April 2nd 2008

શું કરું ??

                             શું કરું ??
૨/૪/૨૦૦૮                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

હૈયામાં હેત નહીં
        મનમાં વિશ્વાસ નહીં
                   જીવનમાં ઉજાસ નહીં
                            કામમાં લગાવ નહીં…..તો શું કરું

ગાડીમાં પેટ્રોલ નહીં
        દીવામાં તેલ નહીં
                    ઘરમાં વિજળી નહીં
                             વ્હીલમાં હવા નહીં……તો શું કરું

પાકીટમાં પૈસા નહીં
        જીભને લગામ નહીં
                     ખેતરમાં પાણી નહીં
                           તાળાની ચાવી નહીં…..તો શું કરું

ચશ્મામાં કાચ નહીં
        પંખીને પાંખો નહીં
                    ભક્તિમાં શ્રધ્ધા નહીં
                             સંતોમાં જ્ઞાન નહીં……તો શું કરું

આંખોમાં તેજ નહીં
        બાહુમાં તાકાત નહીં
                   મિત્રોમાં સ્નેહ નહીં
                           દુઃખમાં લાગણી નહીં….તો શું કરું.

???????????????????????????????????????????????

April 2nd 2008

ભુલશો નહીં

                             ભુલશો નહીં
૧ એપ્રીલ ૦૮       મંગળવાર    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભુલો ભલે બીજુ બધું,પાકીટને ભુલશો નહીં
            અગણિત છે ઉપકાર,જ્યાં સુધી સાચવશો અહીં

પાકીટના ખાના મહીં, ડૉલર શોભતાછે દીઠા
              એકએક ડૉલર ગણતા રહી,દસપંદર થયા અહીં

બીજા ખાનામાં જોતાં ભઇ,ડ્રાયવર લાયસન્સ છે દીસે
               કારચલાવતાપહેલાઅહીં,હંમેશા જોઇએસાથેભઇ

પૈસો મારો પરમેશ્વર,બેંક કાર્ડ જોતાં લાગે અહીં
               નામ ગામને પુછેન કોઇ,જોતાં બેંકમાં પૈસાભઇ

ક્રેડીટ કાર્ડની જોતાં સૌ,ના જુએ લાયકાત અહીં.
              બેંકના નાણાવાપરો ખોબે,ભલે બનોનાદારતમે

મમડેડની જોબ ચાલતી,ને સવારસાંજ પડે વહેલી
          સંતાનના નાકોઇતાલજીવનમાંએકલાહાથેથતીપહેલી

લાગણી અન્યોઅન્યની અહીં,મળતાં આનંદે હરખાય
                     પહોંચી જતાં અહીં,માનવ જીવન છે બદલાય

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$