March 18th 2013
. .મળેલ માયા
તાઃ૧૮/૩/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જીવને માયા જગતમાં,જ્યાં નિર્મળતા સહેવાય
માનવતાની મહેંક ના પ્રસરે,આ જીવનવેડફાઇ જાય
. .. ……………મળે જીવને માયા જગતમાં.
જન્મમરણ કાયાના બંધન,જીવે આંધીઓ આપી જાય
અધોગતીની એક જ કેડી,મળતી ઝંઝટથી જ ઝપટાય
કળીયુગની અદભુત છે લીલા,નાકોઇ જીવથી છટકાય
મળે જ્યાં માયામોહ જીવને,ત્યાં જીંદગી વેડફાઇ જાય
. …………………મળે જીવને માયા જગતમાં.
ભક્તિભાવની અદભુતલીલા,જીવનેરાહ સાચી દઈજાય
મનથી કરતાં ભક્તિ જલાની,માનવજીવન સરળ થાય
આંધી વ્યાધીને આંબે છે ભક્તિ,અજબ એમાં છે શક્તિ
સાંઇબાબાની શ્રધ્ધાસાચી,જીવને મુકિતમાર્ગ દઈ જાય
. …………………મળે જીવને માયા જગતમાં.
===================================
March 4th 2013
. જીવબંધન
તાઃ૪/૩/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જકડે કર્મના બંધન,જગતે જન્મ મરણથી સહેવાય
સમજણ સાચી જીવને મળતાં,જીવ પર પ્રભુકૃપા થઈ જાય
. …………………જીવને જકડે કર્મના બંધન.
અવનીપર ના આગમનને,જીવના કર્મ બંધન છે કહેવાય
શીતળતાનો સંગ રાખતા,જગતના લેણદેણથી છટકાય
જગતની સૃષ્ટિછે કળીયુગી,જલાસાંઇની ભક્તિએ છુટાય
અંતરમાં આનંદ વરસતા,જીવને મુક્તિ માર્ગ મળી જાય
. …………………..જીવને જકડે કર્મના બંધન.
માતાપિતા એ નિમીત બને છે,જે જીવને દેહ આપી જાય
સમજણ સાચી સંગે રાખતાં,માનવજીવન નિર્મળ થાય
અવનીના બંધન છે જીવના,દેહને અહીં તહી લઈ જાય
આજે અહીં ને કાલે તહીં,એ જ સાચા જીવબંધન કહેવાય
. ……………………જીવને જકડે કર્મના બંધન.
+++++++++++++++++++++++++++++++++++
March 2nd 2013
. .નિર્મળ આંખ
તાઃ૨/૩/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ આંખે જગતમાં જોતાં,જીવથી સુખ શાંન્તિ સહેવાય
ઉજ્વળતાના વાદળ ઘુમતા,જીવનો જન્મ સફળ થઈ જાય
. ……………………નિર્મળ આંખે જગતમાં જોતાં.
પરમકૃપાળુ પરમાત્માની અસીમ કૃપા,એ જીવને મળી જાય
લાગણીમોહની કેડીને છોડતાં,દેહની આંખો નિર્મળ થઈજાય
અપેક્ષાની ના આંગળી ચીંધતા,જીવ પર જલાસાંઇ હરખાય
મળે પ્રેમ જગતમાં જીવને,જે જીવનમાં સુખસાગર દઈ જાય
. …………………….નિર્મળ આંખે જગતમાં જોતાં.
કર્મની કેડી જીવને જકડે અવનીએ,ના કોઇથીય એને છોડાય
વાણીવર્તન સાચવી જીવતાં,સાચી ભક્તિ જીવને મળી જાય
ભક્તિની અજબશક્તિ છેન્યારી,જલારામની શ્રધ્ધાએ દેખાય
અવનીપર આવી અવિનાશી,ઝોળી દંડો આપીને ભાગી જાય
. ……………………નિર્મળ આંખે જગતમાં જોતાં.
======================================
February 24th 2013
. .અંતરનો આનંદ
તાઃ૨૩/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજ્વળ જીવનનો સંગાથ મળે,ત્યાં સાચી માનવતા મહેંકાય
શાંન્તિનો સાગર ઉભરાય જીવનમા,જ્યાં ભક્તિપ્રેમથી થાય
. …………………ઉજ્વળ જીવનનો સંગાથ મળે.
