September 5th 2013

મર્કટમન

.                     .મર્કટમન                            

તાઃ૫/૯/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવિનાશીની આ અદભુતલીલા,જીવ ક્યારે ક્યાં જઈને જકડાય
મનમાં આવતા વિચારે રગડાતા,મર્કટમને જીવ જગતે  ભટકાય
.                       ……………………અવિનાશીની આ અદભુતલીલા.
કળીયુગમાં મળતો સહવાસ સંબંધનો,નાકોઇ જીવથી કદીછટકાય
દેખાવની લાગે નાજુક આ દુનીયા,જીવને થાપટ પડતા સમજાય
એક જ નાની સફળતા મળતા,સમજે હવે મળશે જીવનમાં ઉજાસ
મર્કટમનની કળીયુગે આજ છે કેડી,જે જીવને ખોટા માર્ગે દોરી જાય
.                     …………………….અવિનાશીની આ અદભુતલીલા.
માગણીની અપેક્ષા જીવની જગતે,અવનીએ જ્યારે દેહને મેળવાય
સાચી ભક્તિ સમજીને કરતાં જીવનમાં,સદમાર્ગની કેડી મળી જાય
અપેક્ષાને નેવે મુકતા જીવનમાં,સંતજલાસાંઇની કૃપા મળતી જાય
દેહ છુટતા અવનીથી જીવને,નિર્મળભક્તિએ મુક્તિમાર્ગ મળી જાય
.                   ……………………..અવિનાશીની આ અદભુતલીલા.

=========================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment