August 12th 2007

વિદાય

                              વિદાય                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાજળ જેવી કાળી આંખો  તોય  ઉઘડે નહીં આ  નૈન
ટપકટપક ટપકી રહેલા લાગે  સાવનભાદોનાઆ વ્હેણ

તનથી જેમ ના હ્રદય નીકળે મનથીના નીકળે વિચાર
કેમ કરી આ વસમી  વેળા સહન  થશે તમ સંગ વિના

હાથ ન ઉપડે વિદાય દેવા  અને શિશ ના ઉપડે મારું
લાગે  હૈયું  રડવા  જ્યારે  રોકી  શકું  ના આંસુ   ત્યારે

એવી ઘડી હું ત્યજવા ચાહું દુર મુજથી થોડા ના જાયે
મનમા રાખી સ્મરણ પ્રભુનું વિનવું જલ્દી પાછા આવે

ભ્રમણ કરીને થાકવા આવ્યો  મળ્યો  તારો સથવારો
હવે પ્રદીપ ના ખોવા ચાહે મળેલ તારો અનંતસહારો

બાળક મારા  હૈયે રાખી  જીવન  જીવું તમ  સંગે  હું
રવિ,દિપલ તોઆંખનીકીકી જ્યોત રમા થઈપ્રકાશે

જીવન ઉજ્વળ જીવી રહ્યો તો આવી ક્યાંઆ વિદાય
ગણી રહ્યો  હું  દિવસો  આજે  આગમન  ક્યારે  થાશે

વિદાય ત્યારે વસમી લાગે અંતરમાં અકળામણ થાય
શબ્દ મળે ના  વાચા કાજે   વિદાય મનને   છે   લાગે

અનંતનાઓવારેઆવી નીરખી જીવન મનડું છેમલકાય
નાવડી મારી સ્થિર પાણીમાં ધીમી છે  ચાલતી દેખાય

મસ્તમઝાના દિવસો માણતા જીવનસાગર પણ હરખાય
વિદાય કેરું મોજુ  આવતા હાથ હલેસા પકડવાને  જાય

હાલમ ડોલમ જીવનનૈયા અમારી ડગમગ ડગમગ થાય
થશેશાંત એજીવનનૈયા વિદાપ જ્યારે આગમનમાં ફરીજાય.

               —–૦૦૦૦૦૦૦૦૦૦——

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment