October 12th 2012
. શીતળ પવન
તાઃ૧૨/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ પવનની લહેર મળે ત્યાં,પાવન પહોર થઈ જાય
નિર્મળતાનાવાદળ વહેતા,જીવને શાંન્તિમાર્ગ મળીજાય
. …………………શીતળ પવનની લહેર મળે.
સરળ જીવનનીરાહ મળતાં,માનવ જન્મસાર્થક થઇજાય
સાચી શ્રધ્ધા એજ કેડી જીવનની,સુખ શાંન્તિ આપી જાય
મળે કદીના માયા જીવને,કે ના કદી મોહ આવી અથડાય
સરળજીવનની કેડી મળે જીવને,સાચી ભક્તિએ સહેવાય
. ………………….શીતળ પવનની લહેર મળે.
અંતરમાં જાગેલી ઉર્મીને,જલાસાંઇની કૃપાએજ મેળવાય
સાર્થક માનવજન્મ થાય જીવનો,ત્યાં કર્મબંધન છુટીજાય
શીતળતાના વાદળ વરસતાં,જીવથીઉજ્વળતામેળવાય
સાચી રાહ મળતાં જીવને,મળેલઆજન્મ સફળ થઇ જાય
. …………………. શીતળ પવનની લહેર મળે.
===================================
October 10th 2012
. કુ કર્મ
તાઃ૧૦/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળતા કેડી માનવતાની,મળેલ જન્મ સફળ થઈ જાય
શ્રધ્ધારાખતાં સ્નેહમળે,જે જીવથી થયેલકર્મથીલેવાય
. ………………….મળતા કેડી માનવતાની.
અવની પરનું આગમન જગતમાં,જન્મ મળતા દેખાય
દેહનીમાયા એબંધન જીવના,જગતપર કર્મથી બંધાય
મારુ તારુની એક નાની કેડી,જીવને કુ કર્મ કરાવી જાય
બંધન મળે અવનીના જીવને,જે મળતા દેહથી દેખાય
. ……………………મળતા કેડી માનવતાની.
સુ કર્મ છે નિર્મળ કેડી,જીવનમાં નિખાલસતા મળી જાય
પ્રભુકૃપાએ પામી લેતા,એ જીવનો જન્મસફળ થઈ જાય
કળીયુગની કેડીમાંરહેતા,કુકર્મનો સંબંધપણ સ્પર્શી જાય
મુંઝવણ પણમળતી ડગલેપગલે,એજ તેની કેડી કહેવાય
. …………………….મળતા કેડી માનવતાની.
++++++++++++++++++++++++++++++++
October 7th 2012
. સુર્યનો ઉદય
તાઃ૭/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુર્યદેવની પહેલી કિરણે,દેહને સ્વાસ્થ્યસારુ મળીજાય
પુંજન અર્ચન પ્રેમે કરતાં,મળેલ જન્મ સફળ થઇ જાય
. …………………સુર્યદેવની પહેલી કિરણે.
શ્રધ્ધા રાખી સુર્યસ્નાન કરતાં,દેહને રોગમુક્તિ મળી જાય
સુર્ય કિરણને સમજી લેતાં,નાદવા કે ગોળી દેહને ભટકાય
પ્રકાશ આંખોને તેજ આપે,જે દ્રષ્ટિને નિર્મળતા આપી જાય
દુર નજીકની પરખ મળે જ્યાં,ત્યાં મનથી બધુંજ સમજાય
. …………………..સુર્યદેવની પહેલી કિરણે.
પ્રભાત પહોરે જગ ઉજ્વળ બને,જ્યાં સુર્યનો ઉદય થાય
અનેક જીવોને સાચીરાહ મળે,ને મળેલ જન્મ સાર્થકથાય
સંધ્યા કાળને સમજી લેતાં,સંત જલાસાંઇની ભક્તિ થાય
પ્રભાત જેની ઉજ્વળ બને,ના મોહમાયા જીવને ભટકાય
. ……………………સુર્યદેવની પહેલી કિરણે.
=====================================
October 3rd 2012
લાંબી લાકડી
તાઃ૩/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કેમ છો કહેતા જીભલડી અટકે,ત્યાં દેહથી દુર ભગાય
સમજ આવતા કર્મની જીવને,આફતથી છટકી જવાય
………………કેમ છો કહેતા જીભલડી અટકે.
