March 3rd 2021
###
###
. .માતાની કૃપા
તાઃ૩/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપાથી મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં કુળદેવી માતાનો કૃપા મેળવાય
શ્રધ્ધારાખીને માતાની પુંજા કરી વંદન કરાય,કૃપાએ કુળનેએ આગળ લઈજાય
....પવિત્રધર્મ હિંદુ છે ભારતની ધરતીપર,જ્યાં પરમાત્મા પવિત્રદેહ લઈ પધારી જાય.
અનેકદેહ લઈ માતા અવનીપર આવી જાય,જે પાવનરાહની પ્રેરણા કરી જાય
કુદરતની આ અજબકૃપા ધરતીપર,જે મળેલ દેહને ભક્તિની રાહ આપી જાય
પાવનરાહ મળે જીવને જ્યાં પ્રભાતે,પ્રત્યક્ષ સુર્યદેવને વંદન કરી અર્ચના કારાય
મળેલદેહના જીવને પરમાત્માની કૃપાનો અનુભવ થાય,જે અંતે મુક્તિ દઈ જાય
....પવિત્રધર્મ હિંદુ છે ભારતની ધરતીપર,જ્યાં પરમાત્મા પવિત્રદેહ લઈ પધારી જાય.
માતાના પવિત્રદેહની કૃપા મળે દેહને,જે સમયસંગે સમજણ આપી જીવાડી જાય
સંસારમાં માબાપે મને આંગળી ચીંધી,કે આપણી કુળદેવી કાળકામાતાજ કહેવાય
શધ્ધાભાવથી પુંજન કરી વંદન કરાય,જે દેહને પવિત્રરાહ આપી સુખી કરી જાય
ૐ ક્રીમ કાલીયે નમઃ નો મંત્ર કરી,માતાને શ્રધ્ધાથી પ્રભાતે નમનકરી વંદન થાય
....પવિત્રધર્મ હિંદુ છે ભારતની ધરતીપર,જ્યાં પરમાત્મા પવિત્રદેહ લઈ પધારી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
March 1st 2021
###
###
શ્રી ભોલેનાથ
તાઃ૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બમબમ ભોલે મહાદેવ છે ભક્તિનો ભંડાર,સંગે માતા પાર્વતીના ભરથાર
પરમ કૃપાળુ પરમાત્માએ ભારતમાં દેહ લીધો,જે ભોલેનાથ પણ હ્હેવાય
..પવિત્ર ગંગાને વહાવી ધરતીપર,જે જીવના માનવદેહને સ્નાનથી મુક્તિ આપી જાય.
માતાપાર્વતીના પતિદેવ જે શંકર ભગવાન,જગતમાં દુધ અર્ચનાથી પુંજાય
મંદીરમાં શિવલીંગને દુધ અર્ચનાથી વંદન કરી,ૐ નમઃ થી દંડવત થાય
પવિત્રકૃપા મળે હરહર મહાદેવ સંગે,બમબમભોલેને પાર્વતીપતિથી પુંજાય
પવિત્રદેહથી પધાર્યા સંગે શ્રીગણેશ,કાર્તીક,અશોકસુંદરીનાપિતાય કહેવાય
..પવિત્ર ગંગાને વહાવી ધરતીપર,જે જીવના માનવદેહને સ્નાનથી મુક્તિ આપી જાય.
શ્રધ્ધારાખી પુંજનકરતા શંકર ભગવાનનીકૃપા,સંગે માતાપાર્વતી રાજી થાય
મળે માનવદેહને પાવનરાહ જીવનમાં,નાકોઇ મોહમાયાઅપેક્ષા અડી જાય
જીવને પાવનકર્મ મળે દેહથી,એ પરમાત્માની પાવનકૃપાથી જીવન જીવાય
અદભુતલીલા ભોલેનાથની ભારતમાં,જે પવિત્ર ગંગા,જમનાને વહાવી જાય
..પવિત્ર ગંગાને વહાવી ધરતીપર,જે જીવના માનવદેહને સ્નાનથી મુક્તિ આપી જાય.
#################################################################
February 28th 2021
###
###
. .દુર્ગા મા
તાઃ ૨૮/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને પુંજન કરતા મળેલદેહ પર,મા દુર્ગાની ક્રુપા થઈ જાય
પવિત્રકૃપાથી જીવને સદમાર્ગ મળી જાય,જે પાવનકર્મ કરાવી જાય
....ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના,સ્મરણથી દેહના જીવ પર કૃપા થાય.
એ માતાનો પવિત્રપ્રેમ ભારતથી,જે દુનીયામાં ભક્તિથી મળી જાય
અજબ શક્તિશાળી માતા હતા,એજ રાજા મહિસાસુરને મારી જાય
પાવનકૃપા મળે ભક્તને ભક્તિથી,જે નિખાલસ ભાવનાથી વંદનથાય
જીવને મળેલદેહ એ થયેલ કર્મનો સંબંધ,જે જન્મમરણથીજ સમજાય
....ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના,સ્મરણથી દેહના જીવ પર કૃપા થાય.
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહ લીધા,જે ભારતનીભુમી પવિત્રથાય
મળેલ માનવદેહને સંગાથ સમયનો,જે પરમાત્માની કૃપાએ સમજાય
પવિત્રકૃપા માતાની હિંદુ ધર્મમાં,એ મળેલ દેહના જીવને મળી જાય
પવિત્રમાતા દુર્ગાને ધુપદીપ સહિત વંદનકરતા,પ્રદીપ પર કૃપા થાય
....ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાના,સ્મરણથી દેહના જીવ પર કૃપા થાય.
************************************************************
February 27th 2021

. મુક્તિનો માર્ગ
તાઃ૨૭/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળૂ પરમાત્મા છે અવનીપર,જે અનેકસ્વરૂપે દેહ લઈ જાય
મળેલ માનવદેહના જીવને પાવનરાહ મળે,જે પવિત્રભક્તિ દઈ જાય
....શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહ પર,પાવનકૃપા દેહને સમયે મળી જાય.
પરમાત્માની કૃપાએ પ્રભુના દેહ,સંગે માતાજીના દેહથી આવી જાય
પાવનરાહ મળે જીવને નિર્મળભક્તિએ,નાઆશા અપેક્ષા અડી જાય
મળે માનવદેહ જીવને એ પ્રભુનીકૃપા,જે ગતજન્મના કર્મથી મેળવાય
અવનીપરના આગમનને સંબંધકર્મનો,એ પવિત્રકૃપાએ પાવન થઈજાય
....શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહ પર,પાવનકૃપા દેહને સમયે મળી જાય.
સમયને સમજી ચાલતા દેહને કર્મમળે,ના કળીયુગની ચાદરથી છટકાય
પવિત્રભક્તિની રાહ મળે દેહને,જ્યાં પાવનકર્મી માનવીથી જ મેળવાય
મળેલદેહથી જીવનમાં પવિત્રકર્મ થાય,નાકોઇજ આફત દેહને મળીજાય
એકૃપા પરમાત્માની જે મળેલ દેહના જીવને,મુક્તિનો માર્ગ આપી જાય
....શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહ પર,પાવનકૃપા દેહને સમયે મળી જાય.
***********************************************************
February 25th 2021

. .બાબાની કૃપા
તાઃ૨૫/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા રાખીને વંદન કરતાજ,શેરડીવાસી સાંઇબાબાની કૃપા મેળવાય
મળેલદેહના જીવને પાવનરાહ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી સમજાય
....મળેલ માનવદેહને અવનીપર,અનેક કર્મથી જીવનની રાહ પણ મળતી જાય.
પવિત્રકૃપા સંત સાંઇબાબાની શેરડીથી,જીવને પવિત્ર કામ કરાવી જાય
બાબાએ આંગળી ચીંધી માનવદેહને,ના કોઇ ધર્મકર્મનો અપેક્ષા રખાય
પાવનકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવને મળેલદેહથી સમજાઈ જાય
મળેલદેહથી શેરડીમાં આવ્યા,જ્યાં દ્વારકામાઈની પાવનકૃપા મળી જાય
....મળેલ માનવદેહને અવનીપર,અનેક કર્મથી જીવનની રાહ પણ મળતી જાય.
માનવદેહને સંબંધછે શ્રધ્ધાનો,જીવથી ના અલ્લા ઈશ્વરથી અલગ રખાય
પવિત્રદેહ મળ્યો સાંઇબાબાનો,જે પવિત્ર શંકર ભગવાનની કૃપા કહેવાય
શ્રધ્ધાસબુરીને પાવનરાખતા જીવનમાં,વ્હાલા સાંઈબાબાનીકૃપા મળીજાય
ૐ શ્રી સાંઈનાથાય નમઃથી પુંજાકરતા,મળેલદેહના જીવને મુક્તિ દઈજાય
....મળેલ માનવદેહને અવનીપર,અનેક કર્મથી જીવનની રાહ પણ મળતી જાય.
##############################################################
February 23rd 2021
.
પ્રેમથી પધારો
તાઃ૨૩/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રશ્રધ્ધાથી પુંજન કરતા ભક્તો પર,માતા અંબાની કૃપા થઈ જાય
શ્રધ્ધા રાખીને પ્રાર્થના કરે,માતા તમે આરાશુરથી પ્રેમથી પધારી જાવ
....મળેલદેહને આશીર્વાદ આપી,જીવને અવનીપરના આગમનથી બચાવી જાય.
જય અંબે મા જય અંબે માના સ્મરણ સંગેજ,ધરમાં આરતી કરી જાય
માતાનો પવિત્રપ્રેમ મળે દેહને.જે પાવનરાહે જીવને પ્રેરણા આપી જાય
પવિત્ર ભારતદેશના આરાશુરમાં દેહ લીધો,જે માતાની કૃપા જ કહેવાય
નિર્મળભાવનાથી ભક્તિકરતા ભક્તોપર,માતાની જીવને શાંંતિ મળીજાય
....મળેલદેહને આશીર્વાદ આપી,જીવને અવનીપરના આગમનથી બચાવી જાય.
આરાશુરથી માતાજી પેમથી પધારો,અમારા ધરમાં પવિત્રકૃપા પણ થાય
તાલીઓના તાલ સંગે વંદન કરતા,માતાની પાવન દ્ર્ષ્ટિજ જીવનમાં થાય
એ મળેલદેહનાજીવને પવિત્રકર્મ કરાવે,જે જીવને કર્મબંધનથી છોડી જાય
પવિત્રકૃપા એજ માતાનોપ્રેમ ભક્તિથી,જીવનમાં નાકોઇ અપેક્ષા અડીજાય
....મળેલદેહને આશીર્વાદ આપી,જીવને અવનીપરના આગમનથી બચાવી જાય.
################################################################
February 22nd 2021
***
**
. શ્રી મહાદેવ
તાઃ૨૨/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતા પાર્વતીના પતિ મહાદેવ,જગતમાં શંકર ભગવાનથીય ઓળખાય
પવિત્રશક્તિશાળી દેહ ભારતમાંલીધો,જે હિમાલયપર ગંગા વહાવીજાય
.....પવિત્રપ્રેમ મળ્યો હિમાલયનીપુત્રી પાર્વતીનો,જે ભોલેનાથની પત્નિ થઈ જાય.
પવિત્રદેહ લીધો અવનીપર,જે હિંદુ ધર્મની શાન જગતમાં વધારી જાય
મળેલ માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય
પરમાત્માએ અનેકદેહ લઈ પવિત્ર ધરતી કરી,જે મળેલદેહને શાંંતિ થાય
હરહર ભોલે મહાદેવથી પુંજનથાય,ત્યાંજ માતા પાર્વતીની ક્રૂપા મળીજાય
.....પવિત્રપ્રેમ મળ્યો હિમાલયનીપુત્રી પાર્વતીનો,જે ભોલેનાથની પત્નિ થઈ જાય.
પવિત્રકૃપા માતા ગંગાની છે,અર્ચના કરતા મળેલદેહને મુક્તિ મળી જાય
પરમકૃપાળુ ભોલેનાથ છે,સંતાન શ્રી ગણેશ ભાગ્યવિધાતાથીજ ઓળખાય
અનેક નામ મળ્યા મહાદેવને,જે શંકર,ભોલેનાથ,ત્રિશુલધારી પણ કહેવાય
પાવનકૃપા મળે શ્રધ્ધાભક્તિથી પુંજન કરતા,જીવનમાં પાવનકર્મ થઈ જાય
.....પવિત્રપ્રેમ મળ્યો હિમાલયનીપુત્રી પાર્વતીનો,જે ભોલેનાથની પત્નિ થઈ જાય.
################################################################
,
February 21st 2021

. પ્રેમ મળે માતાનો
તાઃ૨૧/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળ્યો પવિત્ર પ્રેમ માતા સરસ્વતીનો,જે કલમની પવિત્રકેડીએ લઈ જાય
પાવનકૃપા મળતા જીવનમાં કલમપકડી,એજ માતાની કૃપાથી મળી જાય
....એ કલમની પવિત્ર માતા છે જગતમાં,કલમપ્રેમીઓની પવિત્ર કલમથી દેખાય.
પવિત્રકૃપા મળે માતાની ભક્તને,એ શ્રધ્ધા રાખીને વંદન કરતા મળી જાય
શબ્દની કેડીને પકડતા કલમ ચાલતીજ થાય,જે સન્માનને પાત્ર કરી જાય
અનેક રચનાઓ જીવનમાં કલમથી થાય,જેથી કલમપ્રેમીઓને આનંદ થાય
માતા સરસ્વતીને ધુપદીપથી અર્ચના કરતા, પાવનકૃપાનો લાભ મળી જાય
....એ કલમની પવિત્ર માતા છે જગતમાં,કલમપ્રેમીઓની પવિત્ર કલમથી દેખાય.
શ્રધ્ધાથી ભક્તિનાસાગરમાં રહેતા,પાવનપ્રેમની વર્ષા માનવદેહ પર થઈજાય
ૐ શ્રી સરસ્વત્યાય નમઃના મંત્ર જાપથી,પાવનકૃપા મળતા કલમથી દેખાય
મળ્યો માતાનો પ્રેમ પ્રદીપને શ્રધ્ધાએ,જે પવિત્રકલમની કેડીથી લખાઈ જાય
પાવનકલમની રાહ પકડાય ભક્તથી,એજ માતાની પાવનપવિત્રકૃપા કહેવાય
....એ કલમની પવિત્ર માતા છે જગતમાં,કલમપ્રેમીઓની પવિત્ર કલમથી દેખાય.
##############################################################
February 14th 2021
**
**
. .સાગર ભક્તિનો
તાઃ૧૪/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનેકદેહથી જીવને જન્મ મળે અવનીપર,જે થયેલ કર્મથી મેળવાય
અવનીપરનુ આવનજાવન એજ લીલા,એ જીવને સંબંધ આપી જાય
....જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી આવી જાય.
મળેલ માનવદેહને પવિત્રરાહમળે,જે પવિત્રધરતીપર કૃપાથી મેળવાય
પાવનકૃપા થઈ પરમાત્માની,એમાનવદેહને ભક્તિસાગરથી દોરી જાય
અનેકદેહથી આગમન થતા પરમાત્માનુ,અનેક મંદીરમાં પુંજન કરાય
ભારતની પવિત્રભુમીમાં ભક્તિ મળે,જે મળેલદેહનુ કલ્યાણ કરી જાય
....જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી આવી જાય.
માનવદેહને શ્રધ્ધાભક્તિથી જીવતા,દેહના જીવને મુક્તિરાહ મળી જાય
પવિત્રકૃપા મળે મળેલદેહને,જે જીવનમાં પવિત્રશાંંતિ પણ આપી જાય
અનેક પવિત્ર મંદીર થયા શ્રધ્ધાથી,જ્યાં ભક્તિની પાવનરાહ મેળવાય
ધર્મ અને કર્મનો સંબંધ છે સમયથી,જે મળેલદેહને સદમાર્ગે લઈ જાય
....જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી આવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 14th 2021

. નવદુર્ગા માતા
તાઃ૧૪/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જે ભક્તોથી નવદુર્ગા માતાને પુંજાય
પવિત્ર નવ સ્વરૂપની પુંજાથાય,જે નવરાત્રીમાં ગરબે ઘુમાવી જાય
....એજ કૃપા માતાની ભારતપર,જે ધરતીને જગતમાં પવિત્ર કરી જાય.
પ્રથમ સ્વરૂપ લીધુ માતા શૈલપુત્રીનુ,જે પ્રથમ નોરતે પુંજન કરાય
કૃપા મળે ભક્તોના જીવનમાં,જે નવરાત્રીના પ્રથમ નોરતે મેળવાય
બીજા નોરતે બ્રહ્મચારિણી માતાને,ગરબે ઘુમી વંદન શ્રધ્ધાએ થાય
ત્રીજા નોરતે ચંદ્રઘંટામાતાને વંદન થાય,ચોથે કૃષ્માન્ડાને વંદન થાય
....એજ કૃપા માતાની ભારતપર,જે ધરતીને જગતમાં પવિત્ર કરી જાય.
પાંચમા નોરતે સ્કંદમાતાને પુંજાય,છઠા નોરતે માકાત્યાયનીને પુંજાય
નવરાત્રીના દીવસોને માતા પવિત્ર કરે,સાતમે મા કાલરાત્રીને પુંજાય
આઠમા નોરતે માતા મહાગૌરીને,ગરબે ધુમતા તાલી પાડીને ગવાય
પવિત્ર નવરાત્રીના નવમા દીવસે,મા સિધ્ધીદાત્રીને ગરબે વંદન થાય
....એજ કૃપા માતાની ભારતપર,જે ધરતીને જગતમાં પવિત્ર કરી જાય.
#########################################################