April 25th 2008

આગમન ઉર્મીબેનનુ..

                               monaben1.jpg 

આગમન ઉર્મીબેનનું.
                            ……આંગણે અમારે…..
તાઃ૨૪/૪/૨૦૦૮                  હ્યુસ્ટનમાં…… પ્રદીપ બ્રહ્મભટ્ટ

પધારો સરસ્વતીના સંતાન,
         પ્રેમે આવકારીએ ને હૈયા અમારા ખુબ હરખાય
                      જેની રચના અમારી કલમથી ના લખાય
                                   એવો હરખ કે જે શબ્દોથી ના કહેવાય.
પધારો પ્રેમ સ્વીકારી આજ,
         હ્યુસ્ટનના સર્જકો હરખાય ને મુખડા છે મલકાય
                     પ્રેમ સ્નેહ અમારો દઇશું મનથી તમને
                                 લેજો સ્વીકારી હૈયુ હરખાવી દેજો આજે.
પામવા પ્રેમ સર્જનહારોનો,
         મનડું હંમેશા થનગન થનગન થતું જાય
                    ઉર્મીબેન ઉપનામથી બેન પધાર્યા હ્યુસ્ટનમાં   
                               આજે સાગર સર્જકોનો અહીં રહ્યો ઉભરાય.
આંગળી ઝાલી ઉર્મીબેન ની
        સાહિત્યસાગર તરવાનિકળ્યા પ્રદીપ બ્રહ્મભટ્ટ
                  સ્નેહ ઉલેચવા આવ્યા ઓળખી અમારામન
                                ગુજરાતીથી ભરી દીધુ આ અમેરીકાવન.

————————————————————————–
      આજે અમેરીકામાં ગુજરાતી ભાષાનો સાગર ભરનાર બેન કે જેને સાહિત્ય જગત
“ઉર્મીસાગર” ના પ્રખર નામથી ઓળખે છે તેઓ આજે હ્યુસ્ટનમાં પધાર્યા છે જે ખુબ
જ આનંદનો પ્રસંગ હોઇ  આ લખાણ મારા તરફથી  યાદ રુપે અર્પણ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી ભેંટ           તાઃ૨૪.૪.૨૦૦૮   ગુરુવાર