નિર્મળતાના વાદળ ઘેરાતા,પાવનપ્રેમ જીવનમાં મળી જાય
મોહમાયાનો સંગ છુટતા,માનવજીવન પણ સરળ થઈ જાય
મળેલ પાવન કેડી ભક્તિની જીવને,મુક્તિ માર્ગે જદોરી જાય
અભિમાનની રાહ છુટતા જીવનમાં,ના આધીવ્યાધીઅથડાય
. ………………….ઉજ્વળ જીવનનો સંગાથ મળે.
મળેલ દેહ અવનીએ જીવને,તેના કર્મ બંધનથી જ મેળવાય
આવી અવની પર દેહ મળે,જેના નીમીત માબાપ બની જાય
સંતાન બની અવતરણ થતાં,જીવની કર્મ કેડી શરૂ થઈ જાય
કૃપાની પાવનરાહે જીવનમાં,અંતરનો આનંદ ઉભરાઇ જાય
. …………………..ઉજ્વળ જીવનનો સંગાથ મળે.
—————————————————————-
February 22nd 2013
. . શીતળ સવાર
તાઃ૨૨/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંધકારની કેડી છોડી દેતા,ઉજ્વળ પ્રભાત મળી જાય
શાંન્તિનો સંગાથ મેળવતા,શીતળ સવાર આવી જાય
. ……………….અંધકારની કેડી છોડી દેતા.
માનવતાની મહેંક પ્રેસરે,ત્યાં સફળતાય મળતી જાય
નિર્મળતાને માણી લેતા,જીવનમાં શાંન્તિ પ્રસરી જાય
મોહમાયાની ચાદરછુટતાં,મળેલ જન્મસફળ થઈ જાય
લાગણી માગણીને નેવે મુકતાં,માનવતા મહેંકતી જાય
. ………………….અંધકારની કેડી છોડી દેતા.
કુદરતની અસીમકૃપાએ,પરમાત્માની ઓળખ થઇ જાય
પ્રભાતપહોરમાં પ્રેમેપુંજન કરતાં,સંત જલાસાંઇ હરખાય
કળીયુગની કેડીને છોડતા,જીવની ઝંઝટ પણ ભાગી જાય
શીતળ સવારનો સંગમળે,આ પામર જીંદગીપાવન થાય
. ………………..અંધકારની કેડી છોડી દેતા.
===================================
February 13th 2013
. .સરળતાનો સંગ
તાઃ૧૩/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઝટપટ ચાલતી જીંદગીમાં,ના કદી સરળતા મેળવાય
મનને મળતી મુંઝવણમાં,આ જીવ ઝંઝટમાં લબદાય
. ………………….ઝટપટ ચાલતી જીંદગીમાં.
કળીયુગ કેરી આ ચાલમાં,સદા માનવી જ ફસાઇ જાય
મોહમાયાનો સંગ જીવનમાં રહેતા,ના સરળતા જોવાય
મનમાં રહેલ શ્રધ્ધાને સહારે,જીવથી વ્યાધીને મેળવાય
સરળતાનો સંગ શોધતા જીવનમાં,તકલીફો મળી જાય
. ………………….ઝટપટ ચાલતી જીંદગીમાં.
સમજી વિચારી ચાલતાં જીવનમાં,સાચી રાહ મળી જાય
કુદરતકેરી દ્રષ્ટિ પડતાં જીવને,કામ ધીમે ધીમે સમજાય
મળે જીવનમાં જ્યાં કૃપા જલાની,પાવન રાહને પકડાય
સાંઇબાબાનુ શરણુ મળતાં,કળીયુગી કાતર ચાલી જાય
. …………………..ઝટપટ ચાલતી જીંદગીમાં.
===============================
February 6th 2013
. .કુદરત
તાઃ૬/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ હવાનો સંગ મળતા,જીવનમાં શાંન્તિ મળી ગઈ
અગમનિગમના ભેદ જોતા,જીવને કુદરત સમજાઇ ગઈ
. ……………….શીતળ હવાનો સંગ મળતા.
અવનીપર છે કુદરતની દ્રષ્ટિ,પ્રસંગથી એ પરખાઇ ગઈ
જીવને મળેલ જન્મ જગત પર,કર્મની કેડીય પકડાઇ ગઈ
માનવ દેહની પરખ પ્રભુની,જે સાચી રાહને આપતી થઈ
અસીમ કૃપા કુદરતની મળતા,જગે માનવતા મહેંકી ગઈ
. ……………….શીતળ હવાનો સંગ મળતા.