માયાથી મળતી લાગણીએ,માનવીમન ભટકતુ થાય
સમજની નાની દોર પકડાતાંજ,જીવનમાં રાહત થાય
શ્રધ્ધા રાખી સંગ મેળવતા,પ્રભુનીકૃપા થોડી થઈ જાય
છટકી ચાલવા જતાં દેહને,બરડે લાંબી લાકડી પડીજાય
……………….કેમ છો કહેતા જીભલડી અટકે.
દુરથી વાણી કડવીલાગે,જ્યાં સીધા શબ્દને ના સમજાય
નજીક આવી સાંભળી લેતા,જીવે દુઃખ અનંત પણ થાય
મળે કુદરતનોકોપ જીવને,જીવનમાં અંધકાર આવી જાય
પડતા લાકડી કુદરતની,મળેલ આજીવન વ્યર્થ થઈ જાય
……………..કેમ છો કહેતા જીભલડી અટકે.
========================================
October 2nd 2012
. .સ્નેહ કે સંગાથ
તાઃ૨/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો આવ્યો કહેતો જાય,તોય સંબંધથીએ છટકતો જાય
પળપળ દુર રહેતો જાય,અને સમયનેય લાંબો કરતો જાય
એવો આ કળીયુગનો સંગાથ,છેલ્લે પતિપત્નીને છોડીજાય
. ……………………..એવો આ કળીયુગનો સંગાથ.
પકડે લાકડી હાથમાં ચાલે,તોય અભિમાનને એ અથડાય
નાની નાની વાતો સાંભળીને,લાંબી લાંબી એ કરતો જાય
એકડો આવે જીભ પર જ્યાં,ત્યાંતો દસનેએ બબડતો જાય
દરીયા જેવડી ડૉલ શોધવાને,નદી કિનારે એ ફરતો જાય
. ……………………..એવો આ કળીયુગનો સંગાથ.
અંગને જકડીને કપડાં ચાલે,ને પટ્ટાએ પેટને પકડી જાય
સહયાત્રીનોસંગમેળવવા,અંતે હોઠે લીપસ્ટીક લાગીજાય
દ્રષ્ટિની જ્યાં તકલીફ પડે,ત્યાંજ સંબંધ સ્પર્શથી અથડાય
કુદરતની આ અદભુત છે કેડી,સાચી ભક્તિએજ સમજાય
. ……………………..એવો આ કળીયુગનો સંગાથ.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
September 23rd 2012
. જીવનસંગ
તાઃ૨૩/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્મળ રાહ મળે અવનીપર,એ જ છે જીવની લાયકાત
મોહમાયાના વાદળ ભાગે,જ્યાં જલાસાંઇની કૃપા થાય
. ……………………..નિર્મળ રાહ મળે અવનીપર.
રાતદીવસ અવનીની રીત,સ્વર્ગમાં ના તેની કોઇ પ્રીત
પરમાત્માની આ અજબ લીલા,ના જગે કોઇની એ જીત
કર્મનીકેડી બંધનથીમળે,અવનીએ ક્યાંથીકએ મેળવાય
જગતપિતાની કરૂણા દ્રષ્ટિ,જીવે પાવનકર્મ કરાવી જાય
. …………………….નિર્મળ રાહ મળે અવનીપર.
દેહને સંબંધ અવનીથી,જે જીવને જ્યાં ત્યાં જકડી જાય
સંગમળે સત્કર્મીનો જીવને,જ્યાં સાચી ભક્તિથી ભજાય
મળે સાચીકેડી જીવને સંગથી,જ્યાં નિખાલસતા બંધાય
જન્મમરણની વ્યાધીછુટે,આંગણે સાચા સંત આવીજાય
. …………………….. નિર્મળ રાહ મળે અવનીપર.
***********************************************************
September 22nd 2012
. .હિંમત
તાઃ૨૨/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનની મક્કમતા જીવનમાં,કામ સરળ કરી જાય
હિંમત રાખી જીવન જીવતાં,પ્રભુ કૃપા મળી જાય
. …………………..મનની મક્કમતા જીવનમાં.
નિરાધારનો આધાર પ્રભુ છે,જે સદમાર્ગેજ મેળવાય
જીવનની અનેક કેડીમાં,ના ભક્તિ જીવ કદી ફસાય
સરળતાનો સંગાથ મળતાં,જીવે સફળતા મળી જાય
અજબલીલા અવીનાશીની,પાંગળો પર્વત ચઢી જાય
. …………………..મનની મક્કમતા જીવનમાં.
આનંદહૈયે ને પ્રેમ પારકાનો,સાચી હિંમતે મળી જાય
ના રહે દેખાવ મર્દાનગીનો દેહે,જે જીવન વેડફી જાય
મળી જાય કૃપા જલાસાંઇની,પાવન જન્મ કરી જાય
હિમંત હૈયે સાચી જ રહેતા,જગત આખુંય ભમી જાય
. ………………….મનની મક્કમતા જીવનમાં.
===================================
September 21st 2012
. .તન સાથે મન
તાઃ૨૧/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મગજ મારુ માઇલો ચાલે,ના ચાલે શરીર માઇલ એક
કેવી અજબ શક્તિ પરમાત્માની,શરીરને બાંધે એ છેક
. …………………મગજ મારુ માઇલો ચાલે.
વિચાર તો વંટોળીએ ચાલે,સમજના વાદળ મળે અનેક
જીવનેમળતાં શાંન્તિ પહેલા,વિચારના વહેંણ આવે છેક
શરીર સ્ફુર્તી સાચવી લેવા કાજે,કરતો હું કસરતથી પ્રેમ
મળીગઇ મને રાહજીવનમાં,ત્યાં મન શરીરથી થયો હેત
. …………………..મગજ મારુ માઇલો ચાલે.
ગાડી ચાલે જીવનની એવી,જેવી જીવને મળતી કેડી એક
સમજણ વિચારની સાચી રાહે,જીવનની ગાડી સરળ બને
મનને મળતાં કૃપાજલાસાંઇની,રાહ મળે જીવને પણ નેક
સરળતાની એકકેડી મળતા,તન સાથે મન મળીજાય છેક
. ……………………મગજ મારુ માઇલો ચાલે.
======================================
September 12th 2012
. શબ્દનો સાથ
તાઃ૧૨/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં,કલમ પકડાઇ ગઈ
મળી ગઈ મનને મહેંફીલ,જે શાંન્તિ આપતી ગઈ
. …………………શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં.
કલમ બને ત્યાં પ્રેમની સાંકળ,જ્યાં પ્રીત સાચી થઈ
મળી જાય છે મનને શાંન્તિ,અજબ કૃપા પ્રભુની થઈ
સાચોપ્રેમમળે સ્નેહીઓનો,જ્યાં હાથપકડી ચાલે સૌ
નામાગણીની કોઇ કેડી દેખાય,કે નારહે અપેક્ષા બહુ
. …………………..શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં.
ઉજ્વલતાનીકેડી મળેજીવે,જ્યાં કલમધારી હરખાય
આંગળી પકડીને સંગે ચાલતાં,સાચી રાહ મળી જાય
બંધન પ્રેમના જીવને મળતાં,જન્મ સફળ પણ થાય
આજકાલની ન ચિંતા જીવને,સફળમાનવ થઈ જાય
. …………………….શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં.
સ્નેહ પ્રેમનો સંગ મળતાં,જીવને આનંદ મળતો જાય
સંત જલાસાંઇની કૃપાએજીવને,સાચી રાહમળી જાય
આધીભાગે ને વ્યાધીઅટકે,એ જીવનીજ્યોતકહેવાય
કલમ શબ્દનો સંગ અનેરો,જે સમજે એજ માણી જાય
. …………………….શબ્દોનો સહવાસ મળ્યો ત્યાં.
++++++++++++++++++++++++++++++++++++++++++
September 6th 2012
. .પકડ
તાઃ૬/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળ્યો જન્મ અવનીએ જીવને,કર્મ સંબંધ સચવાય
કુદરતની આ અનોખીલીલા,જીવને સમયે સમજાય
. ………………….મળ્યો જન્મ અવનીએ જીવને.
મળેલ દેહને સંબંધ છે અનેરો,જેને ઉંમર જકડી જાય
બાળપણમાંથી જુવાની મળતાં,વર્ષના સંબંધ થાય
નાતાકાત જગતમાં દેહની,કે ઉંમરને કોઇથીપકડાય
આજ જતાં આવતીકાલ મળે,તેમ ઉંમર વધતી જાય
. ……………………મળ્યો જન્મ અવનીએ જીવને.
અભિમાનના વાદળ ઘેરાતાં,આ જીવન વેડફાઇ જાય
સમયનેસમજી ચાલતાં જીવનમાં,ના આફતઅથડાય
માયામોહને દુર રાખતાં,ઉજ્વળરાહ જીવનેમળીજાય
પારખીલેતા સમયનેજીવથી,સાથ જીવનમાંમેળવાય
. …………………મળ્યો જન્મ અવનીએ જીવને.
=============================