February 13th 2013

સરળતાનો સંગ

.                   .સરળતાનો સંગ

તાઃ૧૩/૨/૨૦૧૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઝટપટ ચાલતી જીંદગીમાં,ના કદી સરળતા મેળવાય
મનને મળતી મુંઝવણમાં,આ જીવ ઝંઝટમાં લબદાય
.                      ………………….ઝટપટ ચાલતી જીંદગીમાં.
કળીયુગ કેરી આ ચાલમાં,સદા માનવી જ ફસાઇ જાય
મોહમાયાનો સંગ જીવનમાં રહેતા,ના સરળતા જોવાય
મનમાં રહેલ શ્રધ્ધાને સહારે,જીવથી વ્યાધીને મેળવાય
સરળતાનો સંગ શોધતા જીવનમાં,તકલીફો મળી જાય
.                       ………………….ઝટપટ ચાલતી જીંદગીમાં.
સમજી વિચારી ચાલતાં જીવનમાં,સાચી રાહ મળી જાય
કુદરતકેરી દ્રષ્ટિ પડતાં જીવને,કામ ધીમે ધીમે સમજાય
મળે જીવનમાં જ્યાં કૃપા જલાની,પાવન રાહને પકડાય
સાંઇબાબાનુ શરણુ મળતાં,કળીયુગી કાતર ચાલી જાય
.                     …………………..ઝટપટ ચાલતી જીંદગીમાં.

===============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment