક્યો
                         અંતરને ઓળખવા ભક્તિ એ લટક્યો
ભક્તિના પગલા કાજે મંદીરે ભટક્યો
                            જીવ જલાસાંઇની સેવાએ અટક્યો.

*****************************************