August 12th 2007
વિદાય પ્રદીપ બ્રહ્મભટ્ટ
કાજળ જેવી કાળી આંખો તોય ઉઘડે નહીં આ નૈન
ટપકટપક ટપકી રહેલા લાગે સાવનભાદોનાઆ વ્હેણ
તનથી જેમ ના હ્રદય નીકળે મનથીના નીકળે વિચાર
કેમ કરી આ વસમી વેળા સહન થશે તમ સંગ વિના
હાથ ન ઉપડે વિદાય દેવા અને શિશ ના ઉપડે મારું
લાગે હૈયું રડવા જ્યારે રોકી શકું ના આંસુ ત્યારે
એવી ઘડી હું ત્યજવા ચાહું દુર મુજથી થોડા ના જાયે
મનમા રાખી સ્મરણ પ્રભુનું વિનવું જલ્દી પાછા આવે
ભ્રમણ કરીને થાકવા આવ્યો મળ્યો તારો સથવારો
હવે પ્રદીપ ના ખોવા ચાહે મળેલ તારો અનંતસહારો
બાળક મારા હૈયે રાખી જીવન જીવું તમ સંગે હું
રવિ,દિપલ તોઆંખનીકીકી જ્યોત રમા થઈપ્રકાશે
જીવન ઉજ્વળ જીવી રહ્યો તો આવી ક્યાંઆ વિદાય
ગણી રહ્યો હું દિવસો આજે આગમન ક્યારે થાશે
વિદાય ત્યારે વસમી લાગે અંતરમાં અકળામણ થાય
શબ્દ મળે ના વાચા કાજે વિદાય મનને છે લાગે
અનંતનાઓવારેઆવી નીરખી જીવન મનડું છેમલકાય
નાવડી મારી સ્થિર પાણીમાં ધીમી છે ચાલતી દેખાય
મસ્તમઝાના દિવસો માણતા જીવનસાગર પણ હરખાય
વિદાય કેરું મોજુ આવતા હાથ હલેસા પકડવાને જાય
હાલમ ડોલમ જીવનનૈયા અમારી ડગમગ ડગમગ થાય
થશેશાંત એજીવનનૈયા વિદાપ જ્યારે આગમનમાં ફરીજાય.
—–૦૦૦૦૦૦૦૦૦૦——
August 3rd 2007
२२/५/१९८७ सात संबंध प्रदीप ब्रह्मभट्ट
जींदगी की राह पर, हमे आज चलना है,
हो सके तो साथी बनकर साथ निभाना है.
..जींदगी की राह पर
एक हमारी नेकी है जिसे जीवनमे अपनाया है,
आगे जाकर खुद ही मंझील पहुच तो जाना है.
..जींदगी की राह पर
दो हमारेसच्चे साथी जीसका साथ कदी ना छुटे,
आ गयेजो ये हमारी बाहोमे कोई कभी ना छुटे.
..जींदगी की राह पर
तीन काम है हमको करने सच्ची राहपे चलके,
झुठ ना बोले बुरा ना देखे सत्यका ले सहारा.
..जींदगी की राह पर
चार हमारी मांग है प्यारसे खाने दो हमे जीने दो,
सच्चा न्याय मिले तो ये प्यारकी ज्योत सदाजले.
..जींदगी की राह पर
पांच हमारे कर्म है जो सन्मार्गो से भरे रहे,
पंचकर्म है जग में महान ऐसे जीवनको सलाम.
..जींदगी की राह पर
छह हमरे बंधन है मातापिताका जन्मसे नाता,
भाई-बहेनका कर्म से नाता बेटा-बेटीसे रुहाई.
..जींदगी की राह पर.
सातवा बंधन जन्मोजन्मका सात फेरेमे कह जाये.
सच्चे प्यारका ये बंधन मुक्तिका जन्मोसे देता आये
..जींदगी की राह पर.
०००००००००००००००
May 9th 2007
પ્રદીપ બ્રહ્મભટ્ટ મમતા ૪-૩-૧૯૯૯
માયાવી સંસાર જગતમાં, સ્નેહ બધે છે ભાસે
એકએક તાંતણાને તાંણો મમતા સૌ માં લાગે.
