April 23rd 2008

આંસુ

                               આંસુ
૨૩/૪/૨૦૦૮                                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્ન્મ ધર્યો મેં જગમાં જ્યારે,પ્રેમ મળ્યો તો માનો ત્યારે
પાપાપગલી કરતો ચાલુ,આંગળી પકડવા હાથ હું ઝાલુ
નીત ઉઠીને મા શોધુ જ્યારે,  આંખમાં આવે આંસુ ત્યારે
                          આંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય

કૅડ સમો હુ આવ્યો મા ને, એકલો જા તો ભણવા કાજે
ખભે દફતરને પેન ખિસ્સામાં,જતો સ્કુલ દરરોજ રીક્ષામાં
આશીશ માગતો માબાપના, આંખમાં આવે આંસુ ત્યારે
                           આંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય

કોલેજના પાસ કર્યા ચાર વર્ષ,જાણે જીતી લીધુમેં સ્વર્ગ
પહેર્યા ટાઇ પેન્ટ ને શર્ટ,શોધુ નોકરી વિચારી તર્કવિતર્ક
ખભે હાથ માતાપિતા રાખે, આંખમાં આવે આંસુ ત્યારે
                           આંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય

આવી જીવન સંગીની જ્યારે, જીવન જીવવું શોભે ત્યારે
હૈયે હેત માબાપને ઉભરતું, ચરણે વંદન જ્યારે કરીએ
મા અમને બાથમાંલેતી જ્યારે,આંખમાં આવે આંસુ ત્યારે
                           આંસુની કીંમત ના અંકાય એતો અમુલ્ય કહેવાય.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$