આંધી ક્યારે આવે અવનીએ,ને જાય ક્યારે આવતી વ્યાધી
કુદરતની આ અદભુત લીલા,ના જગતમાં કોઇએ છે જાણી
પરમ કૃપાળુ છે પરમાત્મા,જે સાચી ભક્તિએ કૃપાથઈ જાય
સંતની સાચીભક્તિ પ્રગટે,જ્યાં જીવથી રાહ સાચી પકડાય
. ……………….. શીતળ હવાનો સંગ મળતા.
+++++++++++++++++++++++++++++++++
January 24th 2013
. .લાગણી છોડી
તાઃ૨૪/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સાચી રાહ મળતા જીવનમાં,જીવને અતિ આનંદ થઈ જાય
મુકતા લાગણી મનથીઆઘી,ત્યાંજગની ઝંઝટ ભાગી જાય
. ………………… સાચી રાહ મળતા જીવનમાં.
કળીયુગની આ વહેતી ગંગા,જ્યાં ત્યાં માનવીને લઈ જાય
ભોગ ઉપભોગની વિચીત્ર રાહે,મળેલ જીવન વેડફાઇ જાય
આજની ચિંતા છોડી માનવી,કળીયુગી આવતી કાલે ફસાય
નામળે સહારો અંતે જીવનમાં,જે સાચીરાહ જીવને દઈજાય
. …………………. સાચી રાહ મળતા જીવનમાં.
આવીદોડી મળે લાગણી,ત્યાં માનવીમન અહીંતહીં ભટકાય
સમજ નાઆવે સમયની જીવને,જે જીવન વ્યર્થ કરીને જાય
મોહમાયાની એકજ ઝાપટે,જીવ જગતમાં ભમતો થઈ જાય
નિર્મળ પ્રેમને પકડી રાખતાં,કળીયુગી મુંઝવણ ભાગી જાય
. …………………..સાચી રાહ મળતા જીવનમાં.
======================================
January 19th 2013
. .ભીની આંખ
તાઃ૧૯/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની છે આ કરામત,જીવ સુખદુઃખમાં સંધાય
મળતાસ્પર્શ દેહને અવનીએ,જીવ તેનાથી બંધાય
. …………………કુદરતની છે આ કરામત.
કર્મ બંધન જીવને પકડે,જે અવતાર આપતો જાય
નિર્મળતાનો સંગ રાખતાં,જીવન સરળ મળી જાય
મળેલમાયા જીવનમાં,કદીક ભીની આંખ કરી જાય
સાચી ભક્તિનોસંગ રહેતા,હર્ષના આંસુ છલકીજાય
. ………………….કુદરતની છે આ કરામત.
મળે દેહને કેડી અનેક જીવનમાં,ના કોઇથી છટકાય
સહન કરીને જીવતાં,જીવનો માર્ગ સરળ થઈ જાય
મળે માર્ગ આડો જો જીવને,દુઃખે આંખો ભીની થાય
ના સાથ મળે સંગાથીઓનો,ત્યાં મનમાં ચિંતા થાય
. ………………..કુદરતની છે આ કરામત.
=================================
January 18th 2013
. .પાવન પ્રભાત
તાઃ૧૮/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જીવને મહેર પ્રભુની,જ્યાં પાવન પ્રભાત મળી જાય
સુખશાંન્તિ ને કૃપા મળતા,જીવનો જન્મ સફળ થઈ જાય
. ………………..મળે જીવને મહેર પ્રભુની.
અવનીપરનુ આગમન,એતો કર્મના બંધનથી જ મળી જાય
સરળ જીવનમાં સંગાથ મળતા,જીવ સદમાર્ગે ચાલ્યો જાય
મોહમાયાનીકેડી છુટતા જીવને,સાચોભક્તિમાર્ગ મળી જાય
ઉજ્વળ પ્રભાતને પારખી લેતાં,મળેલ જીવન પાવન થાય
. …………………મળે જીવને મહેર પ્રભુની.
સુર્યોદયની પ્રથમ કિરણે,જીવને પાવન દ્રષ્ટિય મળી જાય
સહવાસ મળતા સંગાથીઓનો,જીવને સાચીરાહ મળીજાય
અજબલીલા અવીનાશીની જગે,ના માનવમનને સમજાય
ભક્તિ કેરી નિર્મળ કેડીમળે,જીવનો દેહથી સંબંધ છુટી જાય
. …………………..મળે જીવને મહેર પ્રભુની.
**********************************************