….માયાવી સંસાર
સંસાર થકી આ સકળ જગતને પામવાને નીકળ્યા આજે
ઘડી-બેઘડી મનમાં લાગે સગાં સૌ છે આપણી સાથે
પણ આ માનવ જીવનમાં કાયાને વળગી રહી છે માયા
આજકાલ કરતાં વરસોથી અળગી ના મમતાની છાયા
….માયાવી સંસાર
અકળ જગતમાં જીવમાત્રને ક્યાંથી વળગી માયામમતા
ના કોઇ તેનાથી રહી શક્યા આ ભવમાં તેનાથી અળગા
મળેલ હૈયા હેત ભરેલ જીવનજીવી સદા વરસાવે સ્નેહ
પ્રદીપ બને તો મમતા છુટે ને જીવનમાં કોઇ કુનેહ.
….માયાવી સંસાર
લઘરવઘર આ જીવન પગથી સુખ સંસારની ભાસે
કેમ કરીને પ્રેમ મેળવવા જીવડાં મનથી વાંછે
ના વળગી રહેશે ન વળગશે એતો અંતે વિસરાઇ જાશે
મિથ્યા માયા,મમતા મિથ્યા,મિથ્યા જગત આ લાગે.
…માયાવી સંસાર
———
May 6th 2007
સાતવાર
મે ૧૧,૨૦૦૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાતવારની સરળ વાત ભાઈ,ના તેમાં કોઈદ્વીધા ભઈ,
સોમવાર ને મંગળવાર, બુધવાર ને ગુરુવાર,
શુક્રવાર ને શનિવાર, અને અંતે આવે રવિવાર.
……ભઈ અંતે આવે રવિવાર
અકળ જગતમાં માનવી જન્મે, સાતવારના વારે એક,
જગતપિતાની લીલા એવી, મૃત્યુ પામે સાતવારના વારે એક.
……ભઈ સાતવારના વારે એક
ના માયા ના મોહ પ્રભુને,અર્પણ સૌ જગતના જીવોને,
ખેલ જગતનો હાથમાં તેના, તોય ના દીઠા પરમેશ્વરને.
….ભઈ તોય ના દીઠા પરમેશ્વરને
કોણ કોનું ને કોણ મારું, જન્મની સાથે મને મળે,
મૃત્યુ મળતાં જગમાં જીવને, કોઈ સંબંધ રહે નહીં.
……..ભઈ કોઈ સંબંધ રહે નહીં
દેહ પડ્યો આ પૃથ્વી પર ,સગા સૌ વિદાય કરે,
મળશે પંચભુતમાં ત્યારે,સગા સૌ વિસરી જશે.
……ભઈ સગા સૌ વિસરી જશે.
જન્મદાતા ને દુઃખ હરતાં,પરમ કૃપાળુ પરમાત્મા,
આત્માતારો અમર થાશે, પ્રદીપ બની જો જીવી જશે.
….તું પ્રદીપ બની જો જીવી જશે.
પળમાં સૌ તમને નમશે, જો પ્રેમ પ્રભુ પ્રત્યે હશે,
જન્મ મરણના આ બંધનમાંથી,પ્રભુ તમને મુક્ત કરશે.
….ભઈ પ્રભુ તમને મુક્ત કરશે.
————
April 25th 2007
માગે એ ન મળતું કદીયે, ભલેને જીવન આખું પુરું થાય
મળતું એને શોભે જેને, વર્તનથી ઉજવળ જીવન બનતું જાય…માગે એ ન
માનવી માગે ભેખ ભલેને, મળતી ન એને જીવન એળે જાય
કર્મ ભલે પરદુ:ખે કરતો, નીશદીન પરસેવે છોને ન્હાય.
એક તણખલું સ્નેહથી આપે જીવન આખું એ તરી જાય
એના મનડાં હરખી હરખી જાય, એને હૈયે હરખ હરખના માય..માગે એ ન
સજ્જનતાના સોપાન ચઢે જે, મળતા માનને રોકી જગમાં
સ્નેહતણા આઈને આવી, તનડાં સ્વચ્છ થતાં એ નીરખે
ગુર્જર સુણી પોકાર કરે એ જાણે દેહમાં જીવ વસે.
પરમાત્માનો પોકાર સુણે જે સન્માન સાચું જગમાં પામે તે….માગે એ ન.
માનવ મનને સંતાપ થતો મેળવી સંતોષ કરેલા કર્મ નો
પ્રદીપ મનમાં મુંઝાય આજે, પર ઉપકારને હું વળગી રહું
સંસાર વિંટમણામાં હું વિટાતોં બની તણખલું હું પડું.
બનુ સહારો જ્યારે કોઈનો સન્માન સાર્થક પામુ હું ….માગે એ ન….
સારુ નરસું ભલે જગતમાં માનવી વચ્ચે ફર્યા કરે
કર્મ તણા આ અતુટ બંધને સૃષ્ટિ આખી સર્જાયા કરે
કેવી આ કુદરતની લીલા માનવ જન્મો ધર્યા કરે
સૃષ્ટિનો સંહાર થતાં અવતાર પરમાત્મા ધારણ કરે.….માગે એ ન….
ભલે આ માયા જગમાં ફર્યા કરે. કુદરત લીલા કર્યા કરે
માનવ મનડાં શરણું શોધે જીવન પુષ્પ તણું છે દીસે
ચોમેર સુવાસ પ્રસરી રહે, મહેંકી રહે જીવન સારું
ધન્ય જીવન બની રહે, સાર્થક માનવદેહે છે સન્માન મળે….માગે એ ન….
નિર્મળ જળમાં તરંગ દીસે જીવન ઊજવળ તેવું છે દીસે
કર્મતણા વ્યવહારમાં સંગે પરમાત્માનો સહવાસ મળે
માનવ એવા સંગને શોધે માન મોભો જેને છે શોભે
આત્માના ઉદગારને પામી, ઉજવળ જીવન કરવાને તરસે….માગે એ ન
http://rdgujarati.wordpress.com/2006/08/13/kaavya-sanchary3/
April 18th 2007
કાલ કોણે ભઈ દીઠી
જુન ૧૯૯૯
મળી ગયા સૌ સ્નેહીજ્નોને હરખે નિરખી, હેમખેમની વાત તો સૌએ કીધી
આજે મળ્યા છે હેયેહેયા મનમળેલા માને,જગજાણે છે કાલકોણે ભઈ દીઠી.
અમરપ્રેમના સ્વપ્ના જોતા પ્રેમમાં ખુપી જાતા,મનમંદીરમાં છબીક્યારની છુપી
રાજારાણી,માતાપિતા ને સગાસ્નેહીને,ખ્યાલ છે સૌને કાલકોણે ભઈ દીઠી.
સનમ તમો છો જનમ તમો સંગ, સ્વપ્ના રાતદીવસ એ જોતી
ક્યાંથી જાણે ક્ષણભંગુર જીવનનું અંતિમટાણું,કાલકોણે ભઈ દીઠી.
દીપ તમો છો ‘પરદીપ‘બનો તો, ગુજરાતી સમાજ છે ઉઠે દીપી
મળે પ્રેમ ને હાથમાં હાથ તો, ખુશહાલીની કાલ અમે ભઈ દીઠી.
દીપલ દીપે અને રવિ પ્રકાશે,રમા અમો સંગ પ્રેમભક્તિથી રહેતી
પરમ પ્રેમની ભક્તિસંગે ધુપ જલે છે,તેથી અતિઆનંદી કાલ અમે ભઈ દીઠી
———–
April 6th 2007
ઉગતી ઉષાએ
ટમટમતા આ તારલીયા તો, ત્યજી ગયા આકાશને
માનવ મનને સર્જન કાજે ,પ્રેરે નવા પ્રભાતને, …..ટમટમતા આ
ઉગતા સુરજની સાક્ષીએ.(૨),મળતા મનડા રોજે રોજ;
વહેતી ધારા ઝરણાની.(૨),ને કલરવ કરતા હૈયા થોક;
તાત જગતનો પ્રેરે માનવને,સોનેરી કિરણો સુરજના છેક.
…..ટમટમતા આ
વાદળ હાલ્યા લેવા વિસામો.(૨)સાંજે આવે તાજામાજા;
મોર ટહુકો દેતો જાય.(૨) ને કોયલ કુહુકુહુ છે કરતી;
એક તરસ છે માનવ હૈયે , વરસે જગમા અમૃતધારા.
…..ટમટમતા આ
લીલા તારી કળી શકુના.(૨)મનથી તારુ રટણ કરુ હુ;
પામર મારો દેહ ભલે આ.(૨)પ્રેમથી પ્રભુ નમન કરુ હુ;
અંતે આવજો લેવા કાજે, આ દેહ પડે જ્યા ધરતી કાજે.
…..ટમટમતા આ
xxxxxxxxxxxxxxxxxx