September 15th 2013

અવની

.                       અવની

તાઃ૧૫/૯/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના,ના સમજ આવે કોઇને અહીં
જન્મમરણએ જીવનાબંધન,અવનીએ આવીસમજાય ભઇ
.                    ………………….ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના.
અપારલીલા કુદરતની જગે,જીવને કર્મની કેડી મળે છે અહીં
મોહમાયાને વળગી ચાલતા,જીવને જન્મબંધન મળેજ  ભઈ
સતકર્મોને સમજીને જીવતા,પાવન રાહ ની કેડીજ  સંગે થઈ
મુક્તિમાર્ગની રાહ મળેછે જીવને,જ્યાં ભક્તિસાચી થતી ગઈ
.                  ……………………ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના.
સ્વર્ગ નર્કના દ્વાર છે ખુલ્લા,જ્યાંરે જીવ દેહ છોડી જાયછે અહીં
સાચી જલાસાંઇની ભક્તિ કરતાં,સ્વર્ગના દ્વાર ખોલાયછે ભઈ
કર્મનીકેડી કળીયુગી રહેતા,જીવને નર્કના દ્વાર આવકારે તહીં
આગમન અવનીપરનું જીવનું,કર્મનુ બંધન કહેવાય છે ભઈ
.                    ……………………ક્યાંથી આવ્યા ને ક્યાં જવાના.

+++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment