February 22nd 2013

શીતળ સવાર

                   . શીતળ સવાર

તાઃ૨૨/૨/૨૦૧૩                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંધકારની કેડી છોડી દેતા,ઉજ્વળ પ્રભાત મળી જાય
શાંન્તિનો સંગાથ મેળવતા,શીતળ સવાર આવી જાય
.                          ……………….અંધકારની કેડી છોડી દેતા.
માનવતાની મહેંક પ્રેસરે,ત્યાં સફળતાય મળતી જાય
નિર્મળતાને માણી  લેતા,જીવનમાં શાંન્તિ પ્રસરી જાય
મોહમાયાની ચાદરછુટતાં,મળેલ જન્મસફળ થઈ જાય
લાગણી માગણીને નેવે મુકતાં,માનવતા મહેંકતી જાય
.                       ………………….અંધકારની કેડી છોડી દેતા.
કુદરતની અસીમકૃપાએ,પરમાત્માની ઓળખ થઇ જાય
પ્રભાતપહોરમાં પ્રેમેપુંજન કરતાં,સંત જલાસાંઇ હરખાય
કળીયુગની કેડીને છોડતા,જીવની ઝંઝટ પણ ભાગી જાય
શીતળ સવારનો સંગમળે,આ પામર જીંદગીપાવન થાય
.                        ………………..અંધકારની કેડી છોડી દેતા.

===================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment