September 19th 2013
. . અનુભવની કેડી
તાઃ૧૯/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનુભવ એ છે જ્ઞાનની ગંગા,મળેલ જીવન ઉજ્વળ થાય
સરળતાના સોપાન મળે જીવનમાં,જન્મ સફળ થઈ જાય
. …………………અનુભવ એ છે જ્ઞાનની ગંગા.
જન્મમળે જીવને અવનીએ,ત્યાં માબાપનોપ્રેમ મળી જાય
પાવનકર્મનીકેડી મળે જીવને,જ્યાં અનુભવીરાહ મેળવાય
સફળતાના વાદળ ઘેરાતા,આવતી વ્યાધીઓ ભાગી જાય
નિર્મળતાનો સંગ મળતા જીવને,અનંત શાંન્તિ મળી જાય
. ………………….અનુભવ એ છે જ્ઞાનની ગંગા.
ભાઇભાંડુની શીતળ નજરે,પ્રેમની પરખ જીવને થતી જાય
કુટુંબકેરા સાથથી જીવનમાં,નામુંઝવણ કોઇઆવી અથડાય
વંદન વડીલને પ્રેમથી કરતાં,શ્રધ્ધાસાચી જીવને મળીજાય
અનુભવની ગંગામાં તરતા,જીવનમાં ઉજ્વળરાહ મળીજાય
. ……………………અનુભવ એ છે જ્ઞાનની ગંગા.
+++++++++++++++++++++++++++++++++++++++
September 15th 2013
. અવની
તાઃ૧૫/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના,ના સમજ આવે કોઇને અહીં
જન્મમરણએ જીવનાબંધન,અવનીએ આવીસમજાય ભઇ
. ………………….ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના.
અપારલીલા કુદરતની જગે,જીવને કર્મની કેડી મળે છે અહીં
મોહમાયાને વળગી ચાલતા,જીવને જન્મબંધન મળેજ ભઈ
સતકર્મોને સમજીને જીવતા,પાવન રાહ ની કેડીજ સંગે થઈ
મુક્તિમાર્ગની રાહ મળેછે જીવને,જ્યાં ભક્તિસાચી થતી ગઈ
. ……………………ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના.
સ્વર્ગ નર્કના દ્વાર છે ખુલ્લા,જ્યાંરે જીવ દેહ છોડી જાયછે અહીં
સાચી જલાસાંઇની ભક્તિ કરતાં,સ્વર્ગના દ્વાર ખોલાયછે ભઈ
કર્મનીકેડી કળીયુગી રહેતા,જીવને નર્કના દ્વાર આવકારે તહીં
આગમન અવનીપરનું જીવનું,કર્મનુ બંધન કહેવાય છે ભઈ
. ……………………ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના.
+++++++++++++++++++++++++++++++++++++++
September 5th 2013
. .મર્કટમન
તાઃ૫/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવિનાશીની આ અદભુતલીલા,જીવ ક્યારે ક્યાં જઈને જકડાય
મનમાં આવતા વિચારે રગડાતા,મર્કટમને જીવ જગતે ભટકાય
. ……………………અવિનાશીની આ અદભુતલીલા.
કળીયુગમાં મળતો સહવાસ સંબંધનો,નાકોઇ જીવથી કદીછટકાય
દેખાવની લાગે નાજુક આ દુનીયા,જીવને થાપટ પડતા સમજાય
એક જ નાની સફળતા મળતા,સમજે હવે મળશે જીવનમાં ઉજાસ
મર્કટમનની કળીયુગે આજ છે કેડી,જે જીવને ખોટા માર્ગે દોરી જાય
. …………………….અવિનાશીની આ અદભુતલીલા.
માગણીની અપેક્ષા જીવની જગતે,અવનીએ જ્યારે દેહને મેળવાય
સાચી ભક્તિ સમજીને કરતાં જીવનમાં,સદમાર્ગની કેડી મળી જાય
અપેક્ષાને નેવે મુકતા જીવનમાં,સંતજલાસાંઇની કૃપા મળતી જાય
દેહ છુટતા અવનીથી જીવને,નિર્મળભક્તિએ મુક્તિમાર્ગ મળી જાય
. ……………………..અવિનાશીની આ અદભુતલીલા.
=========================================
September 4th 2013
. .ઝંઝટ
તાઃ૪/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતી ઝંઝટ એ ઝાપટ છે,જે પ્રકોપ કુદરતનો કહેવાય
સુખશાંન્તિનો સંગાથમળે,એ જીવપર પ્રભુકૃપા કહેવાય
. ………………..મળતી ઝંઝટ એ ઝાપટ છે.
યુગના બંધન એ જીવની કેડી,સાચી ભક્તિએ મેળવાય
કરેલ કર્મ જીવનો સંબંધ,જે અવનીએ આગમન દેખાય
માગણી જલાસાંઇથી પ્રેમેકરતાં,ના જન્મ ફરી મેળવાય
મુક્તિકેરા માર્ગનેમેળવતા,જીવનો જન્મસફળ થઈજાય
. ……………….. મળતી ઝંઝટ એ ઝાપટ છે.
લાગણી મોહને મનથીછોડતા,જીવથી શાંન્તિને સહેવાય
અનંત આનંદ જીવનમાં મળતાજ,મોહમાયા ભાગી જાય
અજબલીલા અવીનાશીની જગતમાં,ના કોઇથીય બચાય
દેખાવનોજ્યાં સંગમળે જીવને,એજ અજબલીલા કહેવાય
. …………………..મળતી ઝંઝટ એ ઝાપટ છે.
===================================
September 3rd 2013
. . અવગણના
તાઃ૩/૯/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતાની સાંકળ છુટતા,મળેલ આજીવન જકડાઇ જાય
અવગણનાનો આશરોલેતાં,જીવનમાં વ્યાધીઓવધીજાય
. …………………માનવતાની સાંકળ છુટતા.
ઉજ્વળતાની કેડી શોધવા,માનવી અહીં તહીં ભટકી જાય
સફળતાનોસંગાથ શોધવા કાજે,મહાનતા દર્શાવતો જાય
મળે લાકડી જ્યાં પરમાત્માની,ના કોઇથીય કદી છટકાય
અવગણનાને તરછોડી દેતા,જલાસાંઇની કૃપા થઈ જાય
. …………………..માનવતાની સાંકળ છુટતા.
મળે જીવને જ્યાં સંસાર અવનીએ,માનવતા મળી જાય
સમજી વિચારી ભરેલ ડગલે,ના કોઇ તકલીફ આવી જાય
અંતરમાંઆનંદ ઉભરે સદા,જ્યાં સરળભક્તિને સચવાય
મળીજાય સૌનોપ્રેમ જીવને,જીવનમાંસરળતા મળીજાય
. …………………..માનવતાની સાંકળ છુટતા.
++++++++++++++++++++++++++++++++++++++
August 28th 2013

. . જય શ્રી કૃષ્ણ
તાઃ૨૮/૮/૨૦૧૩ (જન્માષ્ટમી) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માનુ આગમન અવનીએ,માનવદેહ થકી મળી જાય
ઉજ્વળતાની કેડી આપવા પધારે,એ કૃષ્ણ અવતાર કહેવાય
. ………………….પરમાત્માનુ આગમન અવનીએ.
અનંતપ્રેમની કેડી માતાથી મેળવી,સાચી રાહ આપી જાય
માતાપિતાની કૃપા દર્શાવી જેલમાં,એ સંતાને આવી જાય
અજબ શક્તિની લીલા ન્યારી,સરળજીવનથી બતાવી જાય
પ્રેમ મેળવ્યો ગોકુળમાં ખેલીને,સૌનેએ સ્નેહયાદ આપી જાય
. …………………..પરમાત્માનુ આગમન અવનીએ.
નારાયણનુ આગમન અવનીએ,રામકૃષ્ણ સ્વરૂપ એમ કહેવાય
ભક્તિભાવની કેડી દઇને જીવોની,માનવતા એ મહેંકાવી જાય
જય શ્રી કૃષ્ણના એકજ જાપથી,અવનીના આબંધન છુટી જાય
પરમાત્માની અજબકૃપા મળે,જ્યાં જન્માષ્ટમી પ્રેમથી ઉજવાય
. …………………..પરમાત્માનુ આગમન અવનીએ.
+++++++++++++++++++++++++++++++++++++=
August 26th 2013
. . લટક મટકતી ચાલ
તાઃ૨૬/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગની આ કાતર છે,ના કોઇ જીવને એ સમજાય
આવી ક્યારે મળે જીવને,એતો અજનબી જ કહેવાય
. ……………….કળીયુગની આ કાતર છે.
શીતળતાનો સંગ લઈને ચાલતો માનવી,જકડાઇ જાય
એક જ નજર લટકતી પડતા,પાવન કર્મ એ ભુલી જાય
માનવજીવન સાર્થક કાજે,અવનીએ માર્ગ શોધવા જાય
સરળજીવનમાં કાતર પડતા,જીવ ભવમાં ભટકતો થાય
. …………………કળીયુગની આ કાતર છે.
બંધ આંખે ભક્તિ કરતાં જ,સાચી શ્રધ્ધાને સાચવી જાય
લટક મટકતી ચાલથી છટકતા,આ જન્મ સફળ થઈ જાય
કળીયુગની આતો હેલી એવી,જે ભલભલાને લબડાઇ જાય
મુક્તિ કેરી રાહ મેળવવા કાજે,ઘરમાં જ સાચી ભક્તિ થાય
. ………………….કળીયુગની આ કાતર છે.
ઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃઃ
August 24th 2013
. .અલબેલી અવની
તાઃ૨૩/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અલબેલી આ અવનીપર,જીવને અનેક દેહ મળતા જાય
ઉજ્વળતાના સોપાન મળતા,જીવે કર્મપાવન થઈ જાય
. ………………….અલબેલી આ અવનીપર.
કર્મની કેડી અવનીએ અલબેલી,ના કોઇ જીવથી છટકાય
મળેલ બંધનને પારખી ચાલતા,દેહે કર્મ પાવન થઈ જાય
આવી આંગણે પ્રેમમળે પ્રભુનો,જ્યાં ભક્તિજ્યોત પ્રગટાય
ઉજ્વળતાના વાદળ વરસતા,પાવન કર્મ જીવનમાં થાય
. ……………………અલબેલી આ અવનીપર.
લાગણી પ્રેમ તો મળે દેહને,જ્યાં જીવથી અવનીએ અવાય
મળે દેહ જીવને અવનીએ,તેના કર્મના બંધનથી સમજાય
નિર્મળતાનો સંગ મળતા, જીવનમાં સરળતા મળતી જાય
મોહમાયાની ચાદર છુટતા જ,અલબેલી અવનીથી છટકાય
. …………………….અલબેલી આ અવનીપર.
=====================================
August 14th 2013
. . અગમ નીગમ
તાઃ૧૪/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અગમ નીગમના ભેદના જાણે,અવનીપર આવનાર
શ્રધ્ધા સ્નેહની સાંકળ સાચી, જીવને મુક્તિ એ દેનાર
. ………………….અગમ નીગમના ભેદના જાણે.
અજબ ગજબની શક્તિ પ્રભુની,ના કોઇનાથીય અંબાય
ક્યારે પ્રેમની વર્ષા વરસે,ને ક્યારે એજીવન રોળી જાય
અવનીપરના દેહની સમજ,એ કર્મ ધર્મથી જ સમજાય
મળશેપ્રેમ સંતજલાસાંઇનો,જીવને રાહસાચી મળીજાય
. …………………..અગમ નીગમના ભેદના જાણે.
મળેલ કેડી જીવને દોરે,જ્યાં સાચી ભક્તિ ઘરમાં થાય
મંદીરના બારણા ખખડાવતા,ના પ્રેમ જ્યોત મેળવાય
અંતરના આનંદને પામવા જીવે,પ્રભુ ભક્તિને પકડાય
મળે કૃપા પરમાત્માની,જે જીવને મુક્તિમાર્ગે લઈ જાય
. …………………..અગમ નીગમના ભેદના જાણે.
===================================
August 8th 2013
. . મળેલી કેડી
તાઃ૮/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવ જીવનની ઉજ્વળતા,તેને મળેલ માર્ગથી પકડાય
જીવથી પાવનકર્મની સાચી રાહ ,મળેલ કેડીએ સચવાય
. …………………માનવ જીવનની ઉજ્વળતા.
વાદળ વર્ષે જ્યાં પ્રેમના કળીયુગે,ના કોઇથીય દુર જવાય
સમજણ મનની નિર્મળરહેતા,સાચીરાહ જીવને મળી જાય
આગમન વિદાય એ બંધન જગના,પવિત્ર કર્મથી બચાય
સરળતાનો સહવાસ રહેતા,જીવનમાં શાંન્તિ મળતી જાય
. …………………..માનવ જીવનની ઉજ્વળતા.
તિથી વીધીને ના આંબે કોઇ,કે ના કોઇથી એમાંથી છટકાય
શાંન્તિકેરા માર્ગને પામવા,સાચી જલાસાઇની ભક્તિથાય
મળે જીવનમાં મોહ ને માયા,ના કાયાથી કદી એ દુર જાય
ભક્તિ માર્ગની એક જ રાહે,જીવને પવિત્રતા મળતી જાય
. ……………………માનવ જીવનની ઉજ્વળતા.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@