April 7th 2008

ઉગતી ઉષાએ

                                 ઉગતી ઉષાએ
તાઃ૨/૧૦/૧૯૮૦                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ટમટમતા આ તારલીયા તો, ત્યજી ગયા આકાશને
             માનવ મનને સર્જન કાજે,પ્રેરે નવા પ્રભાતને
                                                            …….ટમટમતા આ

ઉગતા સુરજની સાક્ષીએ.(૨),મળતા મનડા રોજે રોજ
વહેતી ધારા ઝરણાની..(૨),ને કલરવકરતા હૈયા થોક
તાત જગતનો પ્રેરેમાનવને,સોનેરી કિરણો ઉરજના છેક
                                                            …….ટમટમતા આ

વાદળ હાલ્યા લેવા વિસામો.(૨)સાંજેઆવે તાજામાજા
મોર ટહુકો દેતો જાય….(૨) ને કોયલ કુહુકુહુ છે કરતી
એક તરસ છે માનવ હૈયે, વરસે જગમાં અમૃત ધારા
                                                            …….ટમટમતા આ

લીલા તારી કળી શકુના..(૨) મનથી તારુ રટણ કરુ હું
પામર મારો દેહ ભલે આ.(૨)પ્રેમથી પ્રભુ નમન કરુ હું
અંતે આવજો લેવા કાજે,આ દેહ પડે જ્યાં ધરતી કાજે
                                                            …….ટમટમતા આ

***********************************************
                                       

April 7th 2008

ઓ શ્યામ….

                     
                               ઓ શ્યામ
ઑગસ્ટ ૮૨                                    રમા બ્રહ્મભટ્ટ
શોધુ તને ઓ શ્યામ
                  મોહન વનમાળી
                                ચિતડાના ચોર ગિરધારી
                                                         ….શોધુ તને.
મનડાની માયા લાગી,મુખડું જોવાને કાજે
ક્યાં લગી રાહ જોઉ તારી હું દર્શન કાજે,
પ્રેમે વરી હું તાત માની,
                   મોહન વનમાળી
                                ચિતડાના ચોર ગિરધારી
                                                           ….શોધુ તને.
વાંસળીની મધુર વાણી,અધરથી ધીમી આવે,
માયાની જાળ બંધાણી,ચારે કોર દીસે નહીં,
જો જે આ જીવતરની કેડી,
             મોહન વનમાળી
                                 ચિતડાના ચોર ગિરધારી
                                                            ….શોધુ તને.
શું કરું? ક્યાં જાઉ? કોઇ ના મળે સહારો, 
મેળ નથી કાંઇ જણાતો જ્યાં ત્યાં દર્શન હરજાઇ
કાંક મનડામાં તું મળી જાજે,
               મોહન વનમાળી
                                ચિતડાના ચોર ગિરધારી
                                                            ….શોધુ તને.
         —–હરે કૃષ્ણ,હરે કૃષ્ણ,કૃષ્ણ કૃષ્ણ,હરે હરે—–

April 7th 2008

સતની ગાડી

૨૨-૫-૧૯૮૧        સતની ગાડી              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સતની ગાડી ચાલી રે ભેરુ ચાલો,સતની ગાડી ચાલી
આવો સાથી  ભવસાગરની આ  ચિંતા મટશે સારી.
                                                         ..આ સતની ગાડી ચાલી.

ઓ કરસનકાકા,ઓ કરસનકાકા,તમે ક્યાં જઈ આવ્યા 
                                                  તમે ક્યાં જઈ આવ્યા
કેમ લેટપડ્યાછો,તમે લેટપડ્યા કેમ,ચાલે છે ધમધમ
                                                        ..આ સતની ગાડી ચાલી.

ઓ કાશીકાકી ઓ વ્હાલા કાશીકાકી,નહીં મળે સવારી.
                                              આવી નહીં મળે સવારી.
ના ભેદભાવ કંઈ ના મેલું મન અહીં,સાચી પ્રીત બધાને.
                                                         ..આ સતની ગાડી ચાલી.

ઓ મુન્નારામ ઓ મુન્નારામ,તમે રહી ગયા કેમ બાકી.
                                           તમે રહી ગયા કેમ બાકી.
આ મેળ મઝાનો ને પ્રેમબધાનો,નહીં અવસર ફરીઆવો
                                                         ..આ સતની ગાડી ચાલી.

ઓભોળા ભગુભાઈ તમે ક્યાં ભોળવાયા ગુમ થયાકેમ અહીંથી.
                                                               ગુમ થયાકેમ અહીંથી.
આ સતની ગાડી,લઈ ભક્તિની ઝડપે, જાય છે સીધી સ્વર્ગે
                                                            ..આ સતની ગાડી ચાલી.

પ્રદીપ બ્રહ્મભટ્ટ,તમેપરદીપ બનીને,લાગો છો ન્યારા ન્યારા.
                                                               લાગો છો ન્યારા ન્યારા.
જો ચુકી ગયા તો,ભલા ચુકી ગયા તો,ભવોભવ ભટકાશો.
                                                             ..આ સતની ગાડી ચાલી.

આ અંતર છુટશે છે જીવજન્મના,જાણે મંતર મનને લાગે.
                                                   જાણે મંતર મનને લાગે.
કોઈ કહીં ગયું કાંઈ કોઈ કહી રહ્યું છે મનની સૌ કરે વાતો.
                                                             ..આ સતની ગાડી ચાલી.

આ ભવની ભવાઈ જે લખી લખાઈ નહીં છુટી થનારી.
                                                    કદી નહીં છુટી થનારી.
છે એક જ રસ્તો શાણો ને સીધો,પ્રેમ પ્રભુને કરજો હેતે
                                                          ..આ સતની ગાડી ચાલી.

 //શ્રીરામ જયરામ જયજયરામ શ્રીરામ જયરામ જયજલારામ//

April 7th 2008

બાર વાગ્યા

                            બાર વાગ્યા
તાઃ૪/૧/૦૮
                               પ્રદીપ બ્રહ્મભટ્ટ

બારા બજે, બાર વાગ્યા, એકડે બગડે બાર
         જીંદગી જોજે,સુધારી લેજે,નહીં તો લાગે વાર

મરણ નથી હાથમાં તારે કે જન્મનો નથી કોઇ તાર
         આગળ ચાલતાં જોઇ લેજે,પાછળ કરેલા વિચાર

જાળવી લેજે જીંદગી તારી,કરજે પળપળ તું તપાસ
         મનથી લેજે વિચારી આજે,નહીં તો તું થઇશ નપાસ

કર્મની ગતિ નથી નિરાલી,સમજી લે જીવનમાં આજ
          મર્મ સમજીને જીતી ગયો ,તો થશે બેડો તાર પાર

————————————————————

April 7th 2008

નંદકિશોર.

                               નંદકિશોર
તાઃ૧૩/૭/૧૯૭૫                               પ્રદીપ બ્રહ્મભટ્ટ
                          (ઢાળઃ દાદા હો દીકરી)  

નંદકિશોર ,છેલ છોગાળા
કાના ઓ કાના,તું ક્યાં છે વ્હાલા.
                                 ….. નંદકિશોર, મુરલીવાળો.

જશોદાના જાયા, છોડાવી તેંતો, જગને રે માયા
બાળ કનૈયો,મનમાં વસેલો,જળથળમાં,મને એ મળતો..(૨)
                                                    …નંદકિશોર.

ગોપીઓના ગોવિંદ, ગાયોમાં તેતો, પ્રીતી રેલાવી
પ્રીતે વગાડે, બંસી મઝાની, વીસરે એ ક્યારે મનથી રે..(૨)
                                                    …નંદકિશોર.

કેડમાં કંદોરો, હાથમાં છે લીધો, લીધો ડંગોરો
ગોવાળો આવે,કાનડાની કને,ગોપીઓના ગુંજન સાથ રે..(૨)
                                                     …નંદકિશોર્.

                ****************