October 3rd 2012

લાંબી લાકડી

                   લાંબી લાકડી

તાઃ૩/૧૦/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કેમ છો કહેતા જીભલડી અટકે,ત્યાં દેહથી દુર ભગાય
સમજ આવતા કર્મની જીવને,આફતથી છટકી જવાય
                     ………………કેમ છો કહેતા જીભલડી અટકે.
માયાથી મળતી લાગણીએ,માનવીમન ભટકતુ થાય
સમજની નાની દોર પકડાતાંજ,જીવનમાં રાહત થાય
શ્રધ્ધા રાખી સંગ મેળવતા,પ્રભુનીકૃપા થોડી થઈ જાય
છટકી ચાલવા જતાં દેહને,બરડે લાંબી લાકડી પડીજાય
                     ……………….કેમ છો કહેતા જીભલડી અટકે.
દુરથી વાણી કડવીલાગે,જ્યાં સીધા શબ્દને ના સમજાય
નજીક આવી સાંભળી લેતા,જીવે દુઃખ અનંત પણ થાય
મળે કુદરતનોકોપ જીવને,જીવનમાં અંધકાર આવી જાય
પડતા લાકડી કુદરતની,મળેલ આજીવન વ્યર્થ થઈ જાય
                       ……………..કેમ છો કહેતા જીભલડી અટકે.

========================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment