July 7th 2013

કીર્તી

.                    . કીર્તી

તાઃ૭/૭/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

શાંન્તિનો સંગાથ મળે જીવનમાં,ને માનવતા મહેંકી જાય
નિર્મળ ભાવથી મહેનત કરતાં,કીર્તીના વાદળ વર્ષી જાય
.                  ………………….શાંન્તિનો સંગાથ મળે જીવનમાં.
અવનીપરનુ આગમન જીવનું,કર્મના બંધનથી મેળવાય
જીવની જ્યોત પ્રગટે અવનીએ,જ્યાં શ્રધ્ધા સાચી પકડાય
મળતી બંધનની કેડી જીવને,જગતે માર્ગ અનેક દઈ જાય
સમજી વિચારી પગલું ભરતા,સફળતાએ કીર્તી મળી જાય
.                   …………………શાંન્તિનો સંગાથ મળે જીવનમાં.
અનેક રાહ મળે જીવને જગતે,સમજીને એકજ રાહ પકડાય
સરળતાનો સંગાથ રહેતા,સફળતાનોય  સંગાથ મળી જાય
જન્મ સાર્થક બનતો જાય,જ્યાં સંત જલાસાંઇની કૃપા થાય
ના અપેક્ષા રાખતા જીવનમાં,સરળતા સાથ આપતી જાય
.                   ………………….શાંન્તિનો સંગાથ મળે જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++++++

July 4th 2013

મળેલ પ્રેમ

.               . મળેલ પ્રેમ

તાઃ૪/૭/૨૦૧૩                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતો પ્રેમ અપાર જીવને,જ્યાં નિર્મળતા સહેવાય
માનવતાની મહેંક પ્રસરતા,સ્વર્ગીયસુખ મળી જાય
.              ………………….મળતો પ્રેમ અપાર જીવને.
સંતાનને સાચી રાહ મળે,જ્યાં માબાપને વંદન થાય
ઉગમણી ઉષાને નિરખતા,માતાનાચરણે સ્પર્શ કરાય
મનથી રાખી પ્રેમ નિખાલસ,સાચીભક્તિ પ્રેમથી થાય
મળે પ્રેમની વર્ષા જીવને,જ્યાં જલાસાંઇની પુંજા થાય
.              …………………..મળતો પ્રેમ અપાર જીવને.
વંદન કરતાં વડીલને પ્રેમે,સાચા આશિર્વાદ મળી જાય
ઉજ્વળ જીવનમાં રાહ મળે,એજ સાચી શ્રધ્ધા કહેવાય
એકજ ટપલી મળે ગુરૂની,નિર્મળ કેડી જીવને મળી જાય
સાર્થક જન્મનીરાહ મળતા,જીવનેમુક્તિમાર્ગ મળીજાય
.               …………………..મળતો પ્રેમ અપાર જીવને.

+++++++++++++++++++++++++++++++++

 

 

June 27th 2013

મનની માન્યતા

.                   મનની માન્યતા                         

તાઃ૨૭/૩/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની છે કૃપા અનેરી,માનવ જીવનથી સમજાય
હાથ પકડી પરમાત્મા ચાલે,ત્યાંજ માનવતા મહેંકાય
.                         …………………કુદરતની છે કૃપા અનેરી.
અજબકૃપા છે અવિનાશીની,સદકર્મોથી જ સહેવાય
દરેક કેડીએ જીવને જીંદગીમાં,સરળતાજ મળી જાય
અંતરને મળતો આનંદ અનેરો,ને પામરતા મહેંકાય
માનવજીવન સરળ બનતા,આ જીવન મહેંકી જાય
.                         …………………કુદરતની છે કૃપા અનેરી.
મનથી થયેલ ભક્તિજીવને,સાચી સમજણ આ પીજાય
શ્રધ્ધા અને વિશ્વાસની જ્યોત,આજીવન પ્રગટાવી જાય
માન્યતા એતો અતુટ કૃપા છે,જે જીવને જગે અનુભવાય
આવી પ્રેમ મળે જલાસાંઇનો,મળેલજન્મસફળ કરી જાય
.                        ………………….કુદરતની છે કૃપા અનેરી.

=================================

June 20th 2013

બારણે ટકોરા

.                      .. બારણે ટકોરા

તાઃ૨૦/૬/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિચારની કેડી મળે મનને,જ્યાં બારણે ટકોરા સંભળાય
કોણ આવ્યું  છે બારણે મારે,મનમાં અનેક વિચારો થાય
.                               …………….વિચારની કેડી મળે મનને.
ઉજ્વળ સુર્યના કિરણને જોતા,પ્રભાત થઇ એમ કહેવાય
મનને શાંન્તિ મળેજ કૃપાએ,જ્યાં સુર્ય અર્ચના પ્રેમે થાય
પડ્યાટકોરા બારણે મારે,આગમનનો અણસાર મળી જાય
બારણુ ખોલતા વડીલ જોતાં,સંકેત જલાસાંઇનો મળી જાય
.                               ……………..વિચારની કેડી મળે મનને.
ભક્તિ સાચી પ્રેમથી કરતાં,જીવથી ઉજ્વળ રાહ મેળવાય
અપેક્ષાના વાદળતુટતાં,સાચાસંતની કૃપા જીવ પર થાય
આવીને આંગણે પ્રભુ રહે,જ્યાં ભક્તિ પ્રેમ નિખાલસ થાય
જીવની જ્યોત પ્રગટે કૃપાએ,જીવને મુક્તિમાર્ગ મળી જાય
.                                  …………….વિચારની કેડી મળે મનને.

=========================================

June 15th 2013

કરામત કાતરની

.              . કરામત કાતરની

તાઃ૧૫/૬/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

રાહ મળી મને કાતરથી,જે દુશ્મનને કાપતી ગઈ
સમજણની શીતળતા લઈ,ઉજ્વળ જીંદગી થઈ
.                 ……………………મારી શ્રધ્ધા સાથે જ રહી.
મનકર્મની એકજ કેડી,જે સમજણથી સચવાઇ ગઈ
ના અપેક્ષા કેના કોઇ માગણી,નિર્મળતા સાથે રહી
આવીનેઆંગણે પ્રેમ મળતા,લાયકાત દેખાઇ ગઈ
કુદરતની આનિર્મળરાહ,સાચીભક્તિએ મળી ગઈ
.                   ………………….રાહ મળી મને કાતરથી.
કાતર એજ સંગાથસાચો,જે દેખાવને કાપતી થઈ
જીવ પહોંચે જ્યાં ઉંડાણમાં,ત્યાં ના કોઇ આરો ભઈ
જલાસાંઇની ચીંધેલ આંગણી,મુક્તિમાર્ગ દઈ ગઈ
કર્મની એકજ કેડી સાચવતા,માનવતા મહેંકી ગઈ
.                   …………………..રાહ મળી મને કાતરથી.

================================

June 13th 2013

પ્રેમની સાંકળ

.               પ્રેમની સાંકળ 

તાઃ૧૩/૬/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરમાં અજવાળુ થાય,ને જીવને રાહત મળી જાય
ઉજ્વળ પ્રેમની સાંકળ નિરાળી,શિતળ સ્નેહ દઈજાય
.                    …………………અંતરમાં અજવાળુ થાય.
માનવતાની મહેંક પ્રસરતા,હૈયે અનંત આનંદ થાય
પ્રેમનીકેડી શિતળ મળતાં,જીવનમાં શાંન્તિ થઇજાય
અગમનિગમના ભેદ અનેરા,પ્રભુકૃપા એજ સમજાય
નિર્મળ જીવન જીવતા,મળેલ જન્મ સફળ થઈ જાય
.                    …………………અંતરમાં અજવાળુ થાય.
લાગણીમોહ તો કળીયુગના બંધન,ના કોઇથી છુટાય
જલાસાંઇની ભક્તિના સંગે,સંસાર પણ ઉજ્વળ થાય
આધી વ્યાધી ના આવે સંગે,જ્યાં નિર્મળતા મહેંકાય
મળતી મુંઝવણ દુરજ ભાગે,જ્યાં કળીયુગથી છટકાય
.                   ………………….અંતરમાં અજવાળુ થાય.

++++++++++++++++++++++++++++++++++

June 11th 2013

પરખ પ્રેમની

.                  પરખ પ્રેમની

તાઃ૧૧/૬/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળતાના સંગે માનવી,અનેક આફતોથી અથડાય
પરખ ના સાચાપ્રેમની મળે,ત્યાં મુંઝવણ વધતી જાય
.                        …………………નિર્મળતાના સંગે માનવી.
જન્મ મળતા જીવને અવનીએ,અનેક રાહ મળી જાય
સમજણનો સંગાથ રાખતાજ,વ્યાધીઓ ભાગતી જાય
કળીયુગની છે કાતર અટુલી,ના માનવતાને મેળવાય
સમજની સાચી રાહ છુટતા,જીવ અહીં તહીં ભટકી જાય
.                       ………………….નિર્મળતાના સંગે માનવી.
મળી જાય માયાનેમોહ જીવનમાં,ના કોઇથીય  છટકાય
પ્રેમમળે જીવનમાં દેહને અંતરનો,સ્નેહ સાંકળસચવાય
પરખ પ્રેમની જીવને સમજાય,જ્યાં નિખાલસ મેળવાય
આવી અંતરને આનંદ મળે,એ સાચો પ્રેમ મળ્યો કહેવાય
.                        ………………….નિર્મળતાના સંગે માનવી.

====================================

May 18th 2013

જન્મ દીન

.                         .જન્મ દીન

તાઃ૧૮/૫/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળતા જીવને અવનીએ,દેહ થકી દેખાય
મળેલ કાયાને ઓળખવા,દેહને નામ મળી જાય
.       ……………….જન્મ મળતા જીવને અવનીએ.
અસીમ કૃપા કરતારની,જે અવનીએ મળી જાય
અદભુતલીલા કુદરતની,મોહકાયાને સ્પર્શી જાય
કળીયુગની લીલી લકીર પર,જીવ ભટકતો થાય
નિર્મળતાની શીળળ કેડીએ,પ્રભુ કૃપા થઈ જાય
.      ………………..જન્મ મળતા જીવને અવનીએ.
અવનીપરનુ આગમન,જીવનો જન્મદીન કહેવાય
વર્ષેવર્ષની સરળતાસંગે,દેહની ઉંમર વધતીજાય
કાયાની રામાયણ અંતે જીવને,દેહથી છોડી જાય
મળેલ માનવદેહ જલાસાંઇની ભક્તિએ છુટી જાય
.       ……………….જન્મ મળતા જીવને અવનીએ.

=====================================

May 11th 2013

સંગે રાખજો

.                     સંગે રાખજો 

તાઃ૧૧/૫/૨૦૧૩                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવજો સંગે પ્રેમને લઈને,છોડી દ્વેષ જીવનમાં સૌ
નિર્મળતાના વાદળ સંગે,માણજો સાચોપ્રેમ હું દઉ
.                ………………….આવજો સંગે પ્રેમને લઈને.
કદીક મળેલ માયા કળીયુગની,જીવન વેડફે અહીં
શીતળતાની કેડી જ છુટતાં,ના શાંન્તિ રહેતી ભઈ
ડગલે ડગલુ ત્રાહિત બનતા,મુંઝવળો વધતી ગઈ
અંત નાઆવે આફતનોદેહે,તકલીફો આવતી થઈ
.                 ………………….આવજો સંગે પ્રેમને લઈને.
સાચો પ્રેમ અંતરથી મળતો,ના ઉભરો આવે કોઇ
જ્યોત પ્રેમની જલે જીવનમાં,શાંન્તિ મળતી ગઈ
સ્નેહની સાંકળ જીવે બંધાતા,નિર્મળતા આવીગઈ
કૃપામળી જ્યાં જલાસાંઇની,મોહમાયા ભાગી ગઈ
.                 …………………..આવજો સંગે પ્રેમને લઈને.

====================================

March 20th 2013

શીતળ મન

.                          .શીતળ મન

તાઃ૨૦/૩/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવન મહેંકી જાય ત્યાં,જ્યાં શીતળતા સહેવાય
ઉજ્વળ જીવનને પામી લેતાં,મળેલ જન્મ સાર્થક થાય
.    ………………….માનવજીવન મહેંકી જાય ત્યાં.
સમજણ રાખી સ્નેહ દેતાં,જીવનમાં સાથ સૌનો મળી જાય
ડગલેડગલું પારખી ચાલતાં,ના અડચણ કોઇ આવી જાય
શાંન્તિનો  સંગાથ મળતાં જીવને,કૃપા પ્રભુની મળી જાય
નિર્મળજીવન જગે જીવતાં,જીવને અનંતશાંન્તિ થઈ જાય
.     …………………માનવજીવન મહેંકી જાય ત્યાં.
ભક્તિનો સંગ રાખતાં જીવનમાં,સાચી માનવતામહેંકાય
આધીવ્યાધી નાઆંગણે આવે,જ્યાં જલાસાંઇનીકૃપાથાય
સરળતાની પાવન કેડીએ,જીવથી ભક્તિ સાચી થઈ જાય
મુક્તિ દ્વારના બારણા ખુલતાં,મનને શીતળતા મળી જાય
.    ………………….માનવજીવન મહેંકી જાય ત્યાં.

